• Home
  • News
  • ‘છોટા પેકેટ બડા ધમાકા’:વડગામના મોટી ગીડાસણ ગામની ભવ્યાની કલાએ દેશના સીમાડા ઓળંગ્યા; 4 ફિલ્મોમાં કામ કર્યું
post

4 વર્ષની ઉંમરે મોડેલિંગ શરૂ કર્યું, 10 વર્ષની ઉંમરે 250 ઓડિશન આપી દીધા

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-08 10:53:26

બનાસકાંઠા જિલ્લાની એક નાનકડા ગામની અગિયાર વરસની ભવ્યા શિરોહી નામની દીકરીએ પોતાના કલા સ્વરુપે દેશના સીમાડા ઓળંગી દીધા છે. 10 વર્ષની ઉંમરે 250 ઓડિશન આપી દીધા હાલમાં ધોરણ 6 અભ્યાસ કરે છે.

4 વર્ષની ઉંમરે મોડલિંગ કરી ફિલ્મોમાં કામ કર્યું
વડગામ તાલુકાના મોટી ગીડાસણ ગામના અને હાલમાં અમદાવાદના નિકોલ ખાતે રહે છે આમ તો ભવ્યાનો પરિવાર મૂળ રાજસ્થાનનો છે તેમને વારસામાં ભવાઈ મળેલી છે આ બાબતે ભવ્યાના પિતા કુમારપાળએ જણાવ્યું હતું કે, દાદા પરદાદાનો ધંધો વ્યવસાય ભવાઈનો હતો.પરંતુ પિતાને સરકારી નોકરી મળતાં આ બધું છોડી દીધું હતું ભવ્યાના પિતા એક પ્રાઇવેટ કંપનીના નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે જેઓની આર્થિક પરિસ્થિતિ મધ્યમવર્ગની છે પરંતુ કુમારપાળની દીકરી ભવ્યા હાલ ધો.6માં અમદાવાદ ખાતે અભ્યાસ કરે છે એને બાળપણથી ડાન્સિંગ, મોડેલિંગ અને અભિનય કરવાનો શોખ હતો.ભવ્યાએ 4 વર્ષની ઉંમરે જ મોડલિંગની શરૂઆત કરી હતી પછી તેને ધીરે ધીરે ટીવીની એડમાં કામ મળવા લાગ્યું ત્યારબાદ ફિલ્મોમાં પણ કામ કરવાનો અવસર મળ્યો હતો.

10 વર્ષની વયે ફિલ્મો, એપિસોડ અને સિંગર તરીકે કામ કર્યુ
અત્યાર સુધી ભવ્યાએ 40 એડમાં તેમજ પાંચ ગુજરાતી ફિલ્મોમાં મોડલિંગ સોમો અદભુત પરફોમન્સ કરી ચુકી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પણ ભવ્યા એક એપિસોડમાં જોવા મળી હતી. બોલિવૂડ અને ગુજરાતી જાણીતા કલાકારો સાથે પણ સિંગર તરીકે કામ કર્યું છે. ભવ્યા 10 વર્ષની ઉંમરે પ્રતિક ગાંધી જેવા સ્ટાર સાથે ત્રણ વખત કામ કરી ચૂકી છે અત્યાર સુધી 250 થી વધારે ઓડિશન આપી દીધા છે. હાલમાં આ દીકરીએ સિદ્ધિ હાસલ કરી ગા અને રાજ્યનું ગૌરવ વધારી રહી છે.

દીકરીને આગળ લાવવા પિતા ગુરુ બન્યા
ભવ્યાની સિદ્ધિ પાછળ ચોંકાવનારી વાત એવી છે કે કોઈ જ પ્રોફેશનલ ટ્યુશન ક્લાસિક રાખ્યા નહોતા ભવ્યાના પિતાએ ઓનલાઇન વીડિયો જોઈને દીકરી ભવ્યાને ટ્રેનિંગ આપી અને સરસ ઘડતર કર્યું. ભવ્યાને કોઈ જગ્યાએ રિહર્સલ હોય કે શાળામાં એક્ટિંગ હોય, કોચ હોય કે પછી ગુરુ હોય, જે ગણો તે ભવ્યાના પિતા છે.

વતનનું નામ ગુંજતું રાખવા પિતાએ દીકરીની અટક પાછળ સિરોહી રાખ્યું
દીકરીના પિતાએ પોતાના વતનનું નામ દેશ-વિદેશમાં ગુંજતું રહે તે માટે દીકરી ભાવ્યાના પિતા કુમારપાળે દીકરીની અટક પાછળ ભાવ્યા સિરોહી રાખ્યું છે.

આ સીરીયલ તેમજ ફિલ્મોમાં કામ કર્યું
1.
મેરે પાપા સુપર હીરો
2.
રામણિક ઈન પ્રોબ્લમ
3.
બેટી
4.
વિઠ્ઠલ તીડી
5.
સાંભળો છો (ભાગ 2)
6.
લવની લવ સ્ટોરી
7.
રોશની
8.
ગુજરાતી વેડિંગ ઈન ગોવા
9.
તારક ચશ્માં કા ઉલટા ચશ્માં

 

adv

Related News

post
post
post
post
post
post
post