• Home
  • News
  • ..તો ગુજરાતના પાડોશી કેન્દ્રશાસિત પ્રદેશથી પ્રિયંકા ગાંધી લોકસભા ચૂંટણી લડશે? કોણે આપ્યાં સંકેત
post

ભાજપે લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પોતાની પહેલી યાદી જારી કરી છે,

Written By newsonline | Ahmedabad | Published: 2024-03-05 18:44:34

લોકસભા ચૂંટણી નજીક છે. ભાજપે 195 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. પીએમ નરેન્દ્ર મોદી વારાણસીથી ત્રીજી વખત મેદાનમાં હશે. હાલ કોંગ્રેસે ઉમેદવારોની જાહેરાત કરી નથી. દરમિયાન અટકળો લગાવાઈ રહી છે કે પ્રિયંકા ગાંધી રાયબરેલીથી નહીં પરંતુ દમણ દીવ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. જોકે કોંગ્રેસ પાર્ટીએ આ વાતને લઈને કોઈ પ્રકારની સત્તાવાર જાહેરાત કરી નથી. દમણ દીવથી વર્તમાન સાંસદ લાલુભાઈ પટેલ એક વાર ફરી ભાજપ તરફથી મેદાનમાં છે.

શું છે ચર્ચા

કોંગ્રેસ દમણ અને દીવના અધ્યક્ષ કેતન પટેલે રવિવારે પોતાના નિવેદન દ્વારા એ સંકેત આપ્યા છે કે કોંગ્રેસ દમણ દીવથી ચૂંટણી લડી શકે છે. પ્રિયંકા ગાંધી દમણ અને દીવથી સંભવિત ઉમેદવાર હોઈ શકે છે. હું આ પ્રસ્તાવનું સ્વાગત કરુ છુ.

આ દરમિયાન ભાજપે લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પોતાની પહેલી યાદી જારી કરી છે, જેમાં વારાણસી મતવિસ્તારથી પીએમ મોદી પણ સામેલ છે. ભાજપ દ્વારા વારાણસીથી પીએમ મોદીની ઉમેદવારીની જાહેરાત બાદ યુપી કોંગ્રેસ મુખ્ય અજય રાયે કહ્યુ કે વારાણસી કોંગ્રેસની પારંપરિક બેઠક છે અને આ વખતે કોંગ્રેસ અહીંથી મજબૂત છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂ, સ્મૃતિ ઈરાની અને રાજીવ ચંદ્રશેખર પણ લોકસભા ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. હાલ કોંગ્રેસે ઉમેદવારોની જાહેરાત કરી નથી. એવુ માનવામાં આવી રહ્યુ છે કે જો પ્રિયંકા ગાંધી દમણ દીવથી ચૂંટણી લડે છે તો આ સંપૂર્ણ દક્ષિણ ગુજરાત પર અસર નાખનાર નિર્ણય હશે. અત્યારે કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી નથી. 


adv

Related News

post
post
post
post
post
post
post