• Home
  • News
  • સેન્સેક્સમાં 883 પોઈન્ટનો અને નિફ્ટીમાં 255 પોઈન્ટનો ઉછાળો
post

શુક્રવારે અમેરિકન બજાર 17 પોઈન્ટ નીચે બંધ થયું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-01 11:42:57

મુંબઈ: સપ્તાહમાં આજે સોમવારે સેન્સેક્સ 481.95 પોઈન્ટ ઉપર અને નિફ્ટી 146.55ના વધારા સાથે ખુલ્યા હતા. આ પહેલા શુક્રવારે સેન્સેક્સ અને નિફ્ટી વધારા સાથે બંધ રહ્યા હતા.શુક્રવારે અમેરિકન બજાર 17 પોઈન્ટ નીચે બંધ થયું હતું.

સવારના 10.18 વાગ્યે સેન્સેક્સ 883.92 પોઈન્ટના વધારા સાથે 33,306.93  પર અને નિફ્ટી 255.15 પોઈન્ટના વધારા સાથે 9,837.65 પર કારોબોર કરી રહ્યા હતો.


સવારના 9.50 વાગ્યે સેન્સેક્સ 841 પોઈન્ટના વધારા સાથે 33259 ઉપર કારોબાર કરી રહ્યો હતો.

શુક્રવારે વિશ્વભરના બજારોમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. અમેરિકાનું બજાર ડાઉ જોન્સ 17.53 પોઈન્ટના ઘટાડા સાથે 25,383.10 પર બંધ રહ્યું. અમેરિકાનું બીજું બજાર નેસ્ડેક 120.88 પોઈન્ટ ઉપર બંધ રહ્યું હતું. ઈટાલી, ફ્રાન્સ, જર્મનીના બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post