• Home
  • News
  • સોરી મોદીસાહેબ, હું ભાજપમાં જ છું:PMની માફી માગતાં અનિરુદ્ધસિંહે કહ્યું- ભાજપમાં જોડાયેલો છું, પણ જયરાજસિંહની તાનાશાહીથી કંટાળી ગોંડલ પૂરતું કોંગ્રેસને મારું સમર્થન
post

'બિહાર-યુપી જેવી ગોંડલમાં જયરાજની ગુંડાગીરી છે'

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-29 18:37:19

ગોંડલ: ગોંડલના રિબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પર આકરા પ્રહાર કર્યા હતા. એમણે કહ્યું હતું કે, ગુજરાતની અંદર ભાજપ સરકાર છે અને હું હંમેશા ભાજપ સરકાર સાથે જોડાયેલો છું. પરંતુ ગોંડલમાં કોગ્રેસને સમર્થન આપીશ. કારણ કે, જયરાજસિંહે આમારા સ્વમાનને ઠેસ પહોંચાડી છે. ગોંડલની પ્રજાને ડરાવી ખોટા મત નાખવા માટે પ્રચાર કરી રહ્યાં છે. હવે કોંગ્રેસના યતિષ દેસાઈને અનિરુદ્ધસિંહનું ખુલ્લું સમર્થન છે જેવા અનેક આક્ષેપો કર્યા હતા. આવો જાણીએ અનિરુદ્ધસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી શું કહ્યું...!

ગોંડલના રિબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પર આકરા પ્રહાર કર્યા હતા. એમણે કહ્યું હતું કે, ગુજરાતની અંદર ભાજપ સરકાર છે અને હું હંમેશા ભાજપ સરકાર સાથે જોડાયેલો છું. પરંતુ ગોંડલમાં કોગ્રેસને સમર્થન આપીશ. કારણ કે, જયરાજસિંહે આમારા સ્વમાનને ઠેસ પહોંચાડી છે. ગોંડલની પ્રજાને ડરાવી ખોટા મત નાખવા માટે પ્રચાર કરી રહ્યાં છે. હવે કોંગ્રેસના યતિષ દેસાઈને અનિરુદ્ધસિંહનું ખુલ્લું સમર્થન છે જેવા અનેક આક્ષેપો કર્યા હતા. આવો જાણીએ અનિરુદ્ધસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી શું કહ્યું...!

અનિરુદ્ધસિંહ જાડેજાની પ્રેસ કોન્ફરન્સ
સૌ પ્રથમ તો એમણે વડાપ્રધાન મોદી અને અમિત શાહની માફી માંગતા કહ્યું હતું કે, ગુજરાતની અંદર ભાજપ સરકાર છે. ભાજપ સરકાર સાથે હું જોડાયેલો છું. પહેલા તો હું મીડિયા મારફત માનનીય ભારતના વડાપ્રધાન મોદી સાહેબ તેમજ આપણા કેન્દ્રના માનનીય અમિતભાઇ શાહ સાહેબ જેમનો મારી ઉપર અને મારા પરિવાર ઉપર ઉપકાર છે અને એમની હું ક્ષમા માંગુ છુ. કારણ કે અત્યારે ગોંડલની અંદર જયરાજસિંહ જાડેજાનું જે અત્યાચાર અને તાનાશાહી અને મારા કુટુંબને ટાર્ગેટ બનાવીને જે અમારા સમ્માનની વાત ઉભી થઈ છે. તે માટે મારે ગોંડલ પુરતું ભાજપમાંથી કોંગ્રેસ સાથે જવું પડ્યું છે. ગુજરાતમાં હું ભાજપ સાથે છું, પણ ગોંડલ પૂરતો ભાજપ સાથે નથી. પત્રકાર મિત્રો મારફત મારે ભાજપ પાર્ટી સુધી આ વાત પહોંચાડવી છે, એટલા માટે મેં આ પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે.

