• Home
  • News
  • સેન્સેક્સ 434 અંક વધ્યો, નિફ્ટીએ 10900ની સપાટી વટાવી; TCS, HCL ટેકના શેર વધ્યા
post

TCS, HCL ટેક, ઈન્ડસઈન્ડ બેન્ક, M&M, ભારતી એરટેલના શેર વધ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-25 11:04:41

ભારતીય શેરબજારોમાં આજે સપ્તાહના અંતિમ દિવસે વધારો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 450 અંક વધીને 37003 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 128 અંક વધીને 10933 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ટીસીએસ, એચસીએલ ટેક, ઈન્ડસઈન્ડ બેન્ક, એમએન્ડએમ અને ઈન્ફોસિસ સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. ટીસીએસ 3.06 ટકા વધી 2402.9 પર કારોબાર કરી રહ્યો છે. એચસીએલ ટેક 2.89 ટકા વધી 810.80 પર કારોબાર કરી રહ્યો છે. જોકે કોટક મહિન્દ્રા, ટાઈટન કંપની સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કોટક મહિન્દ્રા 0.46 ટકા ઘટી 1240.15 પર કારોબાર કરી રહ્યો છે. ટાઈટન કંપની 0.39 ટકા ઘટી 1,091.50 પર કારોબાર કરી રહ્યો છે.

વિશ્વભરના બજારોમાં હલકો વધારો રહ્યો
ગુરુવારે ગ્લોબલ માર્કેટમાં હલકો વધારો જોવા મળ્યો. અમેરિકાનું બજાર ડાઉ જોન્સ 0.20 ટકા વધારા સાથે 52.31 અંક વધી 26815.40 પર બંધ થયું હતું. જ્યારે નેસ્ડેક પણ 0.58 ટકા વધી 10896.50 પર બંધ થયું હતું. બીજી તરફ એસએન્ડપી 9.67 અંક વધી 3246.59ના સ્તર પર બંધ થયું હતું.

યુરોપિયન શેરમાર્કેટ ઘટાડા સાથે બંધ થયું હતું. યુકે, જર્મની, ફ્રાન્સ અને રશિયાના શેરબજાર લાલ નિશાનમાં બંધ થયા હતા. જ્યારે એશિયાઈ બજારોમાં ચીનનો શંઘાઈ કમ્પોઝિટ 0.24 ટકા ઘટાડા સાથે 7.75 અંક ઘટીને 3215.42 પર બંધ થયો હતો.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post