• Home
  • News
  • વૈજ્ઞાનિકોએ કોરોનાવાઈરસનો સંપૂર્ણ રીતે નાશ કરતા મોલીક્યુલ Ab8ની ઓળખ કરી, તે સામાન્ય એન્ટિબોડી કરતાં કદમાં 10 ગણો નાનો
post

સંશોધકોના જણાવ્યા અનુસાર, આ મોલીક્યુલ કોરોનાવાઈરસને શરીરની કોશિકાઓ સાથે જોડવા દેતો નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-18 11:07:11

કેનેડાના સંશોધકોએ કોરોનાવાઈરસનો સંપૂર્ણ રીતે નાશ કરતા એક મોલીક્યુલની શોધ કરી છે. તેનું કદ સામાન્ય એન્ટિબોડી કરતાં 10 ગણું નાનું છે. આ ડ્રગનું નામ Ab8 છે. તેનો ઉપયોગ કોરોનાની સારવારમાં કરી શકાય છે. રિસર્ચ કરનાર કેનેડાની બ્રિટિશ કોલમ્બિયા યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે, આ ડ્રગ કોરોનાને શરીરની કોશિકાઓ સાથે જોડવા નહિ દે અને તેની કોઈ પણ આડઅસરો જોવા મળી નથી.

ઉંદરો પર રિસર્ચ કરવામાં આવ્યું
રિસર્ચમાં સામેલ ભારતીય વૈજ્ઞાનિક શ્રીરામ સુબ્રહમણ્યમને જાણવા મળ્યું કે ઉંદરોને આ દવા આપી કોરોનાની સારવાર કરી શકાય છે. તે ખૂબ નાનો મોલીક્યુલ છે, જે કોરોનાને ન્યૂટ્રિલાઈઝ કરે છે. આ દવાને ઘણા પ્રકારે દર્દીને આપી શકાય છે. ડ્રગને સૂંઘીને પણ દર્દી તેના શરીરમાં લઈ શકે છે.

થેરપીની જેમ કામ કરશે
રિસર્ચર જોન મેલર્સ જણાવે છે કે, Ab8 કોવિડ-19ના દર્દીઓમાં થેરપીનું કામ કરશે. માણસોમાં એન્ટિબોડીનો એક ભાગ VH ડોમેન સાથે મળીને બન્યો હોય છે. આ Ab8 પણ એવો જ છે.

હાલ કોરોના સર્વાઈવરના પ્લાઝ્માથી કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. તેમના પ્લાઝ્મામાં રહેલી એન્ટિબોડી કોરોના સામે રક્ષણ આપી શકે છે, પરંતુ એટલી માત્રામાં પ્લાઝ્મા પૂરતા નથી હોતા કે મોટા પાયે દર્દીઓની સારવાર થઈ શકે. તેથી રિસર્ચર જનિનને અલગ કરી અન્ટિબોડી કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે કોરોનાને બ્લોક કરી શકે. આવી એન્ટિબોડીનું ઉત્પાદન કરવાની તૈયારી ચાલી રહી છે.

એન્ટિબોડીઝ
એન્ટિબોડી પ્રોટીનથી બનેલી ખાસ પ્રકારની ઈમ્યુન કોશિકાઓ હોય છે, જેને બી-લિમ્ફોસાઈટ પણ કહેવાય છે. જ્યારે કોઈ ફોરેન બોડીઝ શરીરમાં પહોંચે છે તો તે અલર્ટ થઈ જાય છે. બેક્ટેરિયા અથવા ઝેરી પદાર્થોને નિષ્ક્રિય કરવા માટે આ એન્ટિબોડી કામ કરે છે. તે શરીરની રક્ષા કરી તમામ પ્રકારના ખરાબ બેક્ટેરિયા અને વાઈરસની અસરકારકતા નહિવત કરે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post