 

'પાટીદારના દીકરાને ટિકિટ આપી હોત તો ખર્ચ હું ઉઠાવત'
તેમણે કહ્યું, રાજકોટ જિલ્લાના ભાજપના હોદ્દેદારો અને નેતાઓ સારી રીતે જાણે છે કે ગોંડલમાં મારુ કુટુંબ ચૂંટણી નથી લડી રહ્યું. આ લોકશાહી છે, લોકશાહીમાં કોઈ પણ વ્યક્તિને ટિકિટ માંગવાનો અધિકાર છે. ટિકિટ આપવી કે ના આપવી એ પાર્ટીનો અધિકાર છે. પરંતુ મારા દીકરાએ ટિકિટ માંગી, એટલે ટિકિટની વાત પૂરી થઈ ગઈ. અમે પાર્ટીને કીધું કે આ તાનાશાહીમાંથી અને જયરાજસિંહના પાપમાંથી ગોંડલની પબ્લિકને મુક્ત કરવી હોય તો તમે કોઈ પણ પાટીદાર કે લેઉવા પટેલના દીકરાને ટિકિટ આપી દો. હું એને ખભે બેસાડીને ચૂંટણી જીતાડી દઈશ. ચૂંટણીનો ખર્ચો પણ હું આપીશ, આવું મે સાંસદ રમેશભાઈ ધડુકની સાથે ભાજપના પાંચ નેતા બેઠા હતા ત્યારે કહ્યું હતુ. મારા દીકરાના સોંગદ ખાઈને કહું છું, કે અમને કે મારા દીકરાને ટિકિટ આપો કે ન આપો એમાં અમને કોઈ મતલબ નથી. પણ ગોંડલની પબ્લિક પીસાય છે.

'પબ્લિક ઘરમાં રહે એના માટે જયરાજની તાનાશાહી'
આ વાતની કિન્નાખોરી રાખીને અત્યારે જયરાજસિંહ જાડેજા રિબડા અને રિબડાના મહિપતસિંહનો પરિવાર બસ એક જ ટાર્ગેટ બનાવીને ગામડે ગામડે પ્રચારમાં અમારા નામની સભાની અંદર ચર્ચાનો વિષય બને છે. તો અમે ક્યાં ચૂંટણી લડી છે અને એ કરતાંય હવે તો સમ્માનની વાત આવી છે. મારા પિતાની ઉંમર 90 વર્ષની છે. જયરાજસિંહનું કે જયરાજનું કુટુંબ મારા બાપુજીના નામથી તુકારાથી વાત કરે છે. મારા બાપ તો શાંતિથી પથારીમાં પડ્યા છે અને આનંદથી જિંદગી જીવે છે. રહી વાત જયરાજના છોકરાની તો તે મારા નામથી ગાળ બોલે છે. તો જયરાજે સંસ્કાર આપ્યા છે કે નહીં. આમ તો મારા દીકરાને પણ ગાળ બોલતા આવડે છે. તો એ અમારા સંસ્કાર નથી. તો પછી આ તો સ્વમાનની લડાઈ આવી છે. જો હવે પણ અમે ન બોલીએ તો ગોંડલની પબ્લિક અમારી સાથે છે એને એવું થઈ ગયું છે. કે આ લોકો રિબડાવાળા ડરી ગયા અને એ વારંવાર અમને ટાર્ગેટ બનાવીને વાત લાવે છે. ગોંડલની પબ્લિકને ડરાવી ધમકાવી અને ખોટા મત નાખવા છે અને પબ્લિક ઘરમાં રહે એના માટેની આ તાનાશાહી છે.

વધુમાં એમણે જણાવ્યું કે, મને ગોંડલની પ્રજા, લેઉવા પટેલ, કડવા પટેલ અને તમામ સમાજના લોકો ઉપર વિશ્વાસ છે કે પરિવર્તન બધા સાથે મળીને લાવશું અને જયરાજને હરાવશું. હું તમને બધાને ખાતરી આપું છું કે જયરાજનો ત્રાસ હોવાથી 8 તારીખે તમે લોકો જોશો કે ગોંડલ તાલુકાની અંદર લાપસીના આંધણ મુકાણાં હશે અને ઘરે ઘરે લોકો લાપસી ખાતા હશે.

