• Home
  • News
  • USમાં 40 હજાર સમીકરણોનો નિચોડ, બાઈડેનની પ્રમુખ બનવાની શક્યતા 85%, ટ્રમ્પની પાર્ટી ઉપલા અને નીચલા બંને સદનમાં બહુમતી નહીં મેળવી શકે
post

અમેરિકામાં 11 વર્ષ પછી પ્રમુખ અને બંને ગૃહમાં એક પાર્ટીની બહુમતીની શક્યતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-23 12:18:16

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના હરીફ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર જો બાઈડેન વચ્ચે આજે (ભારતીય સમય પ્રમાણે શુક્રવારે સવારે 6:30 વાગ્યે) છેલ્લી પ્રેસિડેન્શિયલ ડીબેટ છે. ફાઈનલ વૉટિંગ ત્રીજી નવેમ્બરે છે. અત્યાર સુધી આવેલા મોટા ભાગના પોલમાં બાઈડેન જ આગળ છે. 538 સરવે એજન્સીએ આ પોલ અને સરવેનાં 40 હજારથી વધુ સમીકરણોનું વિશ્લેષણ કરીને અનુમાન લગાવ્યું છે કે બાઈડેનની પ્રમુખ બનવાની શક્યતા 85% છે. 2016માં આ એકમાત્ર એજન્સી હતી, જેણે આ રીતે વિશ્લેષણના આધારે ટ્રમ્પ પ્રમુખ બનશે એવી આગાહી કરી હતી. પ્રમુખપદની ચૂંટણીની સાથે 438 બેઠક ધરાવતા હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ (નીચલું ગૃહ) અને સેનેટ (ઉચ્ચ ગૃહ)ની ખાલી પડેલી 35 બેઠક માટે વૉટિંગ થઈ રહ્યું છે. આ મહાપોલ પ્રમાણે 76% શક્યતા એ છે કે 100 બેઠક ધરાવતા સેનેટમાં પણ ડેમોક્રેટિક પાર્ટીના 52 સાંસદ હશે. જો બાઈડેન જીતે અને ડેમોક્રેટિક પાર્ટીનાં બંને ગૃહમાં બહુમતી મળશે, તો 11 વર્ષમાં આવું પહેલીવાર થશે.

જે પોતાને બચાવી ના શક્યા, તે અમને શું બચાવશે: ઓબામા
પૂર્વ અમેરિકન પ્રમુખ બરાક ઓબામાએ ટ્રમ્પ પર મહામારી સામે લડવાના ઉપાયોમાં મિસ-મેનેજમેન્ટનો આરોપ લગાવતા કહ્યું કે જે પોતાને કોરોનાથી બચાવવા માટે પાયાનાં પગલાં ના લઈ શક્યા, તે અચાનક આપણને બધાને કેવી રીતે બચાવશે? બાઈડેન-હેરિસ પાસે અર્થતંત્ર અને મહામારી સામેના પડકારો સામે લડવાની યોજના છે. બાઈડેન અને હેરિસ સરકાર ચરિત્ર અને નેતૃત્વ પુન:સ્થાપિત કરશે. અમે ટ્રમ્પ સરકારને વધુ ચાર વર્ષ ના સહન કરી શકીએ.

ઓબામાની નિષ્ફળતાઓથી જ હું પ્રમુખ બન્યો હતો: ટ્રમ્પ
ટ્રમ્પે ઓબામાને જવાબ આપતા કહ્યું કે, ઓબામા બાઈડેનના પ્રચારમાં ઉતર્યા એ સારા સમાચાર છે. તેમની નિષ્ફળતાઓના કારણે જ લોકોએ મને વ્હાઈટ હાઉસ મોકલ્યો હતો. કુટિલ હિલેરી ક્લિન્ટન માટે ઓબામાથી વધુ કોઈએ પ્રચાર નહોતો કર્યો. તેઓ દરેક સ્થળે પહોંચી જતાં અને કહેતાં કે, ટ્રમ્પ આપણા પ્રમુખ નહીં હોય અને હું જ ચૂંટણી જીતી ગયો. મને લાગે છે કે, એ રાત્રે કુટિલ હિલેરી ક્લિન્ટનથી વધુ કોઈ દુ:ખી હતું, તો હતા બરાક હુસૈન ઓબામા.

અમેરિકામાં પ્રમુખ સેનેટની મંજૂરી વિના કશું ના કરી શકે
જો ટ્રમ્પ ગમે તે રીતે ફરી પ્રમુખ બનવામાં સફળ થશે અને બંને ગૃહમાં બહુમતી મળશે, તો સેનેટની મંજૂરી વિના ઈચ્છતા હશે તોપણ ખાસ કશું નહીં કરી શકે. કારણ કે, સેનેટની મંજૂરી વિના પ્રમુખ પોતાની ટીમ નથી પસંદ કરી શકતા અને કોઈ પણ બીજા સાથે કરારો, સંધિ કે યુદ્ધ પણ નથી કરી શકતા. બિલ પાસ કરાવવામાં પણ આવા પ્રમુખને પરસેવો પડી શકે છે.

અમેરિકામાં પહેલીવાર પ્રમુખ મળવામાં મોડું થઈ શકે છે
એક શક્યતા એ પણ છે કે, જો આઠ નવેમ્બર સુધી તમામ મતની ગણના અને તેની સાથે સંકળાયેલા વિવાદો નથી ઉકેલાતા, તો શક્ય છે કે 20 જાન્યુઆરી સુધી પ્રમુખની જાહેરાત જ ના થઈ શકે. જો ટ્રમ્પ-બાઈડેન ઈલેક્ટોરલ કોલેજ વૉટ બરાબરીની આસપાસ રહેશે તો મેલ ઈન વૉટિંગમાં ગરબડનો મુદ્દો ઉઠાવીને ટ્રમ્પ કોર્ટ જઈ શકે છે. આવું થયું તો બંધારણીય વ્યવસ્થા હેઠળ સેનેટ સ્પીકર નેન્સી પેલોસી પ્રમુખપદ સંભાળશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post