• Home
  • News
  • કોરોના સામે લડતાં વોરિયર્સ અને મહામારીમાંથી છૂટકારો મળે તે માટે સ્વામિનારાયણ ગુરૂકુળમાં સંતો દ્વારા વિશેષ પૂજા કરાઈ
post

ભગવાન સ્વામિનારાયણનું પૂજન સાથે સુખાકારીની કામના કરાઈ

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-06 10:50:11

સુરત: કોરોના વાઈરસને લઈને કોરોનાને હરાવવા માટે ડોક્ટર,મીડિયા અને સફાઈ કામદારો સહિતના વોરિયર્સ ખડે પગે કામ કરી રહ્યાં છે. ત્યારે તેમની સલામતી સાથે કોરોના મહામારી ઝડપથી કાબૂમાં આવે તેવા હેતુથી સ્વામિનારાયણ ગુરૂકુળ વેડ રોડ સહિતના ગુરૂકુળમાં સંતો-પાર્ષદો દ્વારા વિશેષ પ્રાર્થના અને ભગવાન સ્વામિનારાયણનું પૂજન કરવામાં આવ્યું હતું.

મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના થઈ

કોરોનામાં અકાળે અવસાન પામેલ લોકોના આત્માની શાંતિ માટે તથા દેશ અને દુનિયા વહેલાસર સુખી બને અને સહુના ધંધા-રોજગાર પ્રગતિવાન બને તેવી પ્રાર્થના સાથે આજે વૈશાખ સુદિ મોહિની એકાદશીના દિવસે મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીની આજ્ઞાથી સુરત સહિતના ગુરૂકુળમાં વિશેષ મહાપૂજન કરવામાં આવ્યું હતું. પ્રભુ સ્વામીના જણાવ્યા અનુસાર દેવકૃષ્ણદાસજી સ્વામીના 247 સંતો તથા પાર્ષદોએ સ્વામિનારાયણ ગુરુકુળોમાં સવારે 9થી 11 કલાક દરમિયાન ભગવાનને પ્રાર્થના રૂપે વિશેષ પૂજન કર્યું હતું. જેમાં ગણપતિ પૂજન, મૃત્યુના અધિષ્ઠાતા દેવ મહાદેવજીનું પૂજન , શારદા પૂજન તથા ભગવાન સ્વામિનારાયણનું પૂજન કરીને સહુની સુખાકારી અર્થે સંતોએ પ્રાર્થના કરી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post