• Home
  • News
  • મેયર બનવા સોશિયલ વોર શરુ:રાજકોટ મહાપાલિકાના મેયરપદે કોણ? સોશિયલ મીડિયામાં લોબિંગ શરૂ થયું, મેયર બનાવવા કરતા કાપી નાખવા નામો ઉછાડવામાં આવી રહ્યા છે
post

જીતુભાઇ કોટડીયા, બાબુભાઇ ઉધરેજા,હિરેનભાઈ ખીમણિયા,નિલેશભાઈ જલું કે નરેન્દ્ર ડવ ?

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-06 14:13:04

રાજકોટ મહાપાલિકામાં આગામી 12 માર્ચના મેયર સહિતના પદાધિકારીઓના નામને લઈને વરણી થવાની છે. જેમાં ભાજપના 68 નગરસેવક પૈકી બક્ષીપંચના નગરસેવકની મેયરપદને લઈને વરણી કરવામાં આવશે ત્યારે સોશિયલ મીડિયામાં મેયરપદને લઈને જોરશોરથી લોબિંગ શરૂ થયું છે. આ લોબિંગ કોઈને મેયર બનવા કરતા કોણ મેયર ન બને એ માટે કરવામાં આવી રહ્યાની ચર્ચાઓ શરૂ થઈ છે.પાલિકામાં ભાજપના ચૂંટાયેલા નગરસેવકો પૈકી બક્ષીપંચ મોરચા માંથી આવતા નિલેશભાઈ જલુ, હિરેન ખીમણિયા, બાબુભાઇ ઉધરેજા,ડો મોરજરીયા, જીતુભાઇ કાટોડીયા, નરેન્દ્ર ડવ અને પ્રદીપ ડવના નામો ચર્ચામાં છે.

યોગ્ય ઉમેદવારનું નામ કપાઈ જાય એ માટે લોબિંગ શરૂ
આ બધા નામો ઓબીસી સમાજના નગરસેવકોના છે. જોકે કેટલાક લોકો યોગ્ય ઉમેદવાર માટે લોબિંગ કરે છે તો કેટલાક લોકોએ યોગ્ય ઉમેદવારનું નામ કપાઈ જાય એ માટે લોબિંગ શરૂ કર્યુ છે અને આ બધી વાત IT સેલ મારફત પ્રદેશ મોવડી મંડલ સુધી પહોંચી ચુકી છે. હાલમાં નર્મદા નિરને આવકારવા માટે આજી ડેમ ખાતે પણ પધારેલા નગરસેવકો પૈકી સંભવિત મેયર પણ ત્યાં હાજર હતા. આમ લોબિંગ કરનારા અને કરાવનાર વચ્ચે રાજકોટના નવા મેયરની પસંદગી ની હોડ જામી છે.

નિલેશ જલુંનું નામ પણ ચર્ચામાં
ઉલ્લેખનીય છે કે CM વિજય રૂપાણી અને સી.આર. પાટીલ નવા મેયરની પસંદગી કરવાના છે ત્યારે કોણ મેયર બનશે એ ઉપરાંત રાજકોટમાં રૂપાણી અને રૂપાપરા જૂથમાંથી કોણ મેયર થવાના છે એ પણ જોવાનું રહ્યું છે. કારણ કે બીનાબેન આચાર્યા CM રૂપાણીના ધર્મપત્નીની નજીકના છે અને તેઓ મેયર તરીકે રહી ચૂક્યા હોઈ તેથી હવે રૂપાપરાના નજીકના ગણાતા કોઈ નગરસેવકનો મેયર બનવા માટે ચાન્સ લાગી શકે છે. અને તેમાં નિલેશ જલું નું નામ પણ ચર્ચામાં છે. જોકે છેલ્લે ધાર્યું તો ઘણી એટલે મોવડી મંડળ નું જ થશે. જેમ છેલ્લી ઘડીએ રાજકોટમાં મેયર તરીકે જનકભાઈ કોટક ચૂંટાયા હતા ને કશ્યપભાઈ શુક્લ અને નીતિનભાઈ ભારદ્વાજના બદલે ડો ઉપાધ્યાય મેયર બની ગયેલા તેમ અહીં પણ છેલ્લી ઘડીએ કોઈ બિલાડો આડો ન ઉતરે તો મેયર તરીકે અપેક્ષિત વ્યક્તિ જ મેયર બની શકે છે.

adv

Related News

post
post
post
post
post
post
post