• Home
  • News
  • શિન્ઝો આબેના રાજકીય અંતિમ સંસ્કાર:PM મોદી અને જાપાનના રાજવી પરિવારે શ્રદ્ધાંજલિ આપી
post

PM મોદી સહિત વિશ્વભરના 700થી વધુ મહેમાનો હાજર રહ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-27 18:57:13

ટોક્યો: જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેનું આજે રાજકીય સન્માન સાથે સ્ટેટ ફ્યુનરલ ટોક્યોના નિપ્પોન બુડોકન કોમ્યુનિટી સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. અહીં મોદી સહિત વિશ્વના 700થી વધુ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી નેશનલ એથંમ થયું અને આબેને 19 તોપોંની સલામી આપવામાં આવી હતી. આબેની યાદમાં 2 મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું હતું.

આબેની 8 જુલાઈએ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ પછી 15 જુલાઈના રોજ પરિવારની હાજરીમાં શિંજોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આથી આજે યોજાઈ રહેલ સ્ટેટ ફ્યુનરલ પ્રતીકાત્મક છે. લોકો આ ફ્યુનરલનો વિરોધ કરી રહ્યા છે. નિપ્પોન બુડોકનની બહાર પ્રદર્શન ચાલુ છે.

ભારતના વડાપ્રધાન મોદી, અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સહિત 217 દેશના પ્રતિનિધિઓ ગઈકાલે રાત્રે, એટલે કે 26 સપ્ટેમ્બરે જાપાન પહોંચ્યા હતા. સ્ટેટ ફ્યૂનરલમાં સામેલ થતાં પહેલાં પીએમ નરેન્દ્ર મોદીએ જાપાનના પીએમ ફુમિયો કિશિદા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને દેશ વચ્ચેના સંબંધો મજબૂત કરવા અંગેની ચર્ચા થઈ હતી.

આબેની 8 જુલાઈના રોજ હત્યા કરવામાં આવી હતી
શિન્ઝો આબેના અંતિમસંસ્કાર ભારતીય સમય અનુસાર, સવારે 10:30 વાગ્યે (જાપાન સમય, બપોરે 2 વાગ્યે) ટોક્યોના નિપ્પોન બુડોકન કોમ્યુનિટી સેન્ટરમાં કરાયા હતા. આ કાર્યક્રમ લગભગ દોઢ કલાક ચાલ્યો હતો. આબેની 8 જુલાઈના રોજ ગોળી મારીને તેમની હત્યા કરવામાં આવી હતી. આ પછી 15 જુલાઈના રોજ પરિવારની હાજરીમાં શિન્ઝોના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. જોકે આજે કરવામાં આવેલ સ્ટેટ ફ્યૂનરલ પ્રતીકાત્મક છે.

સ્ટેટ ગેસ્ટ્સે આબેને શ્રદ્ધાંજલિ આપી
સ્ટેટ ગેસ્ટ્સ પહેલા રાજકીય અંતિમસંસ્કારમાં આબેને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી નેશનલ એંથમની સાથે જ આબેની યાદમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતુ. ફ્યૂનરલમાં વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા, સંસદના અધ્યક્ષ હિરોયુકી હાસોદા, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સબુરો ટોકારા અને આબેના નજીકના સાથી ભૂતપૂર્વ વડાપ્રધાન યોશિહિદે સુગા ભાષણ આપ્યું હતુ.

જાપાનની જનતાએ પણ પૂર્વ પીએમ આબેને શ્રદ્ધાંજલિ આપી

નેતાઓના ભાષણ પછી જાપાનનો શાહી પરિવાર શિન્ઝો આબેને શ્રદ્ધાંજલિ આપી હતી. જોકે પરંપરાના કારણે રાજા નરુહિતો, રાણી મસાકો, કિંગ એમેરિટસ અકિહિતો અને રાણી એમેરિટા મિચિકો આ બેઠકમાં ભાગ લીધો નહીં. રાજવી પરિવારના રાજદૂત પરિવાર વતી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ક્રાઉન પ્રિન્સ અકિશિનો અને તેમની પત્ની ક્રાઉન પ્રિન્સેસ કિકો કુડાન્ઝાકા પાર્ક ખાતે આબેને શ્રદ્ધાંજલિ આપી. અહીં સામાન્ય લોકો પણ આબેને શ્રદ્ધાંજલિ અર્પણ કરી શિન્ઝો આબેના અવશેષોના વિદાય સાથે સ્ટેટ ફ્યૂનરલ સેરેમનીનું સમાપન થયું હતુ.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post