આર્મી ચીફ જનરલ બાજવાને ઝટકો, સુપ્રીમ કોર્ટે કાર્યકાળના વિસ્તારને અટકાવ્યો
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર
જાવેદ બાજવાને મોટો ઝાટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે આજે જનરલ બાજવાના કાર્યકાળ
વિસ્તારની સુચનાને આવતીકાલ સુધી પેન્ડિંગ રાખી છે. આ સિવાય સુપ્રીમ કોર્ટે જનરલ
બાજવા સહિત તમામ પક્ષોને નોટીસ પણ પાઠવી છે. અને આ મામલાની વધુ સુનાવણી બુધવાર
સુધી મુલત્વી રાખી છે. ઉલ્લેખનીય છે કે જનરલ બાજવા 29 નવેમ્બરે નિવૃત થઈ રહ્યાં છે.
પાક સેના
પ્રમુખ જાવેદ બાજવાના કાર્યકાળના વિસ્તારને લઈને સરકાર તરફથી કરવામાં આવેલી
પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશ(CJP) આસિફ સઈદ ખોસની
અધ્યક્ષતાવાળી 3 જજની બેન્ચે સરકારી સૂચનાને પેન્ડિંગ રાખી છે. સાથે જ
કોર્ટે સેના પ્રમુખ સહિત તમામ પક્ષોને નોટિસ પાઠવી અને સુનાવણી કાલ સુધી મુલત્વી
રાખી છે.
કોર્ટે ચીફ ઓફ આર્મી સ્ટાફ(COAS)ના 3 વર્ષના
કાર્યકાળના વિસ્તારને મંજૂરી આપવા માટે વડાપ્રધાનના અધિકાર પર સવાલ ઉઠાવ્યા, જેમાં કહેવામાં
આવ્યું કે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ માત્ર સૂચના જ આપી શકે છે.
ઓગસ્ટ 2019 દરમિયાન, વડાપ્રધાન
ઈમરાન ખાને તેને મંજૂરી આપતી સૂચનાને રાષ્ટ્રપતિની પાસે મોકલી હતી, જેને
રાષ્ટ્રપતિ ડોક્ટર આરીફ અલ્વીએ પોતાની સહમતિ આપી દીધી. કોર્ટે સવાલ ઉઠાવ્યો કે કાર્યકાળના
કોઈ પણ વિસ્તાર પર કોઈ પણ સૂચના COASનો વર્તમાન કાર્યકાળ પુરો થયા બાદ જ
બહાર પડી શકે છે, જે 28 નવેમ્બર 2019એ સમાપ્ત થઈ
રહ્યો છે.
પાકિસ્તાનના
અર્ટોની જનરલ તરફથી કહેવામાં આવ્યું કે કાર્યકાળમાં વિસ્તાર દેશની વર્તમાન
સુરક્ષાની સ્થિતિને જોતા કરવામાં આવ્યો હતો. જોકે કાર્ટે સરકારની સુચનાને પેન્ડિંગ
રાખી છે અને ચીફ ઓફ આર્મી સ્ટાફ સહિત તમામ પક્ષોને સુચના આપીને સુનાવણી 27 નવેમ્બર 2019 સુધી મુલત્વી
રાખવામાં આવી છે.