• Home
  • News
  • ITની રેડ બાદ પીવીએસ શર્માનું ઘરની બહાર ધરણાં પ્રદર્શન, કહ્યું- મારા મૌલિક અધિકારનું હનન થયું છે, મારી પાસે રહેલાં ડોક્યુમેન્ટ અનેકના ભ્રષ્ટાચારને ઉજાગર કરશે સુરતએક કલાક પહેલા
post

167 કરોડનો ટેક્સ ભરવાનો આવતાં ગભરાયા, 80 લાખ જ ભર્યા: શર્મા

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-22 11:09:47

બુધવારે મોડી રાત્રે ઈન્કમટેક્સના અધિકારીઓએ પૂર્વ આઇટી ઓફિસર પીવીએસ શર્માના પિપલોદ સિટી જિમખાના સામે આવેલા ફોર સીઝન્સ એપાર્ટમેન્ટના સી વિંગના ચોથા માળે આવેલા ફ્લેટમાં પોલીસ બંદોબસ્ત સાથે દરોડા પાડ્યા છે. આ તપાસમાં સુરતની ટીમને સાઈડ પર મૂકી દેવામાં આવી છે. બુધવારે પીવીએસ શર્માના ટ્વીટને લઇને કલામંદિર જ્વેલર્સના સંચાલક મિલન શાહે સ્પષ્ટતા કરતાં દિવસભર વિવાદ ચર્ચામાં રહ્યો છે. ઈન્કમટેક્સના દરોડા પડ્યા બાદ આજે સવારે તેઓ પોતાના જ ઘરની બહાર કોમ્પ્લેક્સમાં ધરણાં પર બેસી ગયા છે. તેઓ "હું મારી લડત આગળ પણ ચલાવીશ" એવા નિવેદન આપી રહ્યા છે.

હું પણ 300 રેડથી વધારે કરી ચૂક્યો છું, મને કયા કાયદાથી રોકી શકે: પીવીએસ શર્મા
ધરણાં પર બેઠેલા પીવીએસ શર્માએ વાતચીતમાં જણાવ્યું હતું કે મારા મૌલિક અધિકારનું હનન થયું છે, IT (ઈન્કમટેક્સ ) દ્વારા ગઈકાલ રાતથી મારા પર જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેને મેં સહયોગ આપ્યો છે, પરંતુ હવે 10 કલાકથી વધારેનો સમય થઈ ગયો છે. મારા ફોનને પણ વાપરવા નથી દેતા. તો આ હું નહીં ચલાવી લઉં. હું પણ 300 રેડથી વધારે કરી ચૂક્યો છું. તે લોકો મને કયા કાયદાથી રોકી શકે. મને 27 તારીખે જવાબ આપવા માટે બોલાવવામાં આવ્યો હતો. તો એ પહેલાં રાત્રે રેડ પાડવાની શું જરૂર હતી. મારી પાસે જે ડોક્યુમેન્ટ છે જે આ લોકોના ભ્રષ્ટાચારને ઉજાગર કરી શકે છે, એનાથી એ લોકો ફફડી રહ્યા છે. ગઈકાલે રાત્રે 10:30થી સવારે 5 વાગ્યા સુધી મારા ઘરે સર્ચ ચાલી હતી.

વિવાદ બાદ રેડ
શહેરના કલામંદિર જ્વેલર્સ અને આઈટી અધિકારીઓ સામે કરચોરી અને ભ્રષ્ટાચારનો આરોપ મૂકનાર પૂર્વ આઈટી અધિકારી અને ભાજપના અગ્રણી પીવીએસ શર્માને ત્યાં જ ઇન્કમટેક્સની રેડ પડી છે. આઇટી વિભાગે શર્મા સામે તેમની મિલકતો બાબતે ક્વેરી કાઢતું સમન્સ મોકલ્યું હતું. જવાબમાં શર્માએ આપેલી વિગતથી અસંતુષ્ટ વિભાગે પોતાની મેળે તપાસ ચાલુ રાખી હતી. આ દરમિયાન કલામંદિર જ્વેલર્સ સામેનો વિવાદ વધુ ઘેરાયો હતો.

