• Home
  • News
  • સેન્સેક્સ 117 અંક ઘટ્યો, નિફ્ટી 11600ની નીચે; એચડીએફસી બેન્ક, બજાજ ઓટોના શેર ઘટ્યા
post

ICICI બેન્ક, HDFC બેન્ક, બજાજ ઓટો, કોટક મહિન્દ્રાના શેર ઘટ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-17 12:24:00

ભારતીય શેરબજારોમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 117 અંક ઘટીને 39184 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 31 અંક ઘટીને 11573 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, એશિયન પઈન્ટ્સ, ઓએનજીસી, ઈન્ફોસિસ સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. એચસીએલ ટેક 3.31 ટકા વધી 815.50 પર કારોબાર કરી રહ્યો છે. ટેક મહિન્દ્રા 2.32 ટકા વધી 810.40 પર કારોબાર કરી રહ્યો છે. જોકે આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી બેન્ક, બજાજ ઓટો, કોટક મહિન્દ્રા, પાવર ગ્રીડ કોર્પ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આઈસીઆઈસીઆઈ બેન્ક 1.35 ટકા ઘટી 369.70 પર કારોબાર કરી રહ્યો છે. એચડીએફસી બેન્ક 1.22 ટકા ઘટી 1080.15 પર કારોબાર કરી રહ્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post