• Home
  • News
  • ત્રીજી લહેરની દહેશત વચ્ચે દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના આટલા નવા કેસ, 499 લોકોના મોત
post

અત્યાર સુધીમાં કુલ કોરોના સંક્રમિતોનો આંકડો 3,11,44,229 પર પહોંચી ગયો છે. હાલ દેશમાં 4,21,665 દર્દીઓ સારવાર હેઠળ છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-19 10:40:22

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Coronavirus) ના નવા 38 હજારથી વધુ દર્દીઓ નોંધાયા છે. જ્યારે 499 લોકોએ એક દિવસમાં કોરોનાથી જીવ ગુમાવ્યા છે. 

એક દિવસમાં 38 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા 38,164 દર્દીઓ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ કોરોના સંક્રમિતોનો આંકડો 3,11,44,229 પર પહોંચી ગયો છે. હાલ દેશમાં 4,21,665 દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં 38,660 દર્દીઓ કોરોનાને માત આપીને રિકવર થયા છે.  આ સાથે કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3,03,08,456 થઈ છે. 

24 કલાકમાં 499 લોકોના કોરોનાથી મોત
સરકારી આંકડા મુજબ દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 499 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ  સાથે કોરોનાથી અત્યાર સુધીમાં કુલ મૃત્યુની સંખ્યા 4,14,108 થઈ છે. કોરોના સામેની લડતમાં રસી એક મહત્વનું હથિયાર છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 40,64,81,493 રસીના ડોઝ અપાયા છે. 

એક દિવસમાં 14 લાખથી વધુ ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના જણાવ્યાં મુજબ રવિવારે દેશભરમાં કોરોના વાયરસના 14,63,593 ટેસ્ટ કરાયા હતા. આ સાથે અત્યાર સુધી કરાયેલા કોરોના ટેસ્ટિંગનો આંકડો 44,54,22,256 પર પહોંચ્યો છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post