• Home
  • News
  • IPL રમી ચુકેલા શાહિદ આફ્રિદીએ કહ્યું- IPL ક્રિકેટ દુનિયાની મોટી બ્રાન્ડ; તેમાં રમવું બાબર આઝમ સહિત અન્ય પાકિસ્તાની ક્રિકેટર્સ માટે ગૌરવની વાત હશે
post

2008માં IPLની પહેલી સીઝનમાં 11 પાકિસ્તાની ક્રિકેટર્સ રમ્યા હતા, તે પછી તેમના રમવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-28 10:37:12

IPL -13 UAEમાં 19 સપ્ટેમ્બરથી ચાલી રહી છે. તેની શનિવાર સુધીમાં આઠ મેચ રમાઈ ગઈ છે. ફાઈનલ 10 નવેમ્બરના રોજ રમાશે. IPLમાં ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ, દક્ષિણ આફ્રિકા સહિતના ટેસ્ટ ક્રિકેટ રમનારા તમામ દેશોના ખેલાડીઓ તેમાં રમે છે. IPL (2008)ની પ્રથમ સીઝનમાં 11 પાકિસ્તાની ક્રિકેટરો પણ રમ્યા હતા. પરંતુ આ પછી પાકિસ્તાનના ખેલાડીઓ પર આ ટૂર્નામેન્ટમાં રમવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો. 2009માં શ્રીલંકાની ટીમ પર આતંકી હુમલો અને 26/11ની ઘટના પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે કોઈપણ પાકિસ્તાની ખેલાડી લીગમાં રમશે નહિ.

પાકિસ્તાની ક્રિકેટરો તક ગુમાવી રહ્યા છે
IPL
ની પ્રથમ સીઝનમાં રમનારા પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ અરબ ન્યૂઝને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું - ઈન્ડિયન પ્રીમિયર લીગ એ વિશ્વ ક્રિકેટની સૌથી મોટી બ્રાન્ડ છે. આમાં, પાકિસ્તાની ક્રિકેટરો રમ્યા વિના મોટી તક ગુમાવી રહ્યા છે. તેણે કહ્યું, “હું જાણું છું કે વર્લ્ડ ક્રિકેટમાં IPL એક મોટી બ્રાન્ડ છે. તેમાં રમવું બાબર આઝમ અને અન્ય પાકિસ્તાની ક્રિકેટરો માટે ગૌરવની વાત હશે. મને લાગે છે કે પાકિસ્તાની ક્રિકેટરો તેમાં ન રમીને મોટી તક ગુમાવે છે. "

શાહિદ આફ્રિદીએ કહ્યું - ભારતમાં ક્રિકેટનો આનંદ માણ્યો
આફ્રિદી - તેમાં કોઈ શંકા નથી કે મેં ભારતમાં ક્રિકેટની મજા માણી છે. મને હંમેશાં ભારતના લોકો તરફથી પ્રેમ અને આદર મળ્યો છે. જ્યારે પણ હું સોશિયલ મીડિયા પર કંઇક કહું છું, ત્યારે ભારતના લોકો મને મેસેજ કરે છે અને હું મોટાભાગના લોકોને જવાબ પણ આપું છું. હું માનું છું કે ભારતમાં મારો અનુભવ ઘણો સારો હતો.

IPLમાં આફ્રિદી
પ્રથમ સીઝન એટલે કે 2008માં, આફ્રિદીને ડેક્કન ચાર્જર્સ દ્વારા તેમની ટીમમાં શામેલ કરવામાં આવ્યો હતો. IPLની ટૂંકી કારકિર્દી દરમિયાન તેણે બેટિંગ કરતા બોલિંગમાં વધુ સારું પ્રદર્શન કરતા 10 મેચમાં 9 વિકેટ લીધી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post