• Home
  • News
  • સેન્સેક્સ 360 પોઈન્ટ ગગડી 57,628 પર બંધ, અદાણી ગ્રુપના 10માંથી 9 શેરમાં ઘટાડો
post

WTIમાં પણ ક્રૂડ 68 ડોલરની નજીક ટ્રેડ થઈ રહ્યો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-20 17:26:19

અઠવાડિયાના પ્રથમ ટ્રેડિંગ દિવસ એટલે કે આજે સોમવાર (20 માર્ચ)ના રોજ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 360 પોઈન્ટ ઘટી 57 હજાર 628 પર બંધ થયો. જ્યારે નિફ્ટીમાં પણ 111 પોઈન્ટનો ઘટાડો થયો છે, 16,988ના સ્તરે બંધ થયો. સેન્સેક્સના 30માંથી 25 શેરોમાં ઘટાડો અને ફક્ત 5માં તેજી રહી.

અદાણી એન્ટરપ્રાઇસીસમાં 3.44% ટકાનો ઘટાડો
અદાણી ગ્રુપના 10 શેરોમાંથી 9માં ઘટાડો જોવા મળ્યો છે. અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇસીસના શેર 3.44% તૂટ્યા છે. અદાણી પાવર અને ટોટલ ગેસમાં આજે 5-5%નો ઘટાડો રહ્યો. અદાણી ગ્રીન એનર્જીના શેર આજે +3.59% ચઢ્યો.

ઓલટાઇમ હાઇ પર સોનું
સોનું સોમવારે ઓલટાઈમ હાઇ પર પહોંચ્યું છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA)ની વેબસાઇટ મુજબ, 10 ગ્રામ સોનું 1,451 રૂપિયા મોંઘું થઈ 59,671 રૂપિયા પર વેચાઈ રહ્યું છે. અગાઉ 2 ફેબ્રુઆરીના રોજ સોનું એના ઓલટાઈમ હાઈ પર હતું. ત્યારે એનો ભાવ પ્રતિ 10 ગ્રામે 58, 882 રૂપિયા હતો.

ક્રેડિટ સુઇસને ખરીદશે સ્વિટ્ઝર્લેન્ડની યુનિયન બેંક
સ્વિટ્ઝર્લેન્ડની યુનિયન બેંક (UBS) સ્વિસ બેંક ક્રેડિટ સુઇસને ખરીદશે. રિપોર્ટ મુજબ, આ ડીલ માટે UBS 3 બિલિયન સ્વિસ ફ્રેન્ક (3.23 બિલિયન ડોલર) ખર્ચ કરશે. એની સાથે જ યુનિયન બેંક ઓફ સ્વિટ્ઝર્લેન્ડ ક્રેડિટ સુઇસ બેંકના 5.4 અબજ ડોલરના નુકસાનને સ્વીકાર કરવા માટે પણ તૈયાર થઈ છે. ક્રેડિટ સુઇસ બેંકની ગણતરી યુરોપની ટોપ બેંકોમાં થાય છે.

શુક્રવારે બજારમાં વધારો જોવા મળ્યો
શુક્રવારે (17 માર્ચ)ના રોજ ભારતીય શેરબજારમાં પણ વધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 355 પોઈન્ટ અથવા 0.62% મજબૂતી સાથે 57,989 પર બંધ થયો હતો. સેન્સેક્સના 30માંથી 21 શેરોમાં વધારો થયો હતો અને 9માં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 139 પોઈન્ટ ચઢી 17,125ના લેવલે બંધ થયો.

ફોરેન ઇન્વેસ્ટર્સ ઉપાડી રહ્યા છે રૂપિયા
શુક્રવાર એટલે કે 17 માર્ચના રોજ ટ્રેડિંગમાં ફોરેન ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ (FII) નેટ સેલર્સ રહ્યા. NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ, 17 માર્ચના રોજ FIIએ બજારમાંથી 1766.53 કરોડ રૂપિયા ઉપાડ્યા હતા, જ્યારે આ દરમિયાન ડોમેસ્ટિક ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ (DII) નેટ બાયર્સ રહ્યા. તેમણે 17 માર્ચના રોજ 1817.14 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.

ક્રૂડ ઓઇલ પર દબાણ વધ્યું
ક્રૂડ ઓઇલ 15 મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયું છે. શુક્રવારના રોજ બ્રેન્ટનો ભાવમાં અંદાજે 2.50%નો ઘટાડો થયો હતો. બ્રેન્ટનો ભાવ 71.40 ડોલર સુધી પહોંચી ગયો છે. આજે બ્રેન્ટમાં 73 ડોલરની નીચે ટ્રેડ થઈ રહ્યો છે. WTIમાં પણ ક્રૂડ 68 ડોલરની નજીક ટ્રેડ થઈ રહ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post