વિગત તૈયાર કરું છું, ભવિષ્યમાં હજી અનેક મોટા ધડાકા કરીશ
પીવીએસ શર્મા નોટબંધીની રાત્રિએ શહેરના જ્વેલર્સ દ્વારા જે કૌભાંડ આચરવામાં આવ્યું એની તપાસ ઈડી અને સીબીઆઈ દ્વારા કરવામાં આવે એ અંગેનું ટ્વીટ મેં કર્યું છે. એ સમયે કોઈ જ્વેલર્સ કે કંપનીના નામનો ઉલ્લેખ કર્યો નથી. હું મિલન શાહને ઓળખતો નથી. રૂ. 167 કરોડ ટેક્સ ભરવાની નોબત આ‌વતાં તેઓ ગભરાયા છે. જ્વેલર્સ અને કેટલાક ભ્રષ્ટ આવકવેરા અધિકારી મારી પાછળ પડ્યા છે. ધમકીઓ મળી રહી છે, પરંતુ હું ગભરાવાનો નથી. રૂ. 10 કરોડનો ફ્લેટ હોય તો તેઓ તેને લઈ લે અને સામે તેમનાં 5 મકાન મને આપી દે. આવનારા સમયમાં નોટબંધી દરમિયાન જે અનેક કૌભાંડ થયાં છે એની પણ વિગતો તૈયાર કરી રહ્યો છું, જે આવનારા સમયમાં જાહેર કરીશ. > પીવીએસ શર્મા, પૂર્વ ઈન્કમટેક્સ ઈન્સ્પેક્ટર અને ભાજપ અગ્રણી

ચોરેલાં ડોક્યુમેન્ટ ટ્વિટર પર મુકાયા, વિવાદ ઊભો કરાયો છે : મિલન શાહ
પીવીએસ વિવાદાસ્પદ પૂર્વ આઈટી ઓફિસર છે, ચોરેલાં ડોક્યુમેન્ટ ટ્વિટર પર મૂક્યાં છે, જે ગુનાહિત કાર્ય છે. પર્સનલ ફાયદા અને પ્રસિદ્ધિ માટે વિવાદ ઊભો કરાયો છે. વર્ષ 2016-17માં અમારી કંપનીએ કમાણી કરી એનાથી 12 ઘણો ટેક્સ અમે ભર્યો છે, જેની માહિતી આરઓસીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. માજી અધિકારી 15 વર્ષમાં કેમ નિવૃત્ત થયા છે અને તેમના ફ્લેટની કિંમત રૂ.10 કરોડથી વધુ છે. કોઈપણ આવક વિના એ કેવી રીતે શક્ય બને, જ્વેલરી રિટેઇલમાં કલામંદિર જ્વેલર્સ સૌથી વધુ ટેક્સ પેયર કંપની છે. અમારું રૂ.1300 કરોડનું ટર્નઓવર છે. 400 લોકોનો સ્ટાફ અમારી કંપનીમાં છે. ધંધાના રૂપિયા જ બેંકમાં જમા કર્યા હતા. કશું ખોટું કર્યું નથી.- મિલન શાહ, સંચાલક, કલામંદિર જ્વેલર્સ.

ભાજપમાં હોવા છતાં શર્માએ અવાજ ઉઠાવ્યો
પીવીએસ શર્માએ બે દિવસ પહેલાં વડાપ્રધાન મોદીને ટેગ કરીને ટ્વીટ કર્યું હતું કે એ સંદર્ભે કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે ભાજપમાં જ હોવા છતાં શર્માએ આ કૌભાંડ ઉજાગર કર્યું છે અને નોટબંધી ભાજપ સાથે ઘનિષ્ઠતાથી જોડાયેલા કેટલાક લોકો માટે આશીર્વાદ સાબિત થઇ. નોટબંધીની રાત્રિએ અન્ય જવેલર્સ દ્વારા પણ મોટા પ્રમાણમાં મની-લોન્ડરિંગ થયું હોઈ શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post