• Home
  • News
  • સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર ડેલ સ્ટેને કહ્યું- IPL કરતાં પાકિસ્તાન સુપર લીગમાં રમવું વધુ ફાયદાકારક, IPLમાં પૈસાને જ મહત્ત્વ આપવામાં આવે છે
post

ડેલ સ્ટેને IPL 2021ની સીઝનમાં ભાગ લીધો નથી, અત્યારે PSLમાં રમી રહ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-03 10:41:30

સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર ડેલ સ્ટેને કહ્યું કે, "દુનિયાની અન્ય T-20 લીગ્સની સરખામણીએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ક્રિકેટના પોઇન્ટ ઓફ વ્યૂથી ઓછી ફાયદાકારક છે. IPLમાં પૈસાને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. ક્રિકેટ અમુક અંશે ભુલાઈ પણ જાય છે. ક્રિકેટર તરીકે ગ્રો થવામાં ઈપીલ કરતાં PSL વધુ ફાયદાકારક છે."

સ્ટેન IPLની 14મી સીઝનમાં નહીં રમે
સ્ટેને થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, મારે થોડો ટાઇમ આરામ જોતો હતો, તેમજ અન્ય લીગ્સમાં રમીને લાગ્યું કે IPLમાં રમવાનો એટલો ફાયદો નથી. તેથી હું આગામી સીઝનમાં નહીં રમું. તમે જ્યારે IPLમાં રમવા જાવ છો તો મોટા નામો, મોટા સ્ક્વોડ અને ક્યા સ્ટારને કેટલી રકમ મળી તેમાંને તેમાં ક્રિકેટ ભુલાઈ જાય છે.

અત્યારે PSLમાં રમી રહ્યો છે
સ્ટેન અત્યારે પાકિસ્તાન સુપર લીગ(PSL)માં સરફરાઝ અહેમદની ટીમ કવેટા ગ્લેડિએટર્સ વતી રમ્યો છે. તે ભૂતકાળમાં IPLમાં ડેકન ચાર્જર્સ, ગુજરાત લાયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે રમ્યો હતો.

PSLમાં ક્રિકેટિંગ પ્રશ્નો પૂછવામાં આવે છે
સ્ટેને કહ્યું કે, હું PSL અથવા શ્રીલંકા પ્રીમિયર લીગ (SPL)માં રમી રહ્યો હોઉં ત્યારે ત્યાં ક્રિકેટને વધુ મહત્ત્વ મળતું હોવાનું લાગ્યું છે. યંગસ્ટર્સ મારા રૂમમાં આવીને મારો અનુભવ શેર કરવા અને અન્ય ક્રિકેટિંગ બાબતો મારી પાસેથી શીખવાનો પ્રયાસ કરે છે. જ્યારે IPLમાં તો તમને કેટલા પૈસા મળ્યા એ જ પ્રશ્ન મેન રહે છે અને અન્ય બધી બાબતો ભુલાઈ જાય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post