• Home
  • News
  • શોએબ અખ્તરે ટ્વિટર પર લખ્યું- બોર્ડર પારના ફેન્સ પણ તમારા માટે દુઆ માંગી રહ્યા છે; યુઝરે કહ્યું- બોર્ડર પાર આંતકવાદી રહે છે, તેમની દુઆ નથી જોઇતી
post

11 જુલાઈએ અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેકનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-16 11:17:43

પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે કોરોના સંક્રમિત અમિતાભ બચ્ચન જલ્દી સાજા થાય તે માટે પ્રાર્થના કરી છે. અખ્તરે ટ્વીટ કર્યું હતું કે, સરહદ પાર પણ અમિતાભના ચાહકો છે, જે તેમની સ્વસ્થતા માટે દુઆ કરી રહ્યા છે. આના પર યુઝર્સે અખ્તરને જોરદાર રીતે ટ્રોલ કર્યો હતો. એક યુઝરે લખ્યું કે સરહદ પાર આતંકવાદીઓ રહે છે. તેમની દુઆ નથી જોઇતી.

11 જુલાઈએ અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેકનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. બીજે દિવસે એશ્વર્યા અને આરાધ્યા પણ સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું. જયા બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ત્યારબાદ સચિન તેંડુલકર, હરભજન સિંહ અને મોહમ્મદ શમી સહિત રમત જગતના ઘણા દિગ્ગજોએ તેમના માટે પ્રાર્થના કરી. 

આતંકવાદીઓની પ્રાર્થના નથી જોઇતી
અખ્તરે ટ્વીટ કર્યું હતું, "અમિત જી જલ્દીથી સ્વસ્થ થાઓ. અમે પણ ટૂંક સમયમાં તમારી રિકવરી માટે દુઆ કરી રહ્યા છીએ." આના પર એક યુઝરે લખ્યું કે, બોર્ડર પાર આંતકવાદીઓ રહે છે. જલ્દીથી સાજા થવાની કોઈ પ્રાર્થના નથી જોઇતી.

અખ્તરે યુઝરને જવાબ આપ્યો
અખ્તરે જવાબ આપતા કહ્યું કે, "સાંભળવાનું કામ અલ્લાહનું છે. કોને ખબર એ કોની વાત સાંભળી લે ભાઈ? તમે લેબલ લગાવો એટલે એ ચોંટી ન જાય. ખુદા તમને સલામત રાખે.