• Home
  • News
  • SBIએ એક મહિનામાં બીજી વખત ફિક્સ ડિપોઝીટના વ્યાજમાં ઘટાડો કર્યો, 5થી 10 વર્ષની મુદત પર હવે 5.4% વ્યાજ મળશે
post

બેંકે તમામ મુદતી થાપણો પર વ્યાજ દરમાં 0.40% ઘટાડો કર્યો છે,27 મેથી નવા દરો લાગુ

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-28 12:07:09

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ ફિક્સ્ડ ડિપોઝિટ (FD)પર વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. બેંકે તમામ ટર્મ ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દરમાં 0.40% ઘટાડો કર્યો છે. નવા દર 27 મેથી અમલમાં આવી ગયા છે. SBI2 કરોડ અથવા તેથી વધુની બલ્ક ફિક્સ્ડ ડિપોઝિટ પર પણ 50 BPS (બેસિસ પોઈન્ટ) સુધીનો ઘટાડો કર્યો છે. આ કેટેગરીમાં બેંક મહત્તમ ત્રણ ટકા વ્યાજ ચૂકવે છે. અગાઉ પણ SBIએ એક મહિનામાં બીજી વાર ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો. 

SBI હવે FD પર કેટલું વ્યાજ આપશે

સમયગાળો 

સામાન્ય નાગરિકો માટે નવા દર (%) 

વરિષ્ઠ નાગરિકો માટે નવા દર (%)

7 થી 45 દિવસ

2.9

3.4

46થી 179 દિવસ

3.9

4.4

180થી 210 દિવસ

4.4

4.9

211થી એક વર્ષ 

4.4

4.9

1 વર્ષથી બે વર્ષ

5.1

5.6

બે વર્ષથી ત્રણ વર્ષ  

5.1

5.6

ત્રણ વર્ષથી પાંચ વર્ષ

5.3

5.8

પાંચ વર્ષથી 10 વર્ષ

5.4

6.2

બચત ખાતા પરના વ્યાજમાં ઘટાડો
SBI
12 મેના રોજ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર મળતા વ્યાજમાં 0.20 ટકાનો ઘટાડો કર્યો હતો. ત્યારબાદ SBIએ બચત ખાતા પરનું વ્યાજ ઘટાડ્યું હતું. તેમાં હવે થાપણો પર 2.75 ટકા વાર્ષિક વ્યાજ આપવામાં આવે છે, જે અગાઉ 3 ટકા હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post