• Home
  • News
  • ટૂર્નામેન્ટને UAEમાં કરાવવા ખેલ મંત્રાલય સહમત, હવે ગૃહ અને વિદેશ મંત્રાલયની પરવાનગી મળે તેની રાહ
post

ખેલ મંત્રાલયના અધિકારીએ કહ્યું- UAE સાથે અમારા સંબંધ સારા, તેવામાં ત્રણેય મંત્રાલય પાસેથી મંજૂરી મળી જશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-28 10:21:39

ખેલ મંત્રાલયે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ને UAEમાં કરાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જો કે, BCCI હજી સત્તાવાર જાહેરાત કરવા માટે ગૃહ અને વિદેશ મંત્રાલયની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે. આ માહિતી રમત મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ ભાસ્કરને આપી છે.

IPL ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ બ્રજેશ પટેલે કહ્યું કે BCCIUAEના એમીરેટ્સ ક્રિકેટ બોર્ડને IPLનું આયોજન કરવા માટે સ્વીકૃતિનો પત્ર મોકલ્યો છે. UAE પણ પત્ર મળવાની પુષ્ટિ કરી છે.

ગૃહ અને વિદેશ મંત્રાલયની મંજૂરી મળશે તે નક્કી

·         ખેલ મંત્રાલયની મંજૂરી મળ્યા બાદ BCCIને ગૃહ અને વિદેશ મંત્રાલયની પણ મંજૂરી મળશે. જો ભારત સાથે વિવાદ સાથે સંકળાયેલા દેશનો કોઈ ખેલાડી IPLમાં રમી રહ્યો હોત, તો ગૃહ અને વિદેશી મંત્રાલયની મંજૂરી મળવી મુશ્કેલ થઈ હોત, પરંતુ અત્યારે તેવું નથી. તે જ સમયે, UAE સાથે આપણે સારા સંબંધ છે.

ટીમોએ ટૂર્નામેન્ટના 3-4 અઠવાડિયા પહેલાં તૈયારી કરવી પડશે

·         બ્રિજેશ પટેલે કહ્યું કે, અમે સ્વીકૃતિ પત્ર અમેરિટ્સ બોર્ડને મોકલ્યો છે. હવે ટૂર્નામેન્ટના સફળતાપૂર્વક આયોજન માટે બંને દેશોના બોર્ડ એકસાથે મળીને કામ કરશે. તમામ 8 ટીમોના પ્રી-ટૂર્નામેન્ટ ટ્રેનિંગ કેમ્પ UAEમાં બાયો-સુરક્ષિત વાતાવરણમાં યોજાશે. ટીમોએ ટૂર્નામેન્ટની ઓછામાં ઓછા 3થી 4 અઠવાડિયા અગાઉ તૈયારી કરવી પડશે. "

·         IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠક આ અઠવાડિયે મળશે. લીગનું શેડયૂલ અને SOP નક્કી કરવામાં આવશે.

IPL 3 જગ્યાએ રમાશે, ફિક્સિંગ પર નજર રાખવી સરળ

·         BCCIના એન્ટી કરપ્શન યુનિટ (ACU)ના હેડ અજિત સિંહે કહ્યું કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ભ્રષ્ટાચાર અંગે ટેંશન લેવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, આ વખતે ટૂર્નામેન્ટ UAEમાં ત્રણ સ્થળોએ દુબઇ, શારજાહ અને અબુધાબીમાં રમાશે.તેથી મેચ ફિક્સિંગ જેવા ભ્રષ્ટાચાર પર નજર રાખવી ભારતની સરખામણીએ સરળ રહેશે કારણ કે આ ટૂર્નામેન્ટ ભારતમાં 8 સ્થળોએ યોજાય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post