'ગોવિંદભાઈ દેસાઈનું ગોંડલની અંદર ખૂબ જ યોગદાન રહેલું છે'
જેન્તીબાપા ઢોલને ઇન્ફેક્શન થયુ હોવાથી હોસ્પિટલમાં છે એટલા માટે એ પ્રેસ કોન્ફરન્સમાં ન આવી શક્યા. હું કોંગ્રેસની અંદર ભળ્યો નથી, મેં ગોંડલ તાલુકામાં કોંગ્રેસને સમર્થન આપ્યું છે. આ જયરાજસિંહના તાનાશાહી સામે મારે ક્યાં કોંગ્રેસમાં જવું છે. મારે ક્યાં ચૂંટણી લડવી છે. ગોંડલમાં યતીષ દેસાઈના બાપ પણ પવિત્ર વ્યક્તિ હતા. ગોવિંદભાઈ દેસાઈનું ગોંડલની અંદર ખૂબ જ યોગદાન રહેલું છે. ભાજપનો પાયો નાખનાર એ હતા અને એજ જયરાજે માણસો મોકલી એની પર હુમલો કરાવ્યો હતો અને છરી ના ઘા કરાવ્યા હતા.

'તાનાશાહીનો અંત આવશે, દાદાગીરીનો અંત આવશે'
હવે તો મારા કુટુંબની સ્વમાનની વાત છે. કોઈ પણ વ્યક્તિ જીવતો હોય તો એ સ્વમાન માટે જીવતો હોય છે. કોઈપણ વ્યક્તિને લેવાદેવા વગરની કોઈના ઘરમાં જઈને તેમને ગાળ આપો કે એને તુતારાથી બોલાવો તો એ લોકો એવું તો વિચારે ને કે આવું કરવાનું કારણ શું? બાકી વિકાસનો કોઈ મુદ્દો જ નથી. બસ એક જ વાત કરે છે રીબડાવાળા અને માર્કેટિંગ યાર્ડની. માર્કેટિંગ યાર્ડમાં મારા બાપુજી બે ટર્મ અપક્ષ ધારાસભ્ય હતા. પાંચ વર્ષ તાલુકા પંચાયતના પ્રમુખ હતા. ક્યારે પણ અમે પાંચમાંથી એક પણ ભાઈ માર્કેટિંગ યાર્ડની અંદર ગયા નથી. અમે કોઈ દિવસ કોઈ હોદ્દાની માંગણી કરી નથી. તો આ તો ખેડૂતને ગેરમાર્ગે દોરે છે. લેઉવા પટેલોને અને કડવા પટેલોને વેપારીઓને ગેર માર્ગે દોરી એમના મત લેવા છે. પણ એ 1998ની વાત હતી. એ વાતને આજે 25 વર્ષ થઈ ગયા. આ વાતમાં જયરાજની સાથે કોઈ ખેડૂત લોકો સહમત નહીં થાય. હવે ખેડૂત લોકો જયરાજને સમજી ગયા છે અને એના તાનાશાહીનો અંત આવશે, દાદાગીરીનો અંત આવશે.

