• Home
  • News
  • નવા ઓમિક્રોને ઉડાડી દુનિયાની ઊંઘ, ભારત સહિત 40 દેશોમાં આગમન; RT-PCR ટેસ્ટથી પણ પકડવો મુશ્કેલ
post

ઓમિક્રોનના ઓરિજિનલ સ્ટ્રેન BA.1ના S જનીન કે સ્પાઈક પ્રોટિનમાં મ્યુટેશન છે, જે RT-PCR ટેસ્ટમાં નજરે પડે છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-01-25 10:42:48

નવી દિલ્લી:  કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન લગભગ સમગ્ર દુનિયામાં ફેલાઈ ચૂક્યો છે. હવે ઓમિક્રોનના ઝડપથી ફેલાઈ રહેલા એક નવા સબ-સ્ટ્રેન (BA.2)એ દુનિયાની ઊંઘ ઉડાડી દીધી છે. ઓમિક્રોનના સબ-વેરિએન્ટથી એટલા માટે વધુ જોખમ છે, કેમકે RT-PCR ટેસ્ટ પણ તેને પકડી શકતો નથી.

અત્યાર સુધીમાં આ નવો સબ-વેરિએન્ટ દુનિયામાં ભારત સહિત 40 દેશોમાં પહોંચ્યો છે અને એવું મનાય છે કે આ વેરિએન્ટ ખૂબ ઝડપથી દુનિયાના બાકીના દેશોમાં પણ ફેલાઈ શકે છે.

એવામાં ચાલો જાણીએ કે આખરે શું છે ઓમિક્રોનનો નવો સબ-વેરિએન્ટ? કેમ તેને કહેવામાં આવે છે સ્ટેલ્થ વર્ઝન? ભારત અને દુનિયા માટે છે શું જોખમ?

ઓમિક્રોનના નવા સબ-સ્ટ્રેનથી નવી લહેરનો ખતરો
કોરોના વેરિએન્ટ ઓમિક્રોનના એક નવા સબ વેરિએન્ટ BA.2ની ઓળખ કરવામાં આવી છે. તેને સ્ટેલ્થ ઓમિક્રોનકહેવામાં આવી રહ્યો છે. આ નવો સબ વેરિએન્ટ ઓમિક્રોનના બાકીના સ્ટ્રેનને પાછળ છોડીને દુનિયાના અનેક દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. કેટલાક એક્સપર્ટ્સ તેને કોરોનાનો નવો વેરિએન્ટ અને કેટલાક ઓમિક્રોનનો ભાઈકહી રહ્યા છે.

સ્ટેલ્થ ઓમિક્રોનકહેવાતા આ સબ વેરિએન્ટના કેસ ભારત સહિત દુનિયાના 40 દેશોમાં મળ્યા છે. સ્ટેલ્થ ઓમિક્રોનને અગાઉના સ્ટ્રેનથી પણ વધુ ઝડપથી ફેલાતો હોવાનું માનવામાં આવે છે અને તેનાથી દુનિયામાં કોરોનાની વધુ ભયાનક લહેર આવવાનું જોખમ પેદા થઈ ગયું છે.

શું છે ઓમિક્રોનનો નવો સબ-વેરિએન્ટ?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને 26 નવેમ્બર, 2021ના રોજ ઓમિક્રોન કે B.1.1.529ને વેરિએન્ટ ઓફ કન્સર્ન જાહેર કર્યો હતો. WHOના અનુસાર ઓમિક્રોનના ત્રણ સબ વેરિએન્ટઃ BA.1, BA.2 અને BA.3 છે. 23 ડિસેમ્બર 2021 સુધી ઓમિક્રોનના 99% સિક્વન્સ્ડ કેસોમાં સબ વેરિએન્ટ BA.1 મળ્યો હતો પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં ઓમિક્રોનનો બીજો સબ વેરિએન્ટ BA.2 કે સ્ટેલ્થ ઓમિક્રોનઝડપથી ફેલાઈ રહ્યો છે.

એવું મનાય છે કે આવનારા દિવસોમાં નવા સબ-વેરિએન્ટના કારણે ભારત સહિત દુનિયાભરમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.

