• Home
  • News
  • સ્પેસએક્સે એક રોકેટથી રેકોર્ડ 143 સેટેલાઈટ લોન્ચ કર્યા, નાની કંપનીઓ માટે સ્પેસનો રસ્તો ખોલ્યો
post

ફ્લોરિડાના કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી ફાલ્કન-9 રોકેટ દ્વારા સેટેલાઈટ સ્પેસમાં મોકલામાં આવ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-25 11:58:18

દુનિયાના સૌથી અમીર બિઝનેસ મેન એલન મસ્કની કંપની સ્પેસએક્સે રવિવારે એક જ રોકેટથી 143 નાના સેટેલાઈટ લોન્ચ કરવાનો રેકોર્ડ બનાવ્યો. કાસ્ટ કટિંગને ધ્યાનમાં રાખીને લોન્ચ કરાયેલું આ મિશન કેબમાં રાઈડ શેર કરવા જેવું છે.આ મિશનને ટ્રાન્સપોર્ટર-1 નામ અપાયું છે. ફ્લોરિડાના કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી ટૂ સ્ટેજ ફાલ્કન-9 રોકેટ દ્વારા સેટેલાઈટ સ્પેસમાં મોકલવામાં આવ્યા.

સ્પેસએક્સે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું કે, ફાલ્કન-9 143 સેટેલાઈટ લઈને ઓર્બિટમાં ગયું છે.આ સિંગલ મિશનમાં મોકલવામાં આવેલા સેટેલાઈટની સૌથી મોટી સંખ્યા છે. આ સાથે જ સ્પેસએક્સનો પહેલો સ્માટસેટ રાઈડશેર પ્રોગ્રામ મિશન પુરુ થઈ રહ્યું છે.

સ્પેસએક્સે નાની કંપનીઓની સ્પેસ સુધી પહોંચ બનાવી કંપનીના જણાવ્યા પ્રમાણે, રાઈડશેર પ્રોગ્રામ નાની સેટેલાઈટ કંપનીઓને ઓછી કિંમતે સ્પેસ સુધી પહોંચાડે છે. 200 કિમી વજન વાળા સેટેલાઈટ માટે એક મિલિયન ડોલર(લગભગ 73 લાખ રૂપિયા)થી આની શરૂઆત થાય છે. જેના દ્વારા આ કંપનીઓ પોતાના સેટેલાઈટ સ્પેસમાં મોકલી શકે છે.

રવિવારે લોન્ચ કરાયેલા 143 સેટેલાઈટમાં અમેરિકા અને જર્મનીના 48 અર્થ ઈમેજિંગ સેટેલાઈટ, 17 કોમ્યુનિકેશન સેટેલાઈટ અને 30 નાના સેટેલાઈટ સામેલ છે. ફાલ્કન-9 રોકેટે શૂઝ બોક્સના સાઈઝ વાળા ક્યૂબસેટ્સ અને ભારે માઈક્રો સેટેલાઈટને ઓર્બિટમાં મોકલ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post