• Home
  • News
  • ગણતંત્ર દિવસ પર હુમલાનું ષડયંત્ર રચી રહેલા જૈશના 5 આતંકવાદીઓની ધરપકડ, કરી ચૂક્યા છે બે ગ્રેનેડ હુમલા
post

ગ્રેનેડ સહિતના હથિયારોનો મોટ જથ્થો પણ આતંકવાદીઓ પાસેથી કબ્જે કરવામાં આવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-17 08:27:04

શ્રીનગરજમ્મૂ-કાશ્મીર પોલીસે ગણતંત્ર દિવસના અવસરે મોટા હુમલાના ષડયંત્રને નાકામ કર્યું છે. પોલીસે ગુરૂવારે જૈશ માડ્યૂલના 5 આતંકવાદીઓની ધરપકડ કરી હતી. તેમની પાસેથી મોટા પ્રમાણમાં ગ્રેનેડ અને વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે આતંકવાદીઓ પહેલાથી બે ગ્રેનેડ હુમલાને અંજામ આપી ચૂક્યા હતા. તેઓ 26 જાન્યુઆરીના અવસરે હુમલાનું ષડયંત્ર રચી રહ્યા હતા. ન્યુઝ એજન્સીના અહેવાલ પ્રમાણે શ્રીનગર પોલીસે જૈશ--મોહમ્મદના આતંકવાદી મોડ્યુલને જાહેર કર્યું છે. ધરપકડ કરવામાં આવેલા આતંકવાદી 26મી જાન્યુઆરીના રોજ ગ્રેનેડથી હુમલો કરવાની તૈયારી કરતા હતા.

ધરપકડ કરાયેલા આતંકવાદીઓમાં એઝાઝ અહેમદ શેખ, ઉમર હામીદ શેખ, ઈમ્તિયાઝ અહેમદ, સાહિલ ફારુખ અને નાસિર અહેમદ મીર તરીકે ઓળખ થઈ છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આતંકવાદીઓ ઘાટીમાં જૈશ--મોહમ્મદ માટે કામ કરતા હતા. ઘાટીમાં જે ગ્રેનેડ હુમલા થયા હતા તેમા પણ તેમની સંડોવણી સામે આવી છે. તપાસ એજન્સીના અધિકારીઓ પકડવામાં આવેલા આતંકવાદીની પૂછપરછ કરી રહ્યા છે.

 


 

 

adv

Related News

post
post
post
post
post
post
post