• Home
  • News
  • 'સિંઘમ' ફૅમ એક્ટ્રેસ કાજલ અગ્રવાલ પ્રેગ્નન્ટ, બેબી બમ્પ સાથેની તસવીર શૅર કરી
post

કાજલ અગ્રવાલના પતિ ગૌતમે સોશિયલ મીડિયામાં અનાઉન્સમેન્ટ કરી

Written By newsonline | Ahmedabad | Published: 2022-01-03 11:52:28

મુંબઈ: છેલ્લાં ઘણાં સમયથી ચર્ચા થતી હતી કે સાઉથ એક્ટ્રેસ કાજલ અગ્રવાલ પ્રેગ્નન્ટ છે. એક્ટ્રેસના પતિ ગૌતમે સોશિયલ મીડિયામાં આ વાતને કન્ફર્મ કરી છે. ગૌતમે નવા વર્ષ પર કાજલ અગ્રવાલની એક તસવીર શૅર કરી હતી.

સેલેબ્સે શુભેચ્છા પાઠવી
ગૌતમ કિચલુએ નવા વર્ષ પર પત્નીની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'તમારી તરફ જોઈ રહ્યો છું, 2022.' આ કેપ્શન સાથે ગૌતમે પ્રેગ્નન્ટ મહિલાની ઇમોજી પણ શૅર કરી છે. પોસ્ટ સામે આવતા જ ચાહકો તથા સેલેબ્સે કાજલ-ગૌતમને શુભેચ્છા પાઠવી હતી.

કાજલે બેબી બમ્પ સાથેની તસવીર શૅર કરી
કાજલે પણ નવા વર્ષે સો.મીડિયામાં એક તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં કાજલનો બેબી બમ્પ સ્પષ્ટ જોઈ શકાય છે. કાજલે કહ્યું હતું, 'મેં જૂના અંત માટે આંખો બંધ કરી લીધી છે અને નવી શરૂઆત માટે આંખો ખોલી છે. હેપ્પી ન્યૂ યર. હું 2021 માટે ઘણી જ આભારી છું અને આશા, વિનમ્રતા તથા પ્રેમ સાથે 2022માં આગળ વધી રહી છું.'

હાલમાં દુબઈમાં છે
કાજલ તથા ગૌતમ હાલમાં દુબઈમાં વેકેશન મનાવી રહ્યા છે. પરિવારના સભ્યો પણ તેની સાથે છે.

2020માં લગ્ન કર્યા હતા
કાજલ તથા ગૌતમે ઓક્ટોબર 2020માં મુંબઈમાં લગ્ન કર્યા હતા. કોરોનાને કારણે લગ્નમાં નિકટના સંબંધીઓ તથા મિત્રો સામેલ થયા હતા. નોંધનીય છે કે ગૌતમ કિચલુ એક બિઝનેસમેન છે અને તે ઇન્ટીરિયર તથા હોમ ડેકોર સાથે જોડાયેલા ઇ-કોમર્સ પ્લેટફોર્મ 'ડિસર્ન લિવિંગ'નો માલિક છે. કાજલે 'સિંઘમ', 'સ્પેશિયલ 26', 'મગધીરા' જેવી ફિલ્મમાં કામ કર્યું છે.

adv

Related News

post
post
post
post
post
post
post