'આખી જિંદગી તમારી સાથે ઉભો રહીશ'
હું મીડિયા વાળાઓને ખાતરી આપું છું કે, ગોંડલની પ્રજા બહુ જ સમજદાર છે. એમને અમારા કુટુંબનું સમર્થન જોઈતું હતું એ સમર્થન આપવા માટે હું આ તમારા મીડિયા મારફતે મારી ગોંડલી પ્રજાને ખાતરી આપું છું અને માઁ આશાપુરાના સોગંદ ખાઈને કહું છું કે, ગોંડલની અંદર ઓફિસ બનાવીશ અને આખી જિંદગી તમારી સાથે ઉભો રહીશ. તમારા સુખ-દુઃખમાં ઉભો રહીશ. ક્યાંય પણ જયરાજ કે જયરાજના માણસો દાદાગીરી કરતા હશે તો એમનો સામનો કરવા પહેલી મારી તૈયારી હશે. તમારે કોઈએ મૂંઝાવાની જરૂર નથી. પણ તમે તન મન ધનથી પહેલી તારીખે બીજા નંબરનું બટન દબાવી કોંગ્રેસના ઉમેદવારને જીતી બતાવો અને તાનાશાહીમાંથી ગોંડલમાં પરિવર્તન લાવો તો હું આ તમને લોકોને બધા ગોંડલના મતદાર ભાઈઓ બહેનોને અપીલ કરું છું. આ મારી અપીલને ધ્યાનમાં રાખજો અમે તમારા સુખ દુઃખમાં ભેગો ઉભો રહ્યો છું. મારી સાથે તમે લાગણીથી જોડાયેલા છો. તો તમે લોકો અમારી સાથે ઉભા રહીને આની તાનાશાહીનો અંત લાવજો.

'લેઉવા પટેલના બે દીકરાને જયરાજે મરાવી નાખ્યાં'
જયરાજસિંહ કયા પ્રકારની દાદાગીરી કરે છે એવુ પુછતા એમણે જણાવ્યું હતું કે, ગોંડલની પ્રજા સારી રીતે જાણે છે. અનિડા ગામમાં કોઈ સામાન્ય બાબતમાં ઝઘડો થયો હતો. જેમાં જયરાજનું કુટુંબ, એનો છોકરો, એની સાથે દરબારના છોકરા દાદાગીરી કરી આખું ગોલ્ડન કરી અને ખુલ્લે આમ લોકો પર અત્યાચાર કર્યો હતો. બીલીયાળા ગામમાં તમે જોઈ આવો ભરવાડ લોકો માલધારી સમાજના લોકોને ખુલ્લેઆમ ગામમાં ફૂલેકા ફેરવીને મારેલા છે. એમના વીડિયો પણ વાયરલ થયેલા છે. એ અત્યારે લેઉવા પટેલની વાત કરે છે. લેઉવા પટેલે મને ખોળે બેસાડ્યો, લેઉવા પટેલે મને આમ કર્યું, તો વિનુભાઈ શિંગાળા અને નિલેશભાઈ રૈયાણી લેઉવા પટેલ ના નતા? એને લેઉવા પટેલમાં જન્મ નહોતો લીધો? એ જ લેઉવા પટેલના બે દીકરાને તે મરાવી નાખ્યાં. તું જ ભેગો મારવામાં હતો. તો અત્યારે તું ભૂલી ગયો. લેઉવા પટેલના છોકરાને મારી નાખ્યાં અને અત્યારે લેઉવા પટેલ આગળ મત માગવા નીકળ્યો છે.

