• Home
  • News
  • ડભોઈ નજીકની નર્મદા કેનાલમાં સ્કોર્પિયો ખાબકતાં ચાલક ન નીકળી શક્યોને મોતને ભેટ્યો, સ્થાનિકોએ ગાડી બહાર કાઢી
post

ચાલકે સ્ટિયરીંગ પર કાબૂ ગુમાવતા સ્કોર્પિયો કેનાલમાં ખાબકી હોવાની શક્યતા

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-04 10:23:34

બુધવારે ડભોઇ નજીક આવેલા તેનતલાન પાસે આવેલી નહેરમાં સ્કોર્પિયો કાર ખાબકી હતી. જેને લઇને નહેર નજીક લોકોના ટોળા એકઠા થયા હતા. ફાયરના લાશ્કરો ઘટનાસ્થળ પર પહોંચે તે પહેલા સ્થાનિકોએ પાણીમાં ગરકાવ થઇ ગયેલી સ્કોર્પિયો કારને બહાર કાઢી હતી. જેમાં ચાલક બહાર ન નીકળી શકતા મોતને ભેટ્યો હતો.

બપોરના ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ
બુધવારે સવારે તેનતલાવ નજીકથી પસાર થતી નહેરમાં સ્કોર્પિયો ગાડી ખાબકી હોવાનું રાહદારીઓના ધ્યાને આવ્યું હતું. ફાયરના દેવેન્દ્રસિહે જણાવ્યું હતું કે, રાહદારીએ સમગ્ર મામલે આશરે 12-30 કલાકે ફાયર વિભાગને જાણ કરી હતી. સંદેશો મળતાની સાથે ફાયરના લાશ્કરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

લોકોએ ટ્રેક્ટરથી દોરડા બાંધીને ગાડી બહાર કાઢી
ફાયરના લાશ્કરો ઘટના સ્થળ પર પહોંચે તે પહેલા ગ્રામજનોએ ટ્રેક્ટર વડે ખેંચીને ગાડીને બહાર કાઢી લીધી હતી. કારમાંથી ચાલકનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોઇ શકે છે. ફાયરના લાશ્કરોએ ઘટનાસ્થળ પર પહોંચીને પરત ફરવાનો વારો આવ્યો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ પણ દોડી આવી હતી. અને ઘટના સંબંધિત વધુ કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

અગાઉ પણ આખો પરિવાર કેનાલમાં મોતને ભેટ્યો હતો
ડભોઇ પાસે તેનતલાવ ગામ આવેલું છે. તેનતલાવ પાસે નર્મદાની નહેર આવેલી છે. થોડાક સમય અગાઉ સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા ગયેલા પરિવારની કાર તેનતલાવ નજીક આવેલી નહેરમાં ખાબકતાં તમામ લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જગાવી હતી. અકસ્માતમાં પરિવારના બાળકો પણ મૃત્યુ પામ્યા હતા. ઘટના બાદ પણ સ્થાનિક તંત્ર દ્વારા સાવચેતીના કોઇ પગલાં લેવામાં આવ્યા નથી. શું હજી વધુ લોકોના જીવ ગયા બાદ તંત્ર એક્શનમાં આવશે તેવી દહેશત સ્થાનિકોએ વ્યક્ત કરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post