• Home
  • News
  • સાઉથ સુપરસ્ટાર વિક્રમે કહ્યું, 'જ્યારે ઇંગ્લેન્ડ અંધકારમાં ડૂબેલું હતું ત્યારે હિંદુસ્તાન ચમકી રહ્યું હતું'
post

રાજરાજ ચોલાની વાત કરતાં વિક્રમે કહ્યું હતું, 'સમ્રાટે પોતાના સમયમાં 500 બંધ બનાવ્યા હતા, લોકોને પૈસા આપ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-27 19:00:40

મુંબઈ: સાઉથ ઇન્ડિયન સુપરસ્ટાર ચિયાન વિક્રમ ફિલ્મ 'પોન્નિયિન સેલ્વન પાર્ટ 1'માં આદિત્ય કરિકાલનનો રોલ ભજવી રહ્યો છે. મણિ રત્નમની આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 30 સપ્ટેમ્બરના રોજ આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. ફિલ્મ ચોલ વંશ પર આધારિત છે. ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરવામાં આવી રહ્યું છે. હાલમાં જ મુંબઈમાં પ્રમોશનલ ઇવેન્ટમાં વિક્રમે આપેલું બે મિનિટનું ભાષણ સો.મીડિયામાં વાઇરલ થયું છે. વિક્રમે ચોલ સામ્રાજ્ય અંગે વાત કરી છે અને કહ્યું હતું કે જ્યારે ઇંગ્લેન્ડ તથા અન્ય દેશોમાં અંધકાર હતા ત્યારે આપણું હિંદુસ્તાન ચમકી રહ્યું હતું.

સો.મીડિયામાં વીડિયો વાઇરલ
વિક્રમના ભાષણનો વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો છે. યુઝર્સે કહ્યું હતું કે આ વીડિયો જે લોકો અમેરિકા-ઇંગ્લેન્ડ જેવા દેશોનાં વખાણ કરે છે તેમના માટે આંખો ખોલનારો છે. વિક્રમે વીડિયોમાં કહ્યું હતું, 'આપણે બધા પિરામિડ જોવા માટે જઈએ છીએ. પીસાની નમેલા મિનાર જોવા જઈએ છીએ. સેલ્ફી ને વીડિયો લઈએ છીએ. જ્યારે આપણા દેશમાં આવા પુરાતનકાળનાં મંદિરો છે. આ મંદિરોમાં પ્લાસ્ટરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી.'

બૃહદેશ્વર મંદિર ખાસ
તામિળનાડુમાં તંજાવુરમાં આવેલું બૃહદેશ્વરનું મંદિર ખાસ છે. વિક્રમે આ મંદિર અંગે વાત કરતાં કહ્યું હતું, 'આ મંદિરને તૈયાર કરવા માટે છ કિમીનો રેમ્પ બનાવવામાં આવ્યો હતો. આ મંદિરે અત્યારસુધી છ ભૂકંપના આંચકા સહન કર્યા છે. વિક્રમે જે મંદિરની વાત કરી એને યુનેસ્કોએ વિશ્વ ધરોહર જાહેર કર્યું છે. ગ્રેનાઇટનું આ મંદિર તમિળ આર્કિટેક્ચરનું બેસ્ટ એક્ઝામ્પલ છે.

કોલંબસે અમેરિકા દેશ શોધ્યે તેનાં 500 વર્ષ પહેલાં આપણી પાસે વિશાળ નૌસેના હતી
રાજરાજ ચોલાની વાત કરતાં વિક્રમે કહ્યું હતું, 'સમ્રાટે પોતાના સમયમાં 500 બંધ બનાવ્યા હતા, લોકોને પૈસા આપ્યા, મફત હોસ્પિટલ ચલાવી, પંચાયત ચૂંટણી કરાવી તથા શહેરોનાં નામ મહિલાઓ પરથી રાખ્યા હતા. આ નવમી શતાબ્દીમાં થયું હતું. એ સમયે આપણી સમુદ્રીશક્તિ બાલી-મલેશિયા સુધી પહોંચી ગઈ હતી. વિચારો કે તેનાં 500 વર્ષ પછી પણ કોલંબસે અમેરિકા નામના દેશની શોધ પણ કરી નહોતી. આપણી સંસ્કૃતિ કેટલી મહાન છે. આપણે તેના પર ગર્વ કરવો જોઈએ. ઉત્તર ભારત કે દક્ષિણ ભારત નામની કોઈ બાબત નથી. આપણે ભારતીય છીએ અને એના પર ગર્વ કરવાની જરૂર છે.'

પાંચ ભાષામાં ફિલ્મ રિલીઝ થશે
'પોન્નિયિન સેલ્વન 1' 30 સપ્ટેમ્બરના રોજ વિશ્વભરમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં વિક્રમ ઉપરાંત ઐશ્વર્યા રાય, કાર્થી, જયમ રવિ, ત્રિશા, પ્રકાશ રાજ જેવાં સ્ટાર્સ છે. આ ફિલ્મ તમિળ ઉપરાંત હિંદી, મલયાલમ, તેલુગુ તથા કન્નડમાં રિલીઝ થશે.

adv

Related News

post
post
post
post
post
post
post