• Home
  • News
  • 'AAP'ને છોડ્યા પછી ખાસ વાતચીત:મહેશ સવાણીએ કહ્યું- રાજકારણ શું હોય છે એનો સ્વાદ ચાખ્યા વગર ખબર ના પડે, આમ આદમી પાર્ટી છોડવાનું કારણ આપ્યું
post

રાજકારણના કારણે સમાજ સેવાનું કામ યોગ્ય રીતે કરી શકતો નથીઃ મહેશ સવાણી

Written By newsonline | Ahmedabad | Published: 2022-01-18 11:02:44

સુરતના ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર મહેશ સવાણીએ આમ આદમી પાર્ટીમાં (AAP )થી છેડો ફાડ્યો છે. આમ આદમી પાર્ટીમાં 7 મહિના પહેલા સુરતના મહેશ સવાણી જોડાયા હતા ત્યારથી જ ભારે ચર્ચામાં હતા. રાજકારણમાં જોડાઈને તેવો સમાજની સેવા કરવા માટેની વાત કરતા હતા. પરંતુ એકાએક જ તેમણે આમ આદમી પાર્ટી છોડીને રાજકારણમાં ભૂકંપ સર્જી દીધો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગત રોજ એક જ દિવસમાં 7 કલાકમાં આમ આદમી પાર્ટીમાંથી લોક ગાયક વિજય સુવાણી, આમ આદમી પાર્ટી અમદાવાદ શહેરના યુવા ઉપાધ્યક્ષ નીલમ વ્યાસ અને સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ આપને છોડી દીધી હતી. આપને છોડ્યા બાદ મહેશ સવાણીએ ખાસ વાતચીત કરી હતી.

એકાએક આમ આદમી પાર્ટી છોડવાનું કારણ શું છે?
મહેશ સવાણી: હું આમ આદમી પાર્ટીમાં જોડાયો ત્યારથી સમાજસેવા યોગ્ય રીતે કરી શકતો ન હતો. મારી જનનીધામની દીકરીઓને પણ મળી શક્યો ન હતો તેમજ અમારા પરિવારના લોકોને પણ પૂરતો ટાઈમ આપી શકતો ન હતો. મારી તબિયત પણ છેલ્લા પંદર દિવસથી ખૂબ જ ખરાબ રહેતી હતી અને આમ હું સમાજ સેવોના માણસ છું.

 

મહેશભાઈ ખૂબ જ ઝડપથી ગયા અને પરત ફર્યા?
મહેશ સવાણી: ઘણો ઝડપથી નથી આવ્યો, છેલ્લા સાત મહિનાથી આમ આદમી પાર્ટીમાં જોડાયો હતો. પરંતુ રાજકારણ શું હોય છે તેનો સ્વાદ ચાખ્યા વગર ના ખબર પડે. ગયા પછી મને એવું લાગ્યું કે હું રાજકારણના કારણે સમાજ સેવાનું કામ યોગ્ય રીતે કરી શકતો નથી.

 

વિજય સુવાળા બાદ એક બાદ એક વિકેટ પડવાની શરૂઆત થઈ ગઈ છે AAPનું ભવિષ્ય શું લાગે છે?
મહેશ સવાણી: વિકેટો પડી રહી છે, ના એવું કંઈ છે નહીં. પરંતુ લોકશાહીમાં તમામને પોતાના પક્ષની પસંદગી કરવાની અને રાજકારણમાં કામ કરવું કે નહીં કરવું તે સ્વતંત્ર રીતે વિચારી શકે છે. પોતાની રીતે સ્વતંત્ર નિર્ણય લઈ શકે છે.

 

તમે ભાજપમાં ક્યારે જોડાશો, કેવી રીતે જોડાશો?
મહેશ સવાણી: અત્યારે તો હું મારા સામાજિક સેવાના કાર્યો જ કરવાનો છું પરંતુ જો સેવા થતી હશે અને જો મને તક મળશે તો રાજકારણમાં રહીને જ સેવા થઇ શકે એવું હશે તો સેવા માટે રાજકારણમાં જોડાઈશ.

 

તમે રાજકારણ માટેનો હજી પણ એક વિકલ્પ ખુલ્લો રાખો છો?
મહેશ સવાણી: રાજકારણ નામ જ સમાજ સેવાનું છે અને એના માટે જ રાજકીય પાર્ટીમાં જોડાયો હતો. પરંતુ એના કારણે મારી સમાજ સેવામાં ઓટ આવતી દેખાઇ હતી અને એના માટે રાજકારણ હાલ છોડ્યું છે.

