• Home
  • News
  • સત્તા પર સટ્ટો:રાજકોટમાં મતદાન બાદ સટ્ટા બજારના ભાવમાં વધ-ઘટ , ભાજપને 43 , કોંગ્રેસને 22 અને આપને 7 સીટો મળશે એવું બુકીઓનું અનુમાન
post

ભાજપને 45 થી 47 બેઠક પર જીતની આશા હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-22 11:31:50

રાજકોટ મનપાની ચૂંટણી પુરી થયા બાદ સટ્ટા બજારના ભાવમાં વધ-ઘટ જોવા મળી હતી. અગાઉ બુકીઓ ભાજપને 50 સીટો આવે તેવી ધારણા બાંધતા હતાં પરંતુ મતદાન બાદ હવે બુકીઓ ભાજપને 43 સીટ આવશે તેવુ અનુમાન દર્શાવી રહ્યાં છે.

ચૂંટણી બાદ સટ્ટા બજારમાં કોંગ્રેસની સ્થિતિ મજબુત બની છે
સટ્ટા બજાર સાથે સંકળાયેલા સુત્રોનાં જણાવ્યા પ્રમાણે ચૂંટણી પહેલા ભાજપને 52 સીટ અથવા તો 50 સીટ આવવાની હતી અને તે મુજબનાં ભાવ ખુલ્યા હતાં. પરંતુ ધારણા મુજબ મતદાન નહી થતા હવે ભાજપને 43 સીટ આવશે અને 45 સીટ નહી આવે તે પ્રમાણેના ભાવ ખુલ્યા છે. ચૂંટણી બાદ સટ્ટા બજારમાં કોંગ્રેસની સ્થિતિ મજબુત બની છે. ચૂંટણી પહેલા બુકીઓએ કોંગ્રેસને 19 સીટ નહી પરંતુ 17 સીટ આવશે અને તે પ્રમાણેના ભાવ ખોલ્યા હતાં પરંતુ ચૂંટણી બાદ હવે બુકીઓ કોંગ્રેસને 22 સીટ આવશે તેવી ધારણા રાખી રહ્યાં છે. કોંગ્રેસને 24 સીટ નહી પરંતુ 22 સીટો મળશે અને તે પ્રમાણને ભાવ બુકીઓએ ખોલ્યા છે. જો કે, ચૂંટણી બાદ સટ્ટા બજારમાં 'આપ'નાં ભાવ સ્થિર રહ્યાં છે. ચૂંટણી પહેલા બુકીઓએ આપને 7 સીટ નહી પણ 5 સીટ આવશે અને તે પ્રમાણેના ભાવ ખોલ્યા હતાં. પરંતુ ચૂંટણી પછી તેમાં કોઈ ફેરફાર થયો નથી.

ભાજપને 45 થી 47 બેઠક પર જીતની આશા હતી
રાજકોટમાં ગઇકાલે 50.75 ટકા જેટલું મતદાન થયું હતું, જે નેતાઓની અપેક્ષા કરતા ઓછું થયું છે. અપેક્ષા કરતા ઓછું મતદાન ભાજપ માટે નુકશાન સમાન માનવામાં આવી રહ્યું છે જો વધુ મતદાન થયું હોત તો ભાજપને 45 થી 47 બેઠક પર જીતની આશા હતી. હાલ તો ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષ દ્વારા બહુમતીના દાવા કરવામાં આવી રહ્યા છે, જેની સામે આપ દ્વારા સારા દેખાવનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

રાજકીય પક્ષોની અપેક્ષા મુજબ 60 ટકા મતદાન થવાની શક્યતા હતી
રાજકોટ મનપાની ચૂંટણીમાં 18 વોર્ડના 273 ઉમેદવારો ઝંપલાવ્યું છે. રાજકોટ મનપાની ચૂંટણીમાં ગત 2015ની ચૂંટણી કરતા એક ટકા મતદાન વધ્યું છે. 2015માં મનપાની ચૂંટણીમાં 49.53 ટકા મતદાન થયું હતું. જેના પરિણામે ભાજપને 38 અને કોંગ્રેસને 34 બેઠક પર જીત મળી હતી. આ વર્ષે મનપાની ચૂંટણીમાં ત્રિ-પાંખીયો જંગ ખેલાયો છે. જેમાં આમ આદમી પાર્ટીનો અંડર કરંટ પણ જોવા મળી રહ્યો છે. આ વખતે રાજકીય પક્ષોની અપેક્ષા મુજબ 60 ટકા મતદાન થવાની શક્યતા હતી પરંતુ તેની અપેક્ષઆ કરતા ઓછું મતદાન થયું છે. સ્ત્રી કરતા પુરૂષ મતદારોનું 8 ટકા મતદાન વધ્યું છે. રાજકોટના પાટીદાર વોર્ડમાં આ વખતે 2015ની ચૂંટણીની સમકક્ષ મતદાન થયું છે.

adv

Related News

post
post
post
post
post
post
post