• Home
  • News
  • સર જાડેજાએ ટી-20ની તલવાર મ્યાનમાં મૂકી, વન-ડે અને ટેસ્ટમાં રમતો રહેશે
post

રોહિત, કોહલી પછી જાડેજાએ નિવૃત્તિ જાહેર કરી, 15 વર્ષની T20I કરિયરને કહ્યું અલવિદા

Written By newsonline | Ahmedabad | Published: 2024-07-01 12:04:43

નવી દિલ્લી: ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ T20માંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે સોશિયલ મીડિયા પોસ્ટથી આની જાહેરાત કરી છે. રોહિત શર્મા, વિરાટ કોહલી પછી હવે જાડેજાએ રિટાયરમેન્ટ લીધું છે. ટીમ ઈન્ડિયાએ રવિવારે બાર્બાડોસમાં સાઉથ આફ્રિકાને ફાઈનલમાં હરાવીને 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપ જીત્યો હતો. તેના એક દિવસ પછી જાડેજાએ આ ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. ટીમના અન્ય બે દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્માએ ફાઈનલ જીત્યા બાદ તરત જ નિવૃત્તિની જાહેરાત કરી હતી.

T20 વર્લ્ડ કપ જીતવો એ એક સ્વપ્ન સમાન
જાડેજાએ પોતાની T20 ઈન્ટરનેશનલ રિટાયરમેન્ટની પોસ્ટ પર કહ્યું- હું ખરા હૃદયે T20 ઇન્ટરનેશનલને અલવિદા કહી રહ્યો છું. ગર્વથી દોડતા અડગ ઘોડાની જેમ, મેં હંમેશા મારા દેશ માટે મારું સર્વશ્રેષ્ઠ આપ્યું છે અને અન્ય ફોર્મેટમાં પણ તેમ કરવાનું ચાલુ રાખીશ. T20 વર્લ્ડ કપ જીતવો એ એક સ્વપ્ન સમાન, અને એ પુરું થયું. આ જે મારી T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની ટોચ હતી. યાદો, ઉત્સાહ અને અતૂટ સમર્થન બદલ આભાર. જય હિંદ. રવીન્દ્રસિંહ જાડેજા.

 

15 વર્ષની T20 કારકિર્દીને અલવિદા કહ્યું
જાડેજાએ 10 ફેબ્રુઆરી 2009ના રોજ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાની પ્રથમ મેચ શ્રીલંકા સામે કોલંબોમાં રમી હતી. પોતાની ડેબ્યૂ T20માં જાડેજાએ 4 ઓવરમાં 29 રન આપીને કોઈ વિકેટ લીધી ન હતી. જ્યારે બેટથી 7 બોલમાં 5 રન બનાવ્યા હતા. તેના ઓવરઓલ T20I કરિયરની વાત કરીએ તો તેણે 74 મેચમાં 21.45ની એવરેજથી 515 રન બનાવ્યા છે. જ્યારે બોલિંગમાં તેણે માત્ર 7.13ની ઇકોનોમીથી 54 વિકેટ ઝડપી છે.

adv

Related News

post
post
post
post
post
post
post