• Home
  • News
  • આજથી સુરત જિલ્લામાં એસટી સેવા શરૂ, દરરોજ 200 ટ્રીપ અને 8400 કિમીની મુસાફરી કરશે
post

સવારે 8થી સાંજે 6 સુધીમાં 200 ટ્રીપ અને 8400 કિમી રોજ ચલાવવામાં આવશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-20 10:57:18

સુરત: આજ(બુધવાર)થી રાજ્યના એસટી બસ ચાલુ કરવામાં આવી. સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી જ સમગ્ર રાજ્યમાં બસ સેવા ચાલુ રહેશે. જેમાં પાંચ જેટલા ઝોનમાં આ સેવા શરૂ કરવામાં આવશે. સૌરાષ્ટ્ર ઝોન, કચ્છ ઝોન, દક્ષિણ ઝોન, ઉત્તર ઝોન અને મધ્ય ગુજરાત એમ પાંચ ઝોનમાં વહેંચવામાં આવી છે. સુરત જિલ્લામાં પણ પલસાણા, બારડોલી, માંડવી, વાલોડ, વ્યારા, સોનગઢ, આહવા, નવસારી, વાપી, અંકલેશ્વર સુધી બસ સેવા શરૂ થઈ છે.


ઈ-ટિકિટ અને મોબાઈલ દ્વારા બુકિંગ કરાવી શકશે
એસ.ટી બસ કુલ 36 જેટલા શિડ્યુલમાં ચાલશે. સવારે 8થી સાંજે 6 સુધીમાં 200 ટ્રીપ અને 8400 કિમી રોજ ચલાવવામાં આવશે. હાલમાં એસટી સેવા માત્ર નોન કન્ટેઈમેન્ટ વિસ્તાર માટે જ શરૂ થઈ છે એટલે કોઈ પણ કન્ટેઈમેન્ટ વિસ્તારમાંથી બસ પ્રસાર થશે નહીં. બસ સેવાનો લાભ લેવા મુસાફરોએ ઓનલાઈન, ઈ-ટિકિટ અથવા મોબાઈલ દ્વારા બુકિંગ કરાવી શકશે. જ્યારે કોઈ મુસાફરોને તકલીફ ન પડે તે માટે કાઉન્ટર પરથી તેમજ કન્ડક્ટર મારફતે રોકડ નાણાથી પણ ટીકીટ ઈસુ કરાશે. બસ સ્થળ પરથી ઉપડે તેના 30 મિનિટ પહેલા જ મુસાફરો એ બસ સ્ટેન્ડ પર આવવાનું રહેશે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે.

adv

Related News

post
post
post
post
post
post
post