'ગોંડલમાં 5 વર્ષમાં ભાજપનો વિકાસ નથી થયો'
હવે લેઉવા પટેલ કોઈ મૂરખ નથી કે જયરાજમને મત આપી જીતાડશે. હું ભાજપમાં જયરાજ સાથે હતો એટલે પટેલ લોકો અને બીજી પ્રજાને સમજાવીને મત નખાવતો. ભાજપ સાથે રહેવું જોઈએ અને વિકાસ થાય વિકાસ થવાના બદલે જયરાજના અને ઘરનો વિકાસ થયો. ગોંડલમાં 5 વર્ષમાં ભાજપનો વિકાસ નથી થયો. આ સનાતન સત્ય છે. તમારે જાણવું હોય તો ગોંડલમાં જાઓ તમે ખાનગીમાં પ્રજાને પૂછો કે તમે કઈ રીતે પીસાવ છો. ગોંડલમાં કોઈ જયરાજની સામે આંખ ઉઠાવે તો એને એનકેન પ્રકારે જયરાજના માણસો દારૂ પીવા બેસાડે અને પછી એને મિસ કોલ કરે પોલીસ ખાતાને પોલીસ ખાતું ત્યાં જાય તેને પકડી જાય દારૂની બોટલમાં કે દારૂના કેસમાં પછી પોલીસ સ્ટેશનમાં પોલીસ ઓફિસરો અને પોલીસ કોન્સ્ટેબલો જયરાજના માણસો એવું કહે કે ભાઈ જયરાજસિંહને ફોન કરાવો એટલે છોડી મુકીશ. નહિંતર તમારી ઉપર કેસ કરવાનો છે. એટલે ઓલા જયરાજસિંહને ફોન કરાવે એટલે કાયમ માટે જયરાજસિંહના ઘરે પગે લાગવા જવાનું આ દાદાગીરી નથી તો શું છે?

'8 તારીખ પછી એ કહે ત્યાં હું આવવા તૈયાર છું'
આખા ગુજરાતની અંદર ચૂંટણી લડાય છે. તમે આખા ગુજરાતમાં ક્યાંય પણ જઈને જુઓ કે કોઈના નામ જો ક્યાંય ચૂંટણી લડાય છે તો અમારી ગોંડલમાં ઉમેદવારી નથી. તો ગોંડલમાં ક્યાંય રાજકારણમાં નથી. અમે અમારું ઘર પકડીને શાંતિથી બેઠા છીએ. તો વારંવાર જયરાજ અમારા કુટુંબ વિશે મારા પિતા વિશે કે મને ગાળ દઈને એનો દીકરો બોલે આ કોના ઘરનો ન્યાય. એટલા બધા અમે ડરપોક કે બાયલા નથી. જયરાજ કેટલો બહાદુર છે અને કેટલો બહાદુરનો દીકરો છે એ 8 તારીખ પછી ખબર પડી જશે. એ કહે ત્યાં હું આવવા માટે તૈયાર છું. એટલે બધી પ્રજા જાણી જશે અને બધાને ખબર પડી જશે કે કેટલો બહાદુર છે.

'જે બુથ ઉપર ખોટું થઈ રહ્યું હોય ત્યાં મને બોલાવજો'
કેટલાય દિવસના રાહ જોતા હતા કે જયરાજ હજુ સમજી જાય તો સારું પણ જયરાજ તો દિવસેને દિવસે પ્રજાને એવું દેખાડવા મંડ્યો કે રીબડા વાળા ડરપોક છે અને ડરી ગયા છે. એ બેજ ઉપર એ ચૂંટણીની અંદર ખોટું કરવા માંગતો હતો. કે રીબડાવાળા ના નીકળ્યા તો તમે પ્રજા શું કરી લેશો. બહારથી એના મળતીયાઓને બોલાવીને બુથ કબજે કરીને મતદાન કરવા માંગતા હતા. પણ એવું બળ નહીં આવવા દઉં. ગોંડલની પ્રજાને કહું છું કે હું ગામડે ગામડે આવીશ અને તમારે કોઈને ડરવાની જરૂર નથી. તમે મતદાન કરજો ખુલ્લા દિલથી. મારો નંબર હું તમને આપીશ કે તમારે ગમે ત્યારે મને ફોન કરવાનો કે જે બુથ ઉપર ખોટું થઈ રહ્યું હોય ત્યાં મને બોલાવજો અને જયરાજને પણ કેજો ત્યાં આવી જાય તારા મળતીયાઓને લઈને એટલે ખ્યાલ આવી જશે કોણ શું કરી શકે છે.

