• Home
  • News
  • ડેનમાર્કના શોપિંગ મોલમાં ગોળીબાર, 3 લોકોના મોત, હુમલાખોરની ધરપકડ
post

શહેરના એરપોર્ટ નજીક અમેગર જિલ્લામાં ફીલ્ડ શોપિંગ મોલમાં થયેલા ગોળીબારના મામલામાં 22 વર્ષીય ડેનમાર્ક યુવક (ડેનિશ યુવક)ની ધરપકડ કરવામાં આવી છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-07-04 10:38:39

કોપનહેગન: ડેનમાર્કની રાજધાની કોપનહેગન ખાતે શોપિંગ મોલમાં થયેલા ગોળીબારમાં ઓછામાં ઓછા 3 લોકોના મોત અને 3 લોકો ગંભીર રીતે ઘાયલ થવાની આશંકા છે. આ મોલ દેશના સૌથી મોટા શોપિંગ સેન્ટરોમાંથી એક છે. પોલીસે આ મામલામાં 22 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. રાજધાનીના એરપોર્ટ નજીક સ્થિત ફિલ્ડ્સ શોપિંગ મોલમાં રવિવારના ગોળીબાર બાદ પોલીસે ટ્વિટ કરીને અનેક લોકોને ગોળી વાગી હોવાની માહિતી આપી હતી. આ સિવાય પોલીસે કોઈ માહિતી આપી નથી. ગોળીબારની ઘટના અંગે શોક વ્યક્ત કરતા ડેનમાર્ક વડાપ્રધાન મેટે ફ્રેડરિક્સને કહ્યું હતું કે, 'આ ઘટના સમજની બહાર છે. જોકે તે હ્રદયદ્રાવક છે.'

કોપનહેગનના મેયર સોફી એચ એન્ડરસને ટ્વીટ કરીને ફીલ્ડ્સમાં થયેલા ગોળીબારની જાણકારી આપી હતી. આ ઘટનાને ખૂબ જ ગંભીર ઘટના ગણાવી છે પરંતુ આ ઘટનામાં કેટલા લોકો ઘાયલ થયા કે મૃત્યુ પામ્યા તે જણાવ્યું નથી. આ ઘટનામાં અનેક લોકો બૂમો પાડી રહ્યા છે અને તેઓ મોલની અંદર છુપાઈ ગયા છે. મોલમાં હાજર અન્ય એક વ્યક્તિના કહેવા પ્રમાણે, તેણે ગોળીબાર દરમિયાન ત્રણ-ચાર અવાજો સાંભળ્યા અને તે બાદ ભાગદોડ મચી ગઈ અને ચીસોના અવાજો આવવા લાગ્યા હતા. થોડી જ વારમાં સશસ્ત્ર પોલીસ અને ફાયર વિભાગના વાહનો મોલની બહાર પહોંચી ગયા હતા. 

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, શહેરના એરપોર્ટ નજીક અમેગર જિલ્લામાં ફીલ્ડ્સ શોપિંગ મોલમાં થયેલા ગોળીબારના મામલામાં 22 વર્ષીય ડેનમાર્ક યુવક (ડેનિશ યુવક)ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે, શોપિંગ મોલમાં ફાયરિંગ કરવામાં આવેલી ગોળીઓના કારણે અનેક લોકોને ગોળી વાગી હતી. ડેનમાર્ક પોલીસે કહ્યું હતું કે, 'આ એક આતંકવાદી ઘટના છે, જેને નકારી શકાય નહીં.

લારિટ્સ હર્મનસેને ડેનમાર્ક બ્રોડકાસ્ટર ડીઆરને કહ્યું હતું કે, તે પોતાના પરિવાર સાથે શોપિંગ સેન્ટરમાં કપડાંની દુકાનમાં હતો. ત્યારે તેણે '3થી 4 વિસ્ફોટ' સાંભળ્યા હતા. લારિટ્સ હર્મનસેને જણાવ્યું હતું કે, વિસ્ફોટ ખરેખર ખૂબ જોરદાર હતો એવું લાગતું હતું કે, દુકાનની બાજુમાં જ ગોળી ચલાવવામાં આવી રહી હતી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post