• Home
  • News
  • પહેલા 50 લાખના ચોખાનું દાન હવે ગાંગુલીએ કર્યું આ કામ જાણી તમે પણ કહેશો ‘વાહ’
post

આ અંગે ગાંગુલીએ ટ્વીટ કર્યું છે અને લખ્યું કે,‘25 વર્ષ પછી બેલૂર મઠ આવ્યો છું અને જરૂરિયાતમંદો માટે 2000 કિલો ચોખા આપી રહ્યો છું

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-02 12:02:28

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI) ના અધ્યક્ષ અને ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી બુધવારે રામકૃષ્ણ મિશનની ઓફિસ બેલૂર મઠ પહોંચ્યા જ્યાં તેમણે વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહેલા લોકોની મદદ કરી. માહિતી મુજબ ગાંગુલીએ મદદ માટે 2000 કિલો ચોખાનું દાન કર્યું.

આ અંગે ગાંગુલીએ ટ્વીટ કર્યું છે અને લખ્યું કે,‘25 વર્ષ પછી બેલૂર મઠ આવ્યો છું અને જરૂરિયાતમંદો માટે 2000 કિલો ચોખા આપી રહ્યો છું.અહીં ગાંગુલી સફેદ ટી-શર્ટ અને ચેહરે પર કાળા રંગના માસ્ક સાથે દેખાયા. માહિતી મુજબ ગાંગુલીએ મઠના પુજારીઓ સાથે ગોલ્ફ કોર્ટ પર બેસી ભ્રમણ પણ કર્યું. આપણે જણાવી દઈએ આ પહેલા મહામારી કોરોના વાયરસ વિરુદ્ધની લડાઈમાં ગાંગુલીએ 50 લાખ રૂપિયાના ચોખા દાન કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે રોગચાળા કોરોના વાયરસે આખી દુનિયામાં કહેર વર્તાવ્યો છે. અત્યાર સુધી આખી દુનિયામાં આ જીવલેણ વાયરસના કારણે 47 હજારથી પણ વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 9 લાખથી વધુ લોકો આની ચપેટમાં છે. ભારતની વાત કરીએ તો અત્યાર સુધી સંક્રમિત લોકોનો આંકડો 2000 નજીક પહોંચ્યો છે. જ્યારે 58 લોકોના મોત થયા છે. કોરોનાથી લડવા આખા દેશમાં 14 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post