• Home
  • News
  • બીજી વન-ડે નિર્ણાયક રહેશે, રાજકોટ વન-ડેમાંથી પંત બહાર, ટીમ ઈન્ડિયા રાજકોટ પહોંચી
post

કોહલી-શાસ્ત્રી આજે આવશે, ટીમ ઈન્ડિયા બપોર પછી પ્રેક્ટિસ કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-16 09:54:46

રાજકોટ: રાજકોટમાં આજથી ક્રિકેટ ફિવર શરૂ થયો છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ વન-ડે સિરિઝ પૈકી મુંબઇ ખાતે યોજાયેલી પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાનો પરાજય થતા રાજકોટમાં રમાનાર બીજી વન-ડે મેચ નિર્ણાયક બનશે. ત્યારે શુક્રવારે રમાનાર બીજી વન-ડે મેચ રમવા માટે ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા ચાર્ટર પ્લેન મારફતે બુધવારે બપોરે રાજકોટ પહોંચી હતી. ખેલાડીઓને જોવા અને તેમની સાથે ફોટો પડાવવા માટે એરપોર્ટ પર મોટી સંખ્યામાં ક્રિકેટ રસીકો ઉમટી પડયા હતા.

વિરાટ કોહલી, રોહિત શર્મા, રવિ શાસ્ત્રી સહિતના ખેલાડીઓ ગુરૂવારે સવારે રાજકોટ આવી પહોંચશે. ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને ઇમ્પિરિયલ પેલેસ હોટલમાં રોકાણ કરાવ્યું છે. જયારે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ માટે પહેલી વખત હોટલ સયાજીમાં રોકાણની વ્યવસ્થા કરાઇ હોય હોટલમાં ખાસ તૈયારીઓ કરાઇ હતી. ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ હોટલ પર પહોંચતા પરંપરાંગત કાઠિયાવાડી સ્ટાઈલમાં ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ બુધવારે બપોરના ભોજનમાં કાઠિયાવાડનું જાણીતું ઉંધીયું ભરપેટ જમ્યા હતા. તેમને ઉંધીયું દાઢે લાગ્યુ હોવાનું હોટલ સયાજીનાં મેનેજર કાર્તિકે જણાવ્યું. રાજકોટ આવી પહોંચેલી બંને ટીમ પૈકી ઓસ્ટ્રેલિયાની ટીમ ગુરૂવારે સવારે 10 વાગ્યે, જયારે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ બપોરે 2 વાગ્યા પછી ખંઢેરી સ્ટેડિયમ પર પ્રેક્ટિસ કરશે.

રાજકોટ વન-ડેમાંથી પંત બહાર
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની પ્રથમ વન-ડેમાં બેટિંગ કરતા સમયે રિષભ પંતને કમિન્સનો બોલ માથા પર વાગ્યો હતો. જે પછી તે ફિલ્ડિંગ કરવા ઉતર્યો નહોતો. તેના સ્થાને લોકેશ રાહુલે વિકેટકીપિંગ કરી હતી. પંતનો સ્કેન રિપોર્ટ સારો આવ્યો છે અને તેને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. તે હવે એનસીએમાં રિહેબ માટે જશે. તમામ ખેલાડીઓએ ઈજા બાદ એનસીએમાં રિહેબ માટે જવું પડે છે.

adv

Related News

post
post
post
post
post
post
post