• Home
  • News
  • શ્રીનિવાસનો રેકોર્ડ પણ તૂટ્યો, નિશાંત શેટ્ટી ભેંસો સાથે 9.51 સેકેન્ડમાં 100 મીટર દોડ્યો, ઉસેન બોલ્ટથી પણ ફાસ્ટ
post

નિશાંત શેટ્ટી(9.51 સેકન્ડ), શ્રીનિવાસ ગૌડા(9.55 સેકન્ડ), સુરેશ શેટ્ટી (9.57 સેકન્ડ) અને ઇરુવથૂર આનંદ(9.57 સેકન્ડ)માં 100 મીટર દોડ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-19 08:31:17

મેંગલુરૂ: કર્ણાટકમાં ભેંસોની પરંપરાગત રેસ (કમ્બાલા)માં 9.55 સેકન્ડમાં 100 મીટર દોડીને ચર્ચામાં રહેલા શ્રીનિવાસ ગૌડાથી પણ ઓછા સમયમાં 9.51 સેકેન્ડમાં એક દોડવીરે આ રેસ પૂરી કરી છે. તેનું નામ નિશાંત શેટ્ટી છે. તેણે વેનુરમાં રવિવારે યોજાયેલી કમ્બાલા રેસમાં આ રેકોર્ડ બનાવ્યો જે જમૈકાના રનર ઉસેન બોલ્ટના 9.58 સેકન્ડના વર્લ્ડ રેકોર્ડથી પણ 0.07 સેકન્ડ સારો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે શેટ્ટીએ રેસમાં 143 મીટરનું અંતર 13.61 સેકન્ડમાં કાપ્યું. આ દરમિયાન તેણે શરૂઆતના 100 મીટર 9.61 સેકન્ડમાં પૂરા કર્યા. આ રીતે નિશાંતે શ્રીનિવાસ કરતા 0.04 સેકન્ડના ઓછા સમયમાં આ રેસ પૂરી કરી .

કમ્બાલા રેસ આયોજિત કરનાર સમિતિ પ્રમાણે શેટ્ટીએ આ ઉપલબ્ધિ સાથે એ લિસ્ટમાં સામેલ થઇ ગયા છે જેમાં 4 રેસર છે જેમણે 10 સેકન્ડથી ઓછા સમયમાં 100 મીટરનું અંતર કાપ્યું છે. તેમાં પહેલા સ્થાન પર નિશાંત શેટ્ટી(9.51 સેકન્ડ), શ્રીનિવાસ ગૌડા(9.55 સેકન્ડ), સુરેશ શેટ્ટી (9.57 સેકન્ડ) અને ઇરુવથૂર આનંદ(9.57 સેકન્ડ) છે. કર્ણાટકના શ્રીનિવાસ ગૌડાએ 1 ફેબ્રુઆરીએ મેંગલુરૂના આઇકલા ગામમાં આયોજિત રેસમાં માત્ર 13.62 સેકન્ડમાં 142.50 મીટરનું અંતર કાપ્યું હતું. ત્યારબાદ તેની સરખામણી ઉસેન બોલ્ટ સાથે કરવામાં આવી હતી કારણ કે તેણે માત્ર 9.55 સેકન્ડમાં શરૂઆતનું 100 મીટરનું અંતર કાપ્યું હતું.

સ્પોર્ટ્સ ઓથોરિટીની દેખરેખ હેઠળ ગૌડાનું ટ્રાયલ થશે- રમતગમત મંત્રી
ગૌડાના આ રેકોર્ડ બાદ તેને ઓલિમ્પિકમાં મોકલવાની માંગ ઉઠવા લાગી હતી. ત્યારે સ્પોર્ટ્સ મિનિસ્ટર કિરિન રિજ્જૂએ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કોચની દેખરેખ હેઠળ તેની ટ્રાયલ કરાવવાની વાત કહી હતી. તેમણે કહ્યું કે ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપનું સ્તર ઘણું ઉંચુ છે. જ્યાં સુધી પ્રદર્શનનું આંકલન ન થાય, પરંપરાગત રમતમાં સામેલ થનારા ખેલાડીઓની સરખામણી તમે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સાથે ન કરી શકો. બીજી તરફ કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ સોમવારે ગૌડા સાથે મુલાકાત કરીને 3 લાખ રૂપિયાનો ચેક આપીને સન્માન કર્યું હતું. ગૌડા અત્યાર સુધી રેસમાં 32 મેડલ જીતી ચૂક્યા છે.

શું છે કમ્બાલા રેસ ?
કમ્બાલા રેસ અથવા બફેલો રેસ કર્ણાટકની પરંપરાગત રમત છે. મેંગલોર અને ઉડુપીમા તે ખૂબ પ્રચલિત છે. તેમાં કીચડ વાળા વિસ્તારમાં યુવા જોકી બે ભેંસ સાથે રેસ લગાવે છે. પ્રાણીઓના સંરક્ષણ માટે કામ કરતા કાર્યકર્તાઓએ અમુક વર્ષો પહેલા કમ્બાલા વિરુદ્ધ મોરચો માંડ્યો હતો. તેમનો આરોપ હતો કે જોકી બળપ્રયોગ કરીને ફાસ્ટ દોડવા માટે ભેંસને મજૂબર કરે છે. ત્યારબાદ આ રમત પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જોકે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની આગેવાનીમાં તત્કાલિન કોંગ્રેસ સરકારે આ રમતને યથાવત રાખવાનું બિલ પસાર કર્યું હતું.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post