• Home
  • News
  • શિલ્પા શેટ્ટીએ કહ્યું 15 નંબર મારા માટે લકી, આજે 15 તારીખે દીકરી બે મહિનાની થઇ અને ટિક્ટોક પર 15 મિલિયન ફોલોઅર્સ
post

શિલ્પા શેટ્ટી ટિક્ટોક પર તેના પતિ રાજ કુન્દ્રા સાથે પણ ઘણા વીડિયો શેર કરતી રહે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-16 12:13:54

મુંબઈ: શિલ્પા શેટ્ટી અન્ય સોશિયલ મીડિયા એપની જેમ ટિક્ટોક પર પણ એક્ટિવ છે. શિલ્પા શેટ્ટીના ટિક્ટોક પર 15 મિલિયન એટલે કે દોઢ કરોડ ફોલોઅર્સ થઇ ગયા છે. આ વાત તેણે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને કરી છે. વીડિયોમાં તે તેની દીકરી સમિશા શેટ્ટી સાથે હતી. જોકે તેણે હજુ સુધી દીકરીનો ફોટો બહાર આવવા નથી દીધો.

શિલ્પાએ વીડિયોમાં કહ્યું કે 15 નંબર મારા માટે લકી સાબિત થઇ રહ્યો છે. 15 ફેબ્રુઆરીએ મારી દીકરી સમિશાનો જન્મ થયો. આજે 15 એપ્રિલે મારી દીકરી 2 મહિનાની થઇ અને એક મજાનો જોગાનુજોગ એવો પણ છે કે આજે ટિક્ટોક પર મારા 15 મિલિયન ફોલોઅર્સ પણ થઇ ગયા છે. આટલો પ્રેમ આપવા બદલ ખૂબ આભાર.

 

શિલ્પા શેટ્ટી ટિક્ટોક પર તેના પતિ રાજ કુન્દ્રા સાથે પણ ઘણા વીડિયો શેર કરતી રહે છે. બાકી આ લોકડાઉનમાં ઘરે રહીને તે પરિવાર સાથે સમય વિતાવી રહી છે. વર્કઆઉટ વીડિયો પણ શેર કરી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post