• Home
  • News
  • તમિળ એક્ટર વિજયે રજનીકાંતને પાછળ મૂક્યા, આગામી ફિલ્મ માટે 100 કરોડ ફી લીધી
post

વિજય હાલમાં ડિરેક્ટર લોકેશ કનગરાજની ફિલ્મ ‘માસ્ટર’ના શૂટિંગમાં વ્યસ્ત છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-06 09:57:54

હૈદરાબાદઃ સાઉથ સુપરસ્ટાર વિજયે તમિળ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઈતિહાસમાં સૌથી વધુ ફી લીધી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વિજયને સન પિક્ચર્સે આગામી ફિલ્મ થલપથી 65’ માટે 100 કરોડ રૂપિયામાં સાઈન કર્યો હોવાની ચર્ચા છે. જોકે, હજી સુધી ફીને લઈ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ પહેલાં રજનીકાંત સૌથી વધુ ફી લેનાર સ્ટાર હતાં. તેમણે દરબારમાટે 90 કરોડ રૂપિયા લીધા હતાં.

વિજયને 50 ટકા ફી મળી ગઈ
સૂત્રોના મતે, સન પિક્ચર્સે વિજયને 50 ટકા ફી એટલે કે 50 કરોડ રૂપિયા ચૂકવી દીધા છે. ફિલ્મ માટે બે ડિરેક્ટર્સના નામ પર ચર્ચા છે. જોકે, મેકર્સ વેત્રી મારનની સાથે કામ કરવા ઈચ્છે છે. વેત્રી મારને હાલમાં અસુરનજેવી હિટ ફિલ્મ ડિરેક્ટ કરી હતી.

વિજય હાલ માસ્ટરના શૂટિંગમાં વ્યસ્ત
વિજય હાલમાં ડિરેક્ટર લોકેશ કનગરાજની ફિલ્મ માસ્ટરના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે પ્રોફેસરના રોલમાં જોવા મળશે. પહેલી જ વાર વિજય તથા વિજય સેતુપતિ સાથે કામ કરી રહ્યાં છે. આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થશે.

વિજયની બિગિલસુપરહિટ રહી
વિજય ગયા વર્ષે બિગિલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેણે પિતા-પુત્ર એમ ડબલ રોલ પ્લે કર્યો હતો. ફિલ્મમાં જેકી શ્રોફ તથા નયનતારા પણ લીડ રોલમાં હતાં. આ ફિલ્મે 300 કરોડની કમાણી કરી હોવાનો અંદાજ છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post