• Home
  • News
  • ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 51 લાખથી વધુ શ્રદ્ધાળુએ માતા વૈષ્ણોદેવીના દર્શન કર્યા, રોજ કટરા 20 હજાર આવી રહ્યા છે
post

હરિયાણા, પંજાબ, હિમાચલ સહિત દેશભરમાંથી લોકો આવી રહ્યા છે, સંખ્યા હજુ વધશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-12-13 11:32:36

નવી દિલ્લી: માતા વૈષ્ણોદેવીના દરબારમાં શ્રદ્ધાળુઓનો જમાવડો થઈ રહ્યો છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 51.22 લાખ શ્રદ્ધાળુઓ વૈષ્ણોદેવીના દર્શન કરી ચૂક્યા છે. શ્રીમાતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડ અનુસાર દરરોજ 20 હજાર શ્રદ્ધાળુઓ કટરા બેઝ કેમ્પમાં પહોંચી રહ્યા છે. હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ જેવા પાડોશી રાજ્યો સહિત દેશભરથી શ્રદ્ધાળુઓ દર્શનો માટે પહોંચી રહ્યા છે. પાડોશી રાજ્યોના શ્રદ્ધાળુ શનિવારે વધુ આવે છે.

બોર્ડના એક વરિષ્ઠ અધિકારી અનુસાર નવા વર્ષ દરમિયાન શ્રદ્ધાળુઓની આવક હજુ વધવાની સંભાવના છે. બોર્ડે કોરોના કાળને ધ્યાનમાં રાખી શ્રદ્ધાળુઓ માટે અપીલ પણ જારી કરી છે. બોર્ડે કહ્યું કે માતાના દર્શન માટે આવનારા શ્રદ્ધાળુ કોરોના ગાઈડલાઈનનું કડક રીતે પાલન કરે. કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને કારણે વધુ સાવચેતી વર્તવાની જરૂર છે. બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે કોરોના સંક્રમણના ફેલાવાને રોકવા માટે અનેક પગલાં ભર્યા છે. તેમાં સંપૂર્ણ પરિસરને સેનિટાઈઝ કરાય છે.

કોરોના ગાઈડલાઈનનું પાલન સુનિશ્ચિત કરાયા છે. બોર્ડે શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે કોરોના સંક્રમણને ફેલાતો રોકવા સહયોગ કરે. માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે. તેના માટે મલ્ટી પર્પઝ ઓડિયો સિસ્ટમથી એનાસઉન્સમેન્ટ સહિત યાત્રા માર્ગમાં હાઈટેક વીડિયો વૉલ પર પણ પ્રેઝેન્ટેશન અપાય છે.

નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ જરૂરી, શ્રદ્ધાળુઓનું થર્મલ સ્કેનિંગ
શ્રદ્ધાળુઓ માટે નેગેટિવ આરટીપીસીઆર ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત કરાયો છે. રિપોર્ટ 72 કલાકથી વધુ જૂનો ન હોવો જોઇએ. શ્રદ્ધાળુઓનું થર્મલ સ્કેનિંગ કરી તાપમાન ચકાસાય છે. ચાલુ મહિનાના પહેલા સપ્તાહમાં બેઝ કેમ્પમાં તપાસમાં 200 શ્રદ્ધાળુઓ પોઝિટિવ મળી આવ્યા હતા.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post