 

ખોટી રાજકીય પાર્ટી તમે પસંદ કરી હોય એવું નથી લાગતું?
મહેશ સવાણી: દરેક પાર્ટીની પોતાની રાજકીય વિચારધારા હોય છે અને તે મુજબ કામ કરતી હોય છે. અમારા સામાજિક કાર્યક્રમમાં માનવતાના ધોરણે તમામ રાજકીય પાર્ટી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ આવતા રહ્યા છે. હું માનવતામાં વાળો વ્યક્તિ છું.

 

મહેશ સવાણી જો આમ આદમી પાર્ટી છોડી દેશે તો AAPમાં શું રહેશે બાકી?
મહેશ સવાણી: કોઈનું કોઈના વગર રહી જતું નથી જ્યારે પણ વ્યક્તિ એકલો હોય છે, ત્યારે તેને હાથ પકડવા વાળો કોઈને કોઈ મળી જાય છે. કોઇ પાર્ટીનો કોઈના વગર રહેવાનું નથી બધા પોતાની રીતે આગળ વધશે.

 

હજી પણ આમ આદમી પાર્ટીમાંથી કેટલા લોકો છોડીને જઈ શકે છે?
મહેશ સવાણ: ના, મારી કોઈ આમ આદમી પાર્ટીના નેતા કે કાર્યકર્તાઓ સાથે વાત નથી થઈ. મહેશભાઈ પોતે પણ વિચારતા ન હતા પરંતુ સમાજ સેવામાં ટાઈમ આપી શકતો ન હોવાને કારણે પાર્ટી છોડી છે.

 

આમ આદમી પાર્ટીની ગેમ બની ગઈ છે એવી ચર્ચાઓ થઈ રહી છે?
મહેશ સવાણી: આ તો લોકોના પોતપોતાના મત બહુ હોય છે એમાં હું કંઇ ના કરી શકું. પરંતુ એવી કોઈ બાબતની ચર્ચા થતી હોય તે વાત ખોટી છે વાજબી નથી.

 

શરૂઆતમાં તમે જ્યારે જોડાયા ત્યારે જ ચર્ચા હતી કે ચૂંટણી નજીક આવશે ત્યારે ધીરે ધીરે આમ આદમી પાર્ટીને છોડવાનો સિલસિલો શરૂ થશે?
મહેશ સવાણી: એ બધા પોતપોતાના વિચારો હોય છે કેવી રીતે જોડાવું કેવી રીતે કામ કરવું એ બાબતો લોકો ચર્ચા કરતા રહેતા હોય છે.

 

રાજકારણમાં રહીને જો સેવા થઈ શકે એવું હશે તો હું ફરી જોડાઈશ
આમ આદમી પાર્ટી છોડ્યા બાદ હવે ભાજપમાં જોડાશે કે નહીં એ બાબતે સવાણીએ નારોવા કુંજરોવા જેવો જવાબ આપતા કહ્યું હતું કે અત્યારે તો હું મારા સામાજિક સેવાના કાર્યો જ કરવાનો છું પરંતુ જો સેવા થતી હશે અને જો મને તક મળશે તો રાજકારણમાં રહીને જ સેવા થઇ શકે એવું હશે તો રાજકારણમાં ફરી જોડાઈશ.

રાજકારણ નામ જ સમાજસેવાનું છે. અને એના માટે જ રાજકીય પાર્ટીમાં જોડાયો હતો પરંતુ એના કારણે મારી સમાજ સેવામાં ઓટ આવતી દેખાઇ હતી અને એના માટે રાજકારણ હાલ છોડ્યો છે.દરેક પાર્ટીની પોતાની રાજકીય વિચારધારા હોય છે અને તે મુજબ કામ કરતી હોય છે. અમારા સામાજિક કાર્યક્રમમાં માનવતાના ધોરણે તમામ રાજકીય પાર્ટી ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ આવતા રહ્યા છે. હું માનવતામાં વાળો વ્યક્તિ છું.

હું માનવતામાં માનવાવાળો માણસ છું, કોઈના વગર કોઈ રહી નથી જતું
મહેશ સવાણીને ખોટી પાર્ટી પસંદ થઈ ગઈ હોવાનું પૂછતાં કહ્યું હતું કે દરેક પાર્ટીની પોતાની રાજકીય વિચારધારા હોય છે અને તે મુજબ કામ કરતી હોય છે. હું માનવતામાં માનવાવાળો માણસ છું.એવું કહેવાતું હતું કે મહેશ સવાણી જો આમ આદમી પાર્ટી છોડી દેશે તો આમ આદમી પાર્ટીમાં શું બાકી રહેશે? જેના જવાબમાં જણાવ્યું કે કોઈનું કોઈના વગર રહી જતું નથી વ્યક્તિ એકલો હોય છે ત્યારે તેને હાથ પકડવા વાળો કોઈને કોઈ મળી જાય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post