• Home
  • News
  • હિજાબ પ્રોટેસ્ટની આડશમાં SFJ દ્વારા ષડયંત્રનો અંદેશો-ISI લિંક, આઈબીએ આપ્યું એલર્ટ
post

ભારતને તોડવા માટે હિજાબ જનમત સંગ્રહ જેવા એજન્ડાને ફેલાવવાનો પ્રયત્ન

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-12 11:17:52

નવી દિલ્હી: કર્ણાટકથી શરૂ થયેલા હિજાબ વિવાદને લઈ દેશના અનેક ક્ષેત્રોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. તેવામાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ખાલિસ્તાની આતંકવાદી સંગઠન દ્વારા ભારતમાં હિજાબ રેફરેંડમ દ્વારા અરાજકતા ફેલાવવાનું ષડયંત્ર રચી રહી છે. ભારતમાં હિજાબ રેફરેંડમ માટે વેબસાઈટ પણ બનાવવામાં આવી છે. 

એટલું જ નહીં, શીખ ફોર જસ્ટિસના ચીફ ગુરપતવંત સિંહ પન્નૂ દ્વારા ISIએ વીડિયો પણ જાહેર કરાવ્યો છે. ISIના ષડયંત્ર બાદ ગુપ્તચર એજન્સી પણ એક્ટિવ થઈ ગઈ છે. આઈબી દ્વારા આ મામલે પણ એલર્ટ આપવામાં આવ્યું છે. 

એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે, શીખ ફોર જસ્ટિસના ચીફ ગુરપતવંત સિંહ પન્નૂએ વીડિયો જાહેર કર્યો છે. તેમાં તેઓ ભારતને તોડવા માટે હિજાબ જનમત સંગ્રહ જેવા એજન્ડાને ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. 

શીખ ફોર જસ્ટિસે પોતાના પ્રોપેગેન્ડા વીડિયોમાં કર્ણાટકની હિજાબનું સમર્થન કરનારી મુસ્કાન નામની યુવતીની તસવીરોનો પણ ઉપયોગ કર્યો છે. પન્નૂએ ભારતીય મુસ્લિમોને વિનંતી કરી છે કે, તેઓ હિજાબ રેફરેંડમ શરૂ કરે અને ભારતને ઉર્દુસ્તાન બનાવવા તરફ આગળ વધે. આઈબીના કહેવા પ્રમાણે દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ જેવા મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં હિજાબ રેફરેંડમ એજન્ડાનો પ્રસાર થઈ રહ્યો છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post