• Home
  • News
  • સોનમ કપૂરના સાસરીમાં ચોરી થઈ, ચોરોએ 1.41 કરોડના દાગીના અને રોકડની ચોરી કરી
post

સોનમની સાસુ તેના મેનેજર રિતેશ ગૌરાની સાથે જઈને તુગલક રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-09 15:51:05

નવી દિલ્લી: નવી દિલ્હીમાં સોનમ કપૂરના ઘરમાં ચોરી થઈ છે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, ચોરોએ તેના ઘરમાંથી 1.41 કરોડ રૂપિયાની જ્વેલરી અને રોકડની ચોરી કરી છે. સોનમની સાસુ તેના મેનેજર રિતેશ ગૌરાની સાથે જઈને તુગલક રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાઈપ્રોફાઈલ કેસ હોવાના કારણે પોલીસ પર દબાણ છે. તેમજ પોલીસે એક સ્પેશિયલ તપાસ ટીમ બનાવી છે.

23 ફેબ્રુઆરીએ ફરિયાદ નોંધાવી હતી
દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, સોનમ કપૂરનું સાસરી 22 અમૃતા શેરગિલ માર્ગ પર છે. અહીં તેની સાસુ સરલા આહુજા પોતાના દીકરા હરીશ આહુજા અને પુત્રવધુ પ્રિયા આહુજાની સાથે રહે છે. સરલાએ 23 ફેબ્રુઆરીએ તુગલક રોડ પોલીસ સ્ટેશન પહોંચીને ઘરમાંથી રોકડ અને 1.41 કરોડની જ્વેલરી ચોરી થવાની ફરિયાદ નોંધાવી હતી. સરલા પોતાના મેનેજર રિતેશ ગૌરાની સાથે પોલીસ સ્ટેશન પહોંચી હતી. તેણે જણાવ્યું કે, 11 ફેબ્રુઆરીએ કબાટ ચેક કર્યું તો બધો સામાન ત્યાં રાખવામાં આવ્યો હતો.

પોલીસ ફોરેન્સિક ટીમની મદદ લેશે
પોલીસ અધિકારીઓએ આગળ જણાવ્યું કે, ઘરમાં લગભગ 25 નોકર અને 9 કેરટેકર છે. અમે તમામની પૂછપરછ કરી રહ્યા છીએ. જો કે, હજી સુધી પોલીસ આરોપી સુધી પહોંચી નથી શકી. તેમજ પોલીસ ફોરેન્સિક ટીમની પણ મદદ લેવાનું વિચારી રહી છે. પોલીસે ગયા વર્ષના CCTV ફૂટેજ પણ જોઈ રહી છે. સોનમ કપૂરના પતિ આનંદ આહુજા પોતાના કાકા સુનીલની સાથે કેલોફોર્નિયામાં રહે છે.

સિલાઈથી શરૂ કર્યું હતું કામ
સરલા આહુજા વર્ષ 1961માં લેડીઝ ગારમેન્ટ્સની સિલાઈ કરતી હતી. એક વખત તેણે લેડીઝ કપડાની સિલાઈ કરી હતી. એક ગ્રાહકને આ કાપડ ખૂબ પસંદ આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગ્રાહકે ચાર લેડી ગારમેન્ટ્સ વધુ સીવડાવ્યા હતા. તેના પછી સરલા આહુજાના કપડાના બિઝનેસમાં તેજી આવી. આજે સમગ્ર વિશ્વમાં તેના કપડાનો બિઝનેસ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post