• Home
  • News
  • સેવા પરમો ધર્મ:કોરોનામાં ખાનગી તબીબો મસમોટા બિલ બનાવે છે, ત્યારે પાલનપુરના કમાલપુરાનું એક દવાખાનું માત્ર 1 રૂપિયામાં જ સારવાર આપે છે
post

મણિબહેન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દવાખાનું 48 વર્ષથી સેવારત છે, પહેલાં ફક્ત ચાર આનામાં સારવાર થતી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-01-17 11:15:30

પાલનપુરના કમાલપુરા વિસ્તારમાં આજે પણ માત્ર 1 રૂપિયામાં જ કોરોના દર્દીની સારવાર થાય છે. 48 વર્ષ પહેલાં મુંબઈના ટ્રસ્ટી દ્વારા શરુ કરાયેલ આ દવાખાનું મણિબહેન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે.જો તમને કોરોનાના સામાન્ય લક્ષણ હોય તો તમે માત્ર એક રૂપિયામાં પણ સાજા થઈ શકો છો. પાલનપુરના કમાલપુરા વિસ્તારમાં આવેલું માત્ર 25 પૈસાનું દવાખાનુંં સમગ્ર પાલનપુર શહેરમાં ચાર આનાના નામથી પ્રખ્યાત છે.

વર્તમાન સમયમાં ચાર આના ચલણમાં ના હોવાથી એક રૂપિયામાં દર્દીઓને તપાસી એક દિવસની દવા અપાય છે. જો ત્રણ દિવસની દવા લેવી હોય તો પણ માત્ર ત્રણ રૂપિયા જ ચૂકવવા પડે છે.હાલમાં કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા સેંકડો ગરીબ દર્દીઓ અહીં ઈલાજ કરાવી સાજા થઈ રહ્યા છે. વર્ષોથી અહીં સારવાર લેનાર લોકો આ દવાખાનાને ઈશ્વરના એક વરદાનરૂપ જ માની રહ્યા છે.

આજથી 48 વર્ષો પહેલાં મુંબઈના ટ્રસ્ટી દ્વારા મણિબહેન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આ દવાખાનું શરૂ કરાયું હતું. માત્ર ચાર આના એટલે કે 25 પૈસામાં જ આ વિસ્તારના ગરીબ લોકોને આરોગ્ય સેવા પૂરી પાડવાનું બીડું ઝડપ્યું હતુ. 48 વર્ષોમાં લાખો ગરીબ વર્ગના જરૂરિયાતમંદ લોકો માટે આ દવાખાનું આશીર્વાદરૂપ સાબિત થયું છે.

સમય જતાં 25 પૈસાનું ચલણ બંધ થતાં એક રૂપિયો કરવામાં આવ્યું હતું.જ્યાં માત્ર એક રૂપિયામાં જ મેડિકલ ચેક અપ, દવા, ડ્રેસિંગ સહિતની સેવા પૂરી પાડવામાં આવે છે.કોરોનાની બીજી લહેરમાં સેંકડો દર્દીઓ આ દવાખાનામાં ઈલાજ કરાવી કોરોનાના સામાન્ય લક્ષણમાં જ સારા થયા હતા. ત્યારે હાલમાં ચાલી રહેલ ત્રીજી લહેરમાં પણ દર્દીઓ શરદી, ખાંસી થતાં જ અહીંથી દવા લઈ સજા થઈ રહ્યા છે.

આ દવાખાનામાં સેવા આપતાં તબીબે જણાવ્યું કે, ટ્રસ્ટી દર વર્ષે ત્રણ લાખની ખોટ વેઠીને પણ અહીંની પ્રજાને આરોગ્ય સેવા પૂરી પાડી રહ્યા છે. આજના યુગમાં જ્યાં ખાનગી તબીબો કોરોના લક્ષણમાં જ હોસ્પિટલના લાખો રૂપિયાના બિલ બનાવી રહ્યા છે તો આજના યુગમાં આવા દવાખાના સાચા અર્થમાં ગરીબોના તારણહાર સાબિત થઈ રહ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post