• Home
  • News
  • સીનિયર એડવોકેટ હરિશ સાલ્વેની ક્વીન્સ કાઉન્સેલ તરીકે નિમણૂક
post

16 માર્ચે તેઓ સત્તાવાર રીતે નિમણૂક પામશે, હરિશ સાલ્વે ભારતના સોલિસિટર જનરલ પણ રહી ચૂક્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-17 09:52:08

વરિષ્ઠ એડવોકેટ હરિશ સાલ્વેની ઇન્ગ્લેન્ડ અને વેલ્સની કોર્ટ માટે ક્વીન્સ કાઉન્સેલ તરીકે નિમણૂક થઇ છે. તેમના નામની જાહેરાત યૂકેની મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસ દ્વારા 13 જાન્યુઆરીએ કરવામાં આવી હતી. તેઓ 16 માર્ચે સત્તાવર રીતે ક્વિન્સ કાઉન્સેલ તરીકે નિમણૂક પામશે. વકાલતના ક્ષેત્રમાં જેમણે ઉચ્ચ કક્ષાની કાર્યક્ષમતા દર્શાવી હોય તેમને ટાઇટલ મળે છે.

હરિશ સાલ્વેએ તેમનો LLBનો અભ્યાસ નાગપુર યુનિવર્સિટીમાંથી કર્યો હતો અને જેબી દાદાચંદજી એન્ડ કંપની સાથે 1980માં જોડાઇને કરિયરની શરૂઆથ કરી હતી. ત્યારબાદ 1992માં તેઓ દિલ્હી હાઇકોર્ટમાં સિનિયર એડવોકેટ બન્યા હતા. 1999 થી 2002 સુધી તેમણે સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા તરીકે પણ સેવા આપી હતી . તેમણે ભારત અને વિદેશોમાં પણ અમુક ખુબ મહત્વપૂર્ણ મામલાઓમાં તેમનું સેવાકીય યોગદાન આપ્યું છે. ICJમાં તેઓ ભારત તરફતી કુલભૂષણ જાદવના કેસ માટે રજૂ થયા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post