વેરિએન્ટ અંડર ઈન્વેસ્ટિગેશનબન્યો સ્ટેલ્થ ઓમિક્રોન
UK
ની હેલ્થ સિક્યુરિટી એજન્સી (UKHSA)સ્ટેલ્થ ઓમિક્રોનકહેવાતા કોરોનાના નવા સબ-વેરિએન્ટને વેરિએન્ટ અંડર ઈન્વેસ્ટિગેશનરાખ્યો છે. કોઈ વાયરસની ગંભીરતાના હિસાબે તેને અલગ-અલગ શ્રેણીમાં રાખવામાં આવે છે. વેરિએન્ટ અંડર ઈન્વેસ્ટિગેશન-વેરિએન્ટ ઓફ કન્સર્નથી એક લેવલ નીચેની શ્રેણી છે.

બ્રિટનમાં 10 જાન્યુઆરી સુધી નવા સ્ટેલ્થ ઓમિક્રોનના 426 કેસ મળી ચૂક્યા હતા. જો કે નવા સબ-વેરિએન્ટના કેસોની વાસ્તવિક સંખ્યા તેનાથી ઘણી વધુ હોઈ શકે છે, કેમકે ખૂબ ઓછા કેસની જ નવા વેરિએન્ટના હિસાબે તપાસ થાય છે.

દુનિયાના 40 દેશોમાં મળ્યા 8 હજારથી વધુ કેસ
દુનિયાભરના હેલ્થ એક્સપર્ટ અને વિજ્ઞાનીઓ ઓમિક્રોનના નવા સબ વેરિએન્ટ કે સ્ટેલ્થ ઓમિક્રોનની તપાસ લાગ્યા છે. કોરોનાનો આ નવા સબ-વેરિએન્ટ યુરોપ પછી હવે એશિયન દેશોમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

·         અત્યારે એ જાણી શકાયું નથી કે સ્ટેલ્થ ઓમિક્રોનનો પ્રથમ કેસ દુનિયામાં ક્યાં મળ્યો હતો.

·         WHOના અનુસાર, કોરોનાના નવા સબ વેરિએન્ટના 40થી વધુ દેશોમાં 8 હજારથી વધુ કેસ મળી ચૂક્યા છે.-ભારતે સ્ટેલ્થ ઓમિક્રોના 526 સેમ્પલને GISAIDની પાસે મોકલ્યા છે.

·         INSACOGએ કહ્યું કે દેશમાં સ્ટેલ્થ ઓમિક્રોનના કેસો મોટી સંખ્યામાં મળી રહ્યા છે.

·         બ્રિટનમાં કોરોનાના નવા સબ-વેરિએન્ટનો પ્રથમ કેસ 6 ડિસેમ્બર 2021ના જ મળી ચૂક્યો હતો અને અત્યાર સુધી ત્યાં તેના 400થી વધુ કેસ મળી ચૂક્યા છે.

·         જે દેશોમા કોરોનાના નવા સબ વેરિએન્ટના કેસ મળ્યા છે, તેમાં ભારત, બ્રિટન, અમેરિકા, ડેનમાર્ક, જર્મની, ફ્રાંસ, નોર્વે, સ્વીડન, ઓસ્ટ્રેલિયા અને સિંગાપોર જેવા દેશ સામેલ છે.

·         ઈન્ફ્લુએન્ઝા વાયરસ અને કોરોના વાયરસનો ગ્લોબલ જિનોમ ડેટા ઉપલબ્ધ કરાવનારા મુખ્ય સોર્સ GISAIDને દુનિયાભરના 40 દેશોએ નવા કોરોના સબ વેરિએન્ટ (BA.2)ના 8 હજારથી વધુ જિનોમ સિક્વન્સ સેમ્પલ મોકલ્યા છે.

·         ઓમિક્રોન સબ વેરિએન્ટનું પ્રથમ સેમ્પલ ફિલિપાઈન્સે મોકલ્યું હતું. અત્યાર સુધીમાં ડેનમાર્કે સૌથી વધુ 6411 સેમ્પલ, ભારતે 530, સ્વીડને 181, સિંગાપોરે 127 સેમ્પલ મોકલ્યા છે. આ ઉપરાંત બ્રિટને પણ 100થી વધુ સેમ્પલ મોકલ્યા છે.

