• Home
  • News
  • વિદેશમાં શાહરુખ ખાનની ફિલ્મનું જોરદાર એડવાન્સ બુકિંગ, રિલીઝ પહેલાં જ 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
post

શાહરુખની આ ફિલ્મના મીડિયા રાઇટ્સ અંદાજે 100 કરોડમાં વેચાયા છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-16 18:21:18

મુંબઈ: શાહરુખ ખાનની 'પઠાન' 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ અંગે ચાહકો ઘણા જ ઉત્સુક જોવા મળી રહ્યા છે. શાહરુખ ખાન ચાર વર્ષના લાંબાગાળા પછી બિગ સ્ક્રીન પર પરત ફરી રહ્યો છે. વિદેશમાં આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. શરૂઆતના પરિણામો જોતા લાગે છે કે વિદેશમાં આ ફિલ્મ સુપરડુપર હિટ જવાની છે. ભારતમાં હજી સુધી આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થયું નથી.

જર્મનીમાં 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
કન્નડ સ્ટાર યશની 'KGF 2'એ જર્મનીમાં 144 હજાર યુરો (1.2 કરોડ)નો બિઝનેસ કર્યો હતો. ગયા વર્ષે મણિરત્નમની ફિલ્મ 'પોન્નિયિન સેલ્વન 1'155 હજાર યુરો (અંદાજે 1.36 કરોડ)નો વકરો કર્યો હતો. વાત હવે 'પઠાન'ની કરીએ તો આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ 150 હજાર યુરો (અંદાજે 1.32 કરોડ) જેટલું થઈ ગયું છે. જર્મનીમાં 'પઠાન'ના ઓપનિંગ વીકેન્ડ માટે 8500 ટિકિટ વેચાઈ છે, જેમાં 4000 ઓપનિંગ ડે માટે છે.

ફિલ્મ હજી સુધી રિલીઝ થઈ નથી અને એડવાન્સ બુકિંગ આટલું થઈ ગયું છે. 'KGF 2'નું લાઇફ ટાઇમ કલેક્શન જેટલું હતું, તેટલું તો 'પઠાન'નું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. 2016માં શાહરુખની ફિલ્મ 'દિલવાલે'143 હજાર યુરો (અંદાજે 1.25 કરોડ)નો બિઝનેસ કર્યો હતો. જર્મનીમાં શાહરુખ પોતાનો જ રેકોર્ડ તોડશે તેંમ માનવામાં આવે છે.

અમેરિકા ને ઓસ્ટ્રેલિયામાં જોરદાર બુકિંગ
શાહરુખ માટે અમેરિકા એક મોટું માર્કેટ રહ્યું છે. અમેરિકામાં 'પઠાન'ની અંદાજે 23 હજાર ટિકિટ વેચાઈ ગઈ છે. એડવાન્સ બુકિંગમાંથી 350 હજાર ડૉલર (2.8 કરોડ રૂપિયા)ની કમાણી થઈ છે. ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો એડવાન્સ બુકિંગમાંથી અંદાજે 80 હજાર ઓસ્ટ્રેલિયન ડૉલર (45 લાખ રૂપિયા)નું ગ્રોસ કલેક્શન થયું છે. ઓસ્ટ્રેલિયામાં ફર્સ્ડ ડે માટે 3000 ટિકિટનું વેચાણ થયું છે. સંયુક્ત અરબ અમીરાતમાં 3500 ટિકિટ વેચાઈ છે.

100 કરોડમાં ફિલ્મના રાઇટ્સ વેચાયા
શાહરુખની આ ફિલ્મના મીડિયા રાઇટ્સ અંદાજે 100 કરોડમાં વેચાયા છે. આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી છે અને ફિલ્મમાં જોન અબ્રાહમ પણ લીડ રોલમાં છે. સિદ્ધાર્થ આનંદના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં શાહરુખ ખાન ઉપરાંત દીપિકા પાદુકોણ, જ્હોન અબ્રાહમ, ડિમ્પલ કાપડિયા, આશુતોષ રાણા મહત્ત્વના રોલમાં છે.

વિદેશમાં બોલિવૂડની ટોપ ફાઇવ ફિલ્મનું કલેક્શન
વિદેશમાં થયેલી કમાણીની વાત કરીએ તો સલમાન ખાનની ફિલ્મ 'સુલ્તાન' ટોચના સ્થાને છે. જોકે, વિદેશની કમાણીમાં ચીનમાંથી થયેલી કમાણીને ગણવામાં આવી નથી.

1.    સુલ્તાન - 13.73 મિલિયન ડૉલર (111.60 કરોડ રૂપિયા)

2.    પદ્માવત - 12 મિલિયન ડૉલર (97.54 કરોડ રૂપિયા)

3.    ધૂમ 3 - 10.2 મિલિયન ડૉલર (82.91 કરોડ રૂપિયા)

4.    દંગલ - 9 મિલિયન ડૉલર (73.12 કરોડ રૂપિયા)

5.    પ્રેમ રતન ધન પાયો - 8.9 મિલિયન ડૉલર (72.34 કરોડ રૂપિયા)

 

adv

Related News

post
post
post
post
post
post
post