'જુગારની ક્લબમાં જયરાજની 50 ટકા ભાગીદારી હતી'
હું તહેવાર હોય ત્યારે જુગાર રમતો. પણ ગઈકાલે જયરાજના દીકરાએ ગોંડલ માંડવી ચોકમાં એવી વાત કરી કે જુગારની ક્લબો ચલાવે છે. જુગારની ક્લબ ગોંડલ તાલુકામાં ઊમવાળા ગામ છે, અનિરુદ્ધસિંહ કરણસિંહ જાડેજા નામની વ્યક્તિ છે, માજી સરપંચ એની વાડીમાં જુગારની ક્લબ જયરાજસિંહ ચલાવતો અને ત્યાં જયરાજસિંહ રીબીન કાપવા ખુદ પોતે ગયો છે. એ ગોંડલની પ્રજા જાણે છે. ગોંડલની પોલીસ પણ ત્યાં હપ્તા લેવા જતી હતા. કોઈ એવું કહેતું હોય કે અમે ત્યાં નથી જતા આવું નથી કરતા કે તમને હું ખુલ્લી ચેલેન્જ આપું છું. કે મને ગોંડલ માંડવી ચોકમાં તમે લોકો આવજો હું સાબિતી સાથે તમને મોકલીશ અને કહીશ કોણ ત્યાં જુગારની ક્લબ ચલાવતું અને કોના કહેવાથી ચલાવતું અને તેમાં જયરાજની 50 ટકા ભાગીદારી હતી.

'તારો સાથ છોડ્યો એટલે તું પ્રજાને ગુમરાહ કરીશ'
આ લોકશાહીની અંદર કોઈની દાદાગીરી શક્ય નથી. એ જમાનો 30 વર્ષ પહેલાં હતો કે તમે કોઈને ગન લગાવીને ગમે એવું ખોટું કરાવી શકતા. તો હવે તો મીડિયા આવી ગયું છે અને તમામ સમાજ જાગૃત થઈ ગયો છે. ક્યાંય પણ નાનો મોટો બનાવ બને તરત જ બે જ મિનિટમાં સમાજને અને મીડિયાને ખબર પડી જાય છે. 40 વર્ષથી જે ગામમાં સંપીને કોણ સરપંચ કોણ ઉપસરપંચ નક્કી કરતું હોય તો એ કોઈ દાદાગીરીની વાત નથી. પ્રજાને કે અહીંયા ખોટું થાય તો 10 વરસ હું તારા ભેગો હતો અને તને ચૂંટાવતો. જયરાજ ત્યારે તને નહોતી ખબર કે દાદાગીરી થાય છે અને આવી લુખ્ખાગીરી થાય છે. ત્યારે તને આ ગમતું હતું ત્યારે તારે ચુંટાવવું હતું. એટલે તને ગમતું હતું અને અત્યારે તું પ્રજાને બનાવા નીકળ્યો છે. રીબડા વાળા આમ કરે છે તેમ કરે છે. તું ખોટું કરતો હતો, તારો સાથ છોડ્યો એટલે તું પ્રજાને ગુમરાહ કરે છે.

'બિહાર-યુપી જેવી ગોંડલમાં જયરાજની ગુંડાગીરી છે'
જયરાજ અને એના છોકરાઓએ સહદેવસિંહના ઘરે જઈને કહ્યું કે, ઘર બહાર નીકળતો નહીં, જો મતદારના દિવસે પણ નીકળ્યો તો હું તારા પગ ભાંગી નાખીશ. અત્યારે જયરાજનો છોકરો આ ગામડાઓની અંદર ખુલ્લી દાદાગીરી કરે છે. કે કોઈને બહાર નહીં નીકળવાનું અમે કહીએ એટલા લોકોને જ મતદાન કરવાનું. આ લોકશાહી છે આ ગુજરાતમાં તો મને એવું લાગે છે કે બિહાર અને યુપીમાં જે ગુંડા ગીરી છે એ ગોંડલમાં જયરાજની ગુંડાગીરી છે એવું અંતમાં અનિરુદ્ધસિંહે કહ્યું હતુ.

 

adv

Related News

post
post
post
post
post
post
post