• Home
  • News
  • શેરબજારમાં ઊંચા સ્તરે નફારૂપી વેચવાલી નિકળતા સેન્સેક્સ 425 પોઇન્ટ ગગડ્યો
post

સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળા માટેના જીડીપી આંકડા જાહેર થાય તે અગાઉ ભારતીય શેરબજારમાં મંદીમય માહોલ જોવા મળી રહ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-29 13:01:41

સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળા માટેના જીડીપી આંકડા જાહેર થાય તે અગાઉ ભારતીય શેરબજારમાં મંદીમય માહોલ જોવા મળી રહ્યો છે. બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સે આશરે 426 પોઇન્ટનો ઘટાડો દર્શાવ્યો છે ત્યારે નિફ્ટી આશરે 125 પોઇન્ટ ગગડી છે. વૈશ્વિક બજારોમાંથી પણ મંદીના સંકેત મળતા તેમ જ ફ્રન્ટલાઈન શેરોમાં ઊંચા સ્તર પર નફારૂપી વેચવાલીનું ભારે દબાણ રહેતા બજારમાં આ ઘટાડો જોવા મળ્યો છે.

સેન્સેક્સ પેકમાં ભારતી એરટેલ, એનટીપીસી, ઈન્ડઈન્ડ બેન્કને બાદ કરતાં મોટાભાગના શેરોમાં નીચા સ્તર પર કામકાજ થઈ રહ્યા છે. સૌથી વધારે ઘટાડો નોંધાવનાર શેરોમાં હિન્દુસ્તાન યુનિવિલર, તાતા સ્ટીલ, એશિયન પેઇન્ટ, એસબીઆઈ, ઓએનજીસી, રિલાયન્સના શેરોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કેપિટલ ગુડ્સ, બેન્ક, આઈટી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ
સેક્ટર શેરબજારમાં મંદીની આગેવાની કરી રહ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post