·         ભારતમાં ઓમિક્રોનના કમ્યુનિટી ટ્રાન્સમિશન પાછ નવો સબ-સ્ટ્રેન?

·         દેશમાં કોરોના મહામારીની શરૂઆત પછીથી પ્રથમવાર કોઈ સરકારી સંસ્થાએ સ્વીકાર્યુ છે કે કોરોનાનું કમ્યુનિટી ટ્રાન્સમિશન થઈ રહ્યું છે.

·         દેશમાં જિનોમ સિક્વન્સિંગના અભ્યાસ અને દેખરેખ રાખતા સરકારી ફોરમ ઈન્ડિયન SARS-C0V-2 જિનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG)એ રવિવારે કહ્યું કે દેશમાં ઓમિક્રોનનું કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ચૂક્યું છે.

·         INSACOGએ કહ્યું, “ઓમિક્રોનનું અત્યારે ભારતતમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન થઈ રહ્યું છે અને અનેક મેટ્રો સિટીઝમાં આ ડોમિનન્ટ વેરિએન્ટ બની ગયો છે, જ્યાં નવા કેસ ઝડપથી વધી રહ્યા છે.

·         INSACOGએ નવા કોરોના સબ વેરિએન્ટને લઈને કહ્યું છે કે તેના કેસ મોટી સંખ્યામાં મળી રહ્યા છે.

·         INSACOGએ ચેતવણી આપી છે કે નવા સબ-વેરિએન્ટના મળ્યા પછી હવે S જનીન ડ્રોપઆઉટ આધારિત સ્ક્રિનિંગથી અનેક ફોલ્સ નેગેટિવરિઝલ્ટ મળવાની સંભાવના ખૂબ વધી ગઈ છે.

·         ફોલ્સ નેગેટિવરિઝલ્ટનો મતલબ છે કે નેગેટિવ RT-PCR રિપોર્ટ ટેસ્ટ કરાયેલા સેમ્પલની સાચી સ્થિતિ બતાવી શકતો નથી અને નેગેટિવ રિઝલ્ટ પછી વાસ્તવમાં વ્યક્તિ કોરોના પોઝિટિવ હોઈ શકે છે.

·         INSACOGના અનુસાર દેશના મોટા મહાનગરો-દિલ્હી, મુંબઈમાં ઓમિક્રોન ડોમિનન્ટ વેરિએન્ટ બની ગયો છે.

·         કોલકાતાના 80% નવા કેસમાં ઓમિક્રોનનો નવો સબ-વેરિએન્ટ કે સ્ટેલ્થ ઓમિક્રોનદેખાયો છે.

શું સૌથી ખતરનાક છે નવો સબ વેરિએન્ટ?
જિનોમ સિક્વન્સિંગ માટે જવાબદાર સંસ્થા INSACOGએ આવનારા દિવસોમાં દેશમાં ઓમિક્રોનના કેસ ઝડપથી વધવાની આશંકા વ્યક્ત કરી છે. INSACOGએ કહ્યું છે કે કેસ વધવાનું એક કારણ સ્ટેલ્થ ઓમિક્રોન પણ હોઈ શકે છે, કેમકે દેશમાં મોટી સંખ્યામાં નવા સબ-સ્ટ્રેનના કેસ મળ્યા છે.

જેટલી ઝડપથી નવો સબ-વેરિએન્ટ કેટલાક દેશોમાં ફેલાયો છે, તેનાથી વિશેષજ્ઞો સ્તબ્ધ છે. ફ્રાંસના મહામારી વિશેષજ્ઞ એન્ટની ફ્લાહોલ્ટે ડેનમાર્કમાં નવા સબ વેરિએન્ટના ફેલાવાની ઝડપ પર આશ્ચર્ય પ્રકટ કર્યું છે. માત્ર થોડા જ દિવસોમાં આ નવો સબ-સ્ટ્રેન 40 દેશઓમાં પહોંચી ચૂક્યો છે.

ડેનમાર્કમાં ડિસેમ્બરના અંત સુધીમાં નવા સબ વેરિએન્ટના 20% કેસ હતા, જ્યારે જાન્યુઆરી મધ્ય સુધીમાં નવા સબ વેરિએન્ટના કેસ 45% સુધી પહોંચી ગયા. ડેનમાર્કમાં આ સપ્તાહે 30 હજારથી વધુ નવા કેસ આવ્યા છે, જે અગાઉની કોરોના લહેરની પીકથી 10 ગણા વધુ છે.

સ્ટેલ્થ ઓમિક્રોનની સંક્રામકતાને જોઈને કેટલાક એક્સપર્ટ તેને નવો વેરિએન્ટ ઘોષિત કરવાની પણ માગ કરી રહ્યા છે. યુકે હેલ્થ એજન્સીના કોવિડ-19 ઈન્સિડન્ટ ડાયરેક્ટર ડોક્ટર મીરા ચાંદ કહે છે કે વાયરસની પ્રકૃતિ જ મ્યુટેટ અને ઈવોલ્વ કરવાની હોય છે તેથી મહામારી આગળ વધવાની સાથે જ નવા વેરિએન્ટના આવવાની સંભાવના બની રહે છે.

શું નવો સબ વેરિએન્ટ સૌથી વધુ ખતરનાક છે? તેના અંગે ડો. ચાંદ કહે છે કે હજુ આ અંગે પૂરતા પુરાવા મળ્યા નથી કે નવા સબ વેરિએન્ટથી ઓમિક્રોનના પ્રથમ સ્ટ્રેનના મુકાબલે વધુ ગંભીર બીમારી થાય છે. પરંતુ તેની તપાસ ચાલે છે.

ઈમ્પિરિયલ કોલેજ, લંડનના મહામારી વિશેષજ્ઞ ટોમ પીકોકે કહ્યું છે કે ભારત અને ડેનમાર્કના પ્રારંભિક પરિણામો દર્શાવે છે કે ઓમિક્રોનના નવા સબ-વેરિએન્ટ BA.2માં અગાઉના સ્ટ્રેન BA.1ની તુલનામાં લક્ષણની ગંભીરતાના મામલે કોઈ મોટો ફેરફાર નથી અને એ વાતની શક્યતા ઓછી છે કે નવો સબ વેરિએન્ટ હાલની વેક્સિનની અસરકારકતાને ખતમ કરી દેશે.

સ્ટેલ્થ ઓમિક્રોનને RT_PCR ટેસ્ટમાં પકડવો મુશ્કેલ કેમ?

·         નવા કોરોના સબ વેરિએન્ટને સ્ટેલ્થ ઓમિક્રોનકે છૂપાયેલો ઓમિક્રોનએટલા માટે કહેવામાં આવે છે કેમકે કોરોના ટેસ્ટ અનેકવાર તેને પકડવામાં નિષ્ફળ રહે છે.

·         ફોર્ચ્યુનના રિપોર્ટ અનુસાર, રિસર્ચર્સ કહે છે કે સ્ટેલ્થ ઓમિક્રોનના મ્યુટેશન ઓમિક્રોનના અગાઉના સ્ટ્રેનના મ્યુટેશનથી અલગ છે.

·         ઓમિક્રોનના BA.1 સ્ટ્રેનની તુલનામાં નવા સબ વેરિએન્ટ (BA.2)માં 28 યુનિક મ્યુટેશન હોઈ શકે છે, જો કે આ નવા સબ વેરિએન્ટમાં પણ અગાઉના સ્ટ્રેનથઈ મળતા આવતા 32 મ્યુટેશન પણ છે.

·         ઓમિક્રોનના ઓરિજિનલ સ્ટ્રેન BA.1ના S જનીન કે સ્પાઈક પ્રોટિનમાં મ્યુટેશન છે, જે RT-PCR ટેસ્ટમાં નજરે પડે છે.

·         વાસ્તવમાં, કોરોના સેમ્પલની તપાસમાં જો S જનીન ન મળે તો વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રમિત હોવાનો ખ્યાલ આવી જાય છે.

·         નવા સબ વેરિએન્ટ (BA.2)ના S જનીનમાં અગાઉના સ્ટ્રેન જેવા મ્યુટેશન નથી, જેનાથી RT-PCR ટેસ્ટમાં આ વેરિએન્ટને પકડવો મુશ્કેલ હોય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post