• Home
  • News
  • શર્લિન ચોપરાએ રાજ કુંદ્રાની સાથેના તેના સંબંધો વિશે જણાવ્યું, તેણે પોતાની વ્હોટ્સએપ ચેટ અને કોન્ટ્રેક્ટની ડિટેલ તપાસ ટીમને સોંપી
post

શિલ્પા શેટ્ટીએ તેના પતિ માટે અનેક વખત જામીન માટે અપીલ કરી છે, પરંતુ કોર્ટે તમામ અરજીઓ ફગાવી દીધી છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-07 14:28:45

પોર્નોગ્રાફી કેસમાં એક્ટ્રેસ શર્લિન ચોપરાની ક્રાઈમ બ્રાંચની પ્રોપર્ટી સેલ ટીમે 8 કલાક પૂછપરછ કરી છે. આ દરમિયાન એક્ટ્રેસના રાજ કુંદ્રાની સાથે તેના સંબંધો વિશે પૂછવામાં આવ્યું હતું. એક્ટ્રેસે શુક્રવાર બપોરે 12.15 કલાકે ક્રાઈમ બ્રાંચની ઓફિસ પહોંચી હતી અને રાત્રે 8 વાગે ઓફિસથી બહાર નીકળી. શર્લિને રાજ કુંદ્રાની વિરુદ્ધ ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે.

શર્લિનનો પોર્ન કેસમાં ધરપકડ અને જેલમાં બંધ રાજ કુંદ્રાની ફર્મ 'આર્મ્સપ્રાઈમ મીડિયા'ની સાથે કોન્ટ્રેક્ટ હતો. તે કોન્ટ્રેક્ટની કોપી લઈને ક્રાઈમ બ્રાંચની ઓફિસ પહોંચી હતી. શર્લિન ચોપરાને પ્રોપર્ટી સેલ વિભાગે 160 CRPCના અંતર્ગત સમન મોકલ્યું હતું.

બહાર આવ્યા બાદ એક્ટ્રેસે જણાવ્યું હતું કે આજે હું મુંબઈ પોલીસને મળવા ગઈ હતી, જ્યાં તેમણે મને રાજ કુંદ્રાના કેસ સાથે સંબંધિત અને આર્મ્સપ્રાઈમ મીડિયાને લઈને ઘણા સવાલ પૂછ્યા.

એક્ટ્રેસે જણાવ્યું હતું કે પોલીસે તેને પૂછ્યું કે રાજ કુંદ્રાની સાથે તેના સંબંધો કેવા હતા? એ સાથે પૂછવામાં આવ્યું કે રાજની અન્ય કંપનીઓ વિશે તે શું જાણે છે?

રાખી સાવંતને લઈને પણ શર્લિને કહ્યું
શર્લિને જણાવ્યું હતું કે તેણે પોલીસને ઘણી જાણકારીઓ આપી દીધી છે, કેમ કે તે આ રેકેટમાં ફસાયેલી છોકરીઓની મદદ કરવા માગે છે. તેણે પોલીસને કહ્યું હતું કે તેઓ તેને ગમે તેટલા સવાલ પૂછી શકે છે. આ દરમિયાન એક્ટ્રેસે રાખી સાવંત વિશે પણ વિરોધ દર્શાવ્યો હતો અને કહ્યું હતું કે રાખીએ જોયા જાણ્યા વગર કોઈના વિશે કંઈ ન કહેવું જોઈએ.

રાખીએ કહ્યું હતું કે રાજ કુંદ્રા એક સન્માનિત વ્યક્તિ છે અને શિલ્પા એક મહેનતુ અભિનેત્રી છે. કેટલાક લોકો રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી પાસેથી પૈસા વસૂલવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ તેમને બદનામ કરવાનો પ્રયાસ છે. હું વિશ્વાસ કરી શકતી નથી કે રાજ કુંદ્રાએ કંઈપણ આવું કર્યું હોય. તે એક સારી વ્યક્તિ છે.

વીડિયો શૂટને લઈને પૂછપરછ થઈ
શર્લિને જણાવ્યું કે, તેણે એ પણ પૂછવામાં આવ્યું હતું કે, મેં તેની (રાજની) સાથે કેટલા વીડિયો શૂટ કર્યા અને તે કયા કન્ટેન્ટ પ્રોડક્શનનો હિસ્સો હતા. આ વસ્તુઓની જાણકારી શેર કરતા આખો દિવસ પસાર થઈ ગયો. એટલે સુધી કે, મેં પણ પૂછ્યું કે હજી કોઈ સવાલ છે, કૃપા કરીને પૂછો કેમ કે હું તે તમામ મહિલાઓ, કલાકારો માટે ન્યાય ઈચ્છું છું, જે આ પોર્નોગ્રાફી રેકેટનો ભોગ બની છે.

વ્હોટ્સએપ ચેટ, એગ્રીમેન્ટની કોપી પોલીસને સોંપી
શર્લિને એ પણ કહ્યું કે, પ્રોપર્ટી સેલના અધિકારીઓએ તેને ખાતરી આપી કે 'આ કોઈ વ્યક્તિ સામે દુર્ભાવનાપૂર્ણ ઈરાદાનું કૃત્ય નથી' અને તેણે તપાસકર્તાઓને વ્હોટ્સએપ ચેટ, એગ્રીમેન્ટ, નિવેદનો આપ્યા હતા. શર્લિને પહેલા તેની કોપી આ કેસની તપાસ કરી રહેલી મહારાષ્ટ્ર સાઈબર સેલને જમા કરાવી હતી.

19 જુલાઈથી પોલીસની કસ્ટડીમાં છે રાજ કુંદ્રા
રાજ કુંદ્રા પ્રખ્યાત અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો પતિ છે. 19 જુલાઈની સાંજે મુંબઈ પોલીસે તેના ઘરેથી તેની ધરપકડ કરી હતી. ત્યાર બાદથી તે અત્યારસુધી જેલમાં છે. પોલીસે કુંદ્રાની હાજરીમાં શિલ્પાની પણ પૂછપરછ કરી હતી, પરંતુ અત્યારસુધી આ કેસમાં શિલ્પા સાથે સંબંધિત કોઈપણ લિંક પોલીસને નથી મળી. એને કારણે શિલ્પા શેટ્ટી અત્યારસુધી આ કેસથી બહાર છે.

10 ઓગસ્ટે રાજના જામીનને લઈને સુનાવણી થશે
શિલ્પા શેટ્ટીએ તેના પતિ માટે અનેક વખત જામીન માટે અપીલ કરી છે, પરંતુ કોર્ટે તમામ અરજીઓ ફગાવી દીધી છે. હવે એક તરફ અભિનેત્રી વતી બીજી અરજી દાખલ કરવામાં આવી છે, જેની સુનાવણી 10 ઓગસ્ટના રોજ થવાની છે. શિલ્પા આ કેસને લઈને પોતાના સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ પણ કરી ચૂકી છે, જેમાં તેણે કહ્યું છે કે તેને લાગે છે કે લોકો તેના પરિવારને લઈને ઘણી બધી વાતો કરી રહ્યા છે, જે એકમદ ખોટી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post