• Home
  • News
  • શિવસેના સાંસદ સંજય રાઉતની કસ્ટડી 17 ઓક્ટોબર સુધી લંબાવાઈ
post

1 ઓગસ્ટના રોજ EDએ તેમની નાણાકીય અનિયમિતતાના આરોપમાં ધરપકડ કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-10 18:42:04

મુંબઈ: પાત્રા ચાલ કૌંભાડ મામલે શિવસેના સાંસદ સંજય રાઉતને આજે પણ રાહત નથી મળી. હવે તેમણે 17 ઓક્ટોબર સુધી જેલમાં રહેવું પડશે. તેમની કસ્ટડી 17 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે. તે દિવસે જ તેમની જામીન અરજી પર પણ સુનાવણી થશે. આ અગાઉ કોર્ટે 10 ઓક્ટોબર સુધી તેમને કસ્ટડીમાં મોકલ્યા હતા. 

1 ઓગસ્ટના રોજ EDએ તેમની નાણાકીય અનિયમિતતાના આરોપમાં ધરપકડ કરી હતી. 31 જુલાઈના રોજ ED અધિકારીઓએ શિવસેનાના નેતાના ઘણા સ્થળો પર દરોડા પાડ્યા હતા અને તેમના પરિવારના સભ્યોની પણ પૂછપરછ કરી હતી. અગાઉ 28 જૂને એજન્સીએ તેમને મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા હતા. આરોપ છે કે, પાત્રા ચાલ કેસમાં 1,034 કરોડ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે.

આ કૌભાંડમાં સંજય રાઉતની પત્નીનું નામ પણ જોડાયેલું છે. EDએ તેમને પૂછપરછ માટે સમન્સ પણ પાઠવ્યા હતા. રાઉતને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નજીકના સહયોગી માનવામાં આવે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, દરોડા દરમિયાન ઈડીએ તેના ઘરેથી 11.50 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા.

ગયા વર્ષે એપ્રિલમાં EDએ સંજય રાઉતની પત્નીની 11.15 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી જેમાં દાદરમાં એક ફ્લેટ પણ સામેલ હતો. આ સિવાય તેની પાસે સ્વપ્ના પાટકર સાથે ભાગીદારીમાં કેટલીક જમીન પણ હતી. EDનું કહેવું છે કે, સંજય રાઉતની પત્ની વર્ષાને આરોપી પ્રવીણ રાઉતની પત્ની માધવીએ પૈસા મોકલ્યા હતા. બંને વચ્ચે 1 કરોડ 6 લાખ રૂપિયાની લેવડદેવડ થઈ હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post