• Home
  • News
  • મહારાષ્ટ્રમાં BJPનું 'ઑપરેશન લૉટસ' , બહુમતનો આંકડો એકત્ર કરવા આ 4 નેતાને જવાબદારી સોંપાઈ
post

મહારાષ્ટ્ર નો રાજકીય સંગ્રામ સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટ મામલાની સોમવારે ફરી સુનાવણી કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-25 10:57:38

મુંબઈ : મહારાષ્ટ્ર નો રાજકીય સંગ્રામ સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટ મામલાની સોમવારે ફરી સુનાવણી કરશે. બીજી તરફ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ની સામે હવે વિધાનસભામાં બહુમત સાબિત કરવાનો પડકાર રહેશે કારણ કે એનસીપી પોતાના તમામ ધારાસભ્યો સાથે હોવાનો દાવો કરી રહ્યું છે. મુંબઈમાં બીજેપી કાર્યાલયમાં મળેલી ધારાસભ્યોની બેઠક બાદ બીજેપીએ 'ઑપરેશન લૉટસ' શરૂ કરી દીધું છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં યોજાનારા ફ્લોર ટેસ્ટને પાસ કરવા માટે બીજેપીએ બહુમત એકત્ર કરવાનું કામ શરૂ કરી દીધું છે.

સૂત્રો મુજબ, બીજેપીએ વિધાનસભામાં બહુમત સુધી પહોંચવા માટે પોતાના ચાર નેતાઓની ટીમ પણ બનાવી દીધી છે. જેને બહુમતનો આંકડો મેળવવાની જવાબદારી સોંપવામાં આવી છે. સૂત્રો મુજબ, બીજેપીએ રાધાકૃષ્ણ વિખે પાટિલ, ગણેશ નાઇક, બબનરાવ પચપુતે અને નારાયણ રાણેને વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ માટે બહુમત એકત્ર કરવાની જવાબદારી સોંપી છે.
નોંધનીય છે કે, ચારેય નેતા પહેલા શિવસેના કે એનસીપી કે પછી કૉંગ્રેસમાં રહી ચૂક્યા છે. બીજેપીમાં સામેલ થતાં પહેલા નારાયણ રાણે લાંબા સમય સુધી શિવસેના અને કૉંગ્રેસમાં રહી ચૂક્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post