• Home
  • News
  • પિતા કરતાં સવાયો પુત્ર:વડોદરામાં 2005માં પિતા પ્રથમ ચૂંટણીમાં માત્ર 27 મતથી ચૂંટણી જીત્યા હતા, પુત્ર 22 વર્ષની ઉંમરે પ્રથમ ચૂંટણી 20 હજાર મતથી જીત્યો
post

પિતા છેલ્લી 3 ટર્મથી ચૂંટણી જીતતા હોવાથી પુત્રને ટિકિટ અપાવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-24 12:21:27

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના તમામ ઉમેદવારોમાં વોર્ડ-9ના ભાજપના 22 વર્ષીય ઉમેદવાર શ્રીરંગ રાજેશ આયરે સૌથી વધુ લીડથી વિજેતા બન્યો હતો. શ્રીરંગ વડોદરામાં ભાજપનો સૌથી નાની ઉંમરનો ઉમેદવાર છે. શ્રીરંગના પિતા રાજેશ આયરે 2005માં પહેલી ચૂંટણીમાં માત્ર 27 મતથી જીત્યા હતા અને તેમનો પુત્ર શ્રીરંગ આયરે 20 હજાર મતની લીડથી વિજયી થયો છે. આમ, પિતા કરતાં પુત્ર સવાયો નીકળ્યો છે.

શ્રીરંગ આયરેને 27,236 મત મળ્યા
2015
માં વોર્ડ-9માંથી આરએસપીમાંથી રાજેશ આયરેની પેનલ ચૂંટાતી હતી. આ વખતે રાજેશ આયરે અને તેમના સાથીદાર એવા બે મહિલા કોર્પોરેટર ભાજપમાં જોડાયાં હતાં. ભાજપમાં ત્રણ ટર્મથી વધુ ચૂંટણી લડ્યા હોય તેવા લોકોને ટિકિટ નહી આપવાના નિર્ણયને કારણે રાજેશ આયરેને બદલે તેમના પુત્ર શ્રીરંગ આયરેને ટિકિટ આપવામાં આવી હતી. તેની ઉંમર 22 વર્ષની છે અને મંગળવારે જાહેર થયેલા રિઝલ્ટમાં તેને કુલ 27,236 મત મળ્યા હતા અને તે 20,111ની લીડથી વિજેતા બન્યો હતો.

2005માં આયરે ભાજપના ઉમેદવાર સામે માત્ર 27 મતથી જીત્યા હતા
ભાજપે વોર્ડ -7માં 22 વર્ષની ભૂમિકા રાણાને ટિકિટ આપી હતી અને તેને 18,735 મત મળતાં તેનો પણ વિજય થયો હતો. વોર્ડ 9માંથી રાજેશ આયરે વર્ષ 2005માં પ્રથમ વખત ચૂંટણી લડી ભાજપના લલિત પટેલ સામે માત્ર 27 મતથી જીત્યા હતા, જયારે તેમના પુત્રે 20 હજારથી વધુ મતની સરસાઇ મેળવી છે. તેમની જંગી મતની લીડ બાદ બોર્ડમાં સારો હોદ્દો અપાય એમ માનવામાં આવી રહ્યું છે.

વોર્ડ નં-9માં જીત મેળવવા માટે રાજેશ આયરેને ભાજપમાં એન્ટ્રી અપાઈ હતી
રાજેશ આયરે આરએસપીના બેનર હેઠળ વોર્ડ નં-9ની ચૂંટણી લડ્યા હતા અને કોંગ્રેસ અને ભાજપને માત આપી પોતાની આખી પેનલ બહુમતીથી જીતાડી હતી. પાલિકાની આ વખતની ચૂંટણીમાં તમામ બેઠકો એટલે કે, 76 બેઠકો જીતવા માટે મોવડી મંડળે આહવાન આપ્યું હતું, ત્યારે વોર્ડ નં-9નો ગઢ મુશ્કેલ જણાતા તેના કાંગરા ખેરવવા રાજેશ આયરેને ભાજપ એન્ટ્રી આપવામાં આવી હતી. ભાજપ 76 બેઠક તો જીતી શક્યુ નથી, પણ વોર્ડ નં-9ની પેનલ ફરી એકવાર કબજે કરી લીધી છે.

શ્રીરંગ કહે છે, હંમેશાં તમારી સેવા કરતો રહીશ રાજેશ આયરેએ ચૂંટણી જીત્યા બાદ જણાવ્યું હતું કે મને જંગી મતોથી જિતાડવા બદલા હું મારા સમર્થકો અને મતદારોનો આભારી છું, હું હંમેશાં તમારી સેવા કરતો રહીશ અને મારા પિતાના રસ્તે ચાલીને મારા વોર્ડનાં કામોને પ્રાધાન્ય આપીશ.

2005 પછી ભાજપનો સૌથી મોટો વિજય
વડોદરા શહેરમાં ભાજપ 2005 પછી સૌથી મોટી જીત મેળવી છે. ભાજપે આ વખતે 76 બેઠકો પૈકી 69 બેઠકો કબજે કરી છે, જ્યારે કોંગ્રેસને માત્ર 7 બેઠકો જ મળી છે. આમ, આ વખતે કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે.

adv

Related News

post
post
post
post
post
post
post