• Home
  • News
  • સલમાન બાદ પોપ સ્ટાર સાથે સર્પદંશની ઘટના બની:પોપ સિંગર માએટાને શૂટિંગ દરમિયાન સાપે ચહેરા પર ડંખ માર્યો
post

પીપલ મેગેઝિનના રિપોર્ટ પ્રમાણે, મ્યૂઝિક વીડિયો માટે ઉપયોગ કરવામાં આવેલા સાપ ઝેરી હોતા નથી

Written By newsonline | Ahmedabad | Published: 2021-12-28 11:41:32

અમેરિકન પોપ સિંગર માએટાને સાપે ડંખ માર્યો છે. સાપે ડંખ માર્યો તેનો વીડિયો સિંગરે સો.મીડિયા અકાઉન્ટમાં શૅર કર્યો છે. આ વીડિયો ઘણો જ વાઇરલ થયો છે. માએટાએ આલ્બમના શૂટિંગ દરમિયાનની વીડિયો ક્લિપ શૅર કરી છે. શૂટિંગ સમયે તે સાપની વચ્ચે હોય છે. એપ્રિલ, 2021માં માએટાને જે ઝેડના લેબલ રોક નેશન માટે સાઇન કરવામાં આવી હતી.

હડપચી પર સાપે ડંખ માર્યો
વીડિયોમાં માએટા સૂતી જોવા મળે છે. આ દરમિયાન એક સાપ તેને ચહેરા પર ડંખ મારે છે. સાપે ડંખ મારતા જ સિંગર સાપને દૂર ફેંકે છે અને તરત જ સાઇડમાં જતી રહી છે. આ વીડિયો ક્લિપ શૅર કરીને માએટાએ કહ્યું હતું, 'તમારા માટે વીડિયો બનાવવા માટે હું શું કરી રહી છું.' ઉલ્લેખનીય છે કે આ ઘટના સાત દિવસ પહેલાં બની હતી, પરંતુ વીડિયો હાલમાં વાઇરલ થયો છે.

સાપ ઝેરી નહોતો
પીપલ મેગેઝિનના રિપોર્ટ પ્રમાણે, મ્યૂઝિક વીડિયો માટે ઉપયોગ કરવામાં આવેલા સાપ ઝેરી હોતા નથી. સાપે માત્ર ચહેરા પર ડંખ માર્યો હતો, માએટાને અન્ય કોઈ ઈજા થઈ નથી. માએટાએ યંગ એજમાં સાઉન્ડક્લાઉડ પર ગીત પોસ્ટ કરવાનું શરૂ કર્યું હતું. જે ઝેડના મેનેજ્ડ લેબલ રોક નેશને તેનેર સાઇન કરી હતી અને માએટાએ ફર્સ્ટ આલ્બમ 'હેબિટ્સ' રિલીઝ કર્યો હતો.

હાલમાં સલમાનને પણ સાપે ડંખ માર્યો હતો
સલમાન ખાનને પણ જન્મદિવસ પહેલાં અર્પિતા ફાર્મ હાઉસમાં સાપે ડંખ માર્યો હતો. સલમાન ખાન છ કલાક હોસ્પિટલમાં રહ્યો હતો અને પછી તેણે બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. સલમાનને કરડેલો સાપ ઝેરી નહોતો.

adv

Related News

post
post
post
post
post
post
post