• Home
  • News
  • સ્ક્રિપ્ટ રાઈટર- અભિનેતા શિવ સુબ્રમણ્યમનું પુત્રના અવસાનના 2 જ મહિના બાદ નિધન
post

તાજેતરમાં ઓટીટી પર રજુ થયેલી 'મીનાક્ષી સુંદરેશ્વર', રાણી મુખર્જીની 'હીંચકી' સહિતની ફિલ્મો અને કેટલીક ટીવી સિરિયલોમાં તેમણે કામ કર્યું હતું.

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-11 10:35:51

મુંબઈ: 'પરિન્દાઅને '1942 એ લવ સ્ટોરી' જેવી ફિલ્મોના સ્ક્રિપ્ટ રાઈટર અને અભિનેતા શિવ કુમાર સુબ્રમણ્યમનું રવિવારની મોદી રાતે નિધન થતાં બોલિવુડમાં શોકની લહેર છવાઈ છે. હજુ બે મહિના પહેલા જ તેમના 16 વર્ષના પુત્ર જહાંનનું બ્રેન ટ્યુમરને લીધે મૃત્યુ થયું હતું. બે જ મહિનામાં પિતા એ પણ વિદાય લેતાં પરિવારજનો અને મિત્રો ભારે આઘાતમાં સરી ગયા છે. ફિલ્મ ટૂ સ્ટેટ્સમાં તેમણે આલિયા ભટ્ટના પિતાની ભૂમિકા ભજવી હતી. તાજેતરમાં ઓટીટી પર રજુ થયેલી 'મીનાક્ષી સુંદરેશ્વર', રાણી મુખર્જીની 'હીંચકી' સહિતની ફિલ્મો અને કેટલીક ટીવી સિરિયલોમાં તેમણે કામ કર્યું હતું. 

'1942 એ લવ સ્ટોરી' ના કલાઈમેક્સમાં સફાઈ માટે પાણી રેડતા ભીશ્તી'ના ટૂંકા અને એક પણ સંવાદ વિનાના યાદગાર રોલમાં તેમણે અમીટ છાપ છોડી હતી. સુધીર મિશ્રાની 'હઝારો ખવાહીશે ઐસી' નો સ્ક્રિનપ્લે પણ તેમણે લખ્યો હતો. 'પરિન્દા' માટે તેમને સર્વ શ્રેષ્ઠ પટકથા લેખકનો ફિલ્મફેર એવૉર્ડ મળ્યો હતો. ફિલ્મ સર્જક હંસલ મહેતા સહિત બોલીવુડના કલાકાર કસબીઓએ એમને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post