• Home
  • News
  • અંજનકુંડ ધોધનો નયનરમ્ય આકાશી નજારો:ગિરિમથક સાપુતારાનું સૌંદર્ય ચોમાસાની ઋતુમાં સોળે કળાએ ખીલી ઊઠ્યું, ડાંગમાં જૂનના મધ્યાહન સાથે સારોએવો વરસાદ
post

ડાંગના ગિરા ધોધની સુંદરતા ઊડીને આંખે વળગે એવી છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-07-05 11:00:35

દક્ષિણ ગુજરાતમાં આવેલા ગિરિમથક સાપુતારાનું સૌંદર્ય ચોમાસાની ઋતુમાં સોળે કળાએ ખીલી ઊઠે છે. ચોમાસામાં અહીં અનેક ધોધનો નજારો જોવા સહેલાણીઓ ઊમટી પડે છે. પથ્થરોમાંથી ખળખળ વહેતી નદી અને ઝરણાએ ડાંગને ગુજરાતના સ્વર્ગ તરીકેની ઓળખ અપાવી છે. ડાંગ જિલ્લામાં સાપુતારા સહિત અન્ય વિસ્તારોમાં ચોમાસાના વરસાદી માહોલ વચ્ચે અંજનકુંડનો ધોધ સક્રિય થયો છે. એમાં પણ જ્યારે ડાંગના ગિરા ધોધની વાત કરીએ તો એની સુંદરતા પણ આ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઊડીને આંખે વળગે એવી છે.

ડાંગમાં જૂનના મધ્યાહન સાથે સારો વરસાદ
જિલ્લાનાં નદી-ઝરણાં પહાડ ઉપરથી પડતાં પાણીનાં દૃશ્યો જાણે કોઈ કલ્પના હોય એવો આભાસ કરાવે છે. અહીંની સુંદરતા પ્રવાસીઓને આકર્ષે છે. ચોમાસાની ઋતુમાં ડાંગમાં પ્રકૃતિની સુંદરતાને નિહાળવા મોટી સંખ્યામાં અહીં પ્રવાસીઓ આવતા હોય છે. ડાંગમાં જૂનના મધ્યાહન સાથે સારો વરસાદ વરસી રહ્યો છે. પહાડોને સ્પર્શ કરી પસાર થતાં વાદળો નયનરમ્ય દૃશ્ય સર્જે છે.

ગિરા ધોધ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર
ડાંગમાં વધુ એક ગિરા ધોધ અહીંના લોકો માટે ખૂબ જ આકર્ષક માનવામાં આવે છે. ગિરા ધોધ ડાંગ જિલ્લાના સુબીર ગામમાં શિંગડાથી 11 કિલોમીટર અને સાતપુરાનાં જંગલોથી 89 કિલોમીટર દૂર પાંડવોની ગુફા માટે પણ જાણીતું છે. રાજ્યમાં વઘઈ આંબાપાડા પાસે ડાંગમાં ગિરાનું ઝરણું વહે છે. આ સ્થાન આ દિવસોમાં પાણીથી ભરેલું રહે છે અને હરિયાળીને કારણે હિલ સ